કોરોનાથી બચવું હોય તો ઘરમાં કરો આ વસ્તુનો ધુમાડો, ખુદ સરકારે જ બતાવ્યો આ મફત ઉપાય…

છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ દુનિયામાં કોરોનાનો કહેર ચાલે છે. થોડો સમય આ લહેર શાંત થઈ ત્યારબાદ ફરીથી ભારતમાં કોરોનાનો એક નવો વેરિઅંટ ઓમિક્રોન ખુબ જ વધતો જાય છે. ત્યારે મોદી સરકારે કોરોનાના બચાવ માટે એક દેશી ઈલાજ લોકોને જણાવ્યો છે. તેની જાણકારી આયુષ મંત્રાલયના હોલિસ્ટિક હેલ્થ અને વેલ બિન્ગ સલાહમાં આપવામાં આવી છે.

આયુષ મંત્રાલય કોરોનાના બચાવ માટે અમુક આયુર્વેદિક રીત અને સલાહની જાણકારી આપી છે. જેને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, વેક્સિનેશન જેવા પગલાઓની સાથે અપનાવી શકાય છે. આ સલાહમાં અમુક ખાસ વસ્તુઓનો ઘરે ધુમાડો કરવાની સલાહ પણ આપવામાં આવી છે. આવો જાણીએ કોરોનાથી બચવા માટે આયુર્વેદિક ઉપાયો વિશે.

કોવીડ 19 થી દૂર રહેવા માટે ઘરમાં કરો ધૂપ : આયુષ મંત્રાલય કોરોનાથી દૂર રહેવા માટે અન્ય રીતમાં રૂમમાં ઘરે ઉપાડો કરવાની સલાહ આપે છે. પરંતુ તેની માટે તે એન્ટી માઇક્રોબીઅલ ગુણવાળી વસ્તુઓને ઉપયોગમાં લેવાની સલાહ આપે છે. જેમ કે લીમડો અને સરસવના પાનનો ધુમાડો કરવો, લોબાનનો ધુમાડો કરવો, કપૂર અથવા ઘીનો ધુમાડો કરવો વગેરે. આયુષ મંત્રાલય કોરોનાથી દૂર રહેવા માટે ઘરમાં અપરાજિતા ધૂપ ચૂર્ણથી ધૂપ કરવાની સલાહ પણ આપે છે.

આયુષ મંત્રાલય જણાવે છે કે, સૌથી પહેલા ધુમાડો કરવા માટે એક પાત્ર લો. ત્યારબાદ તેમાં નારિયેળની છાલ અને કોલસા સળગાવો. હવે તેની ઉપર થોડું અપરાજિતા ધૂપ ચૂર્ણ છાંટો, અને ઘરની અંદર સારી રીતે ધુમાડો કરો.

જ્યારે પાવડર સંપૂર્ણ રીતે બળી જાય ત્યારે થોડો બીજો પાવડર નાખો. ધ્યાન રાખો કે જ્યાં તમે કોરોનાથી બચવા માટે ધૂપ કરી રહ્યા છો ત્યાં હવાના આવન-જાવનનો સંપૂર્ણ રીતે પ્રબંધ હોય.

રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાય : આયુષ મંત્રાલય શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે આયુર્વેદિક રીત વિશે પણ જાણકારી આપી છે જેમ કે, દિવસમાં એક વખત આયુષ ઉકાળાનું સેવન કરવું, દિવસમાં બે વખત હળદરવાળા દૂધનું સેવન કરવું, સામાન્ય ગરમ પાણી સાથે દિવસમાં બે વખત ત્રણથી પાંચ ગ્રામ અશ્વગંધા પાવડરનું સેવન કરો.

તેમજ ચ્યવનપ્રાસનું સેવન કરો, ડાયાબિટીસના દર્દીઓ સુગર ફ્રી ચ્યવનપ્રાસનું સેવન કરી શકે છે, તાજા પાણીમાં તુલસીના નાખીને તે ઉકાળેલા પાણીનું સેવન કરો. તેનાથી આપણી ઇમ્યુનિટી મજબુત બને છે અને એકંદરે રોગો અને કોરોના આપણાથી દુર રહે છે.

નોંધ : અહીં આપેલી જાણકારી કોઈ પણ ચિકિત્સા સલાહનો વિકલ્પ નથી. તે માત્ર શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment