દરરોજ એક મિનિટ સુધી કરો આ શાનદાર આસન, શરીર બની જશે એકદમ લચીલું અને મળશે આ જબરદસ્ત ફાયદા…

આપણે બધા જ જાણીએ છીએ કે આજકાલ લોકોની હેલ્થ દિવસે દિવસે ખરાબ થતી જાય છે, જેના કારણે લોકોના શરીરના સંતુલન પણ ખુબ જ ખરાબ થઈ રહ્યા છે. તેના કારણે લોકોના વજન અને ચરબી ખુબ જ વધી રહ્યા છે અને તેનાથી શરીર બેડોળ થઈ જાય છે. માટે શરીરને સુડોળ રાખવા કસરત અથવા આસન કરવા ખુબ જ જરૂરી છે.

દરરોજ સવારે ઊઠીને આસન કરવાથી આપણું શરીર ખુબ જ સારું રહે છે, અને તે આપણા શરીરને ખુબ જ લચીલું પણ રાખે છે. આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ અર્ધ બદ્ધ પદ્મોત્તાનાસન. તેનો નિયમિત અભ્યાસ કરવાથી આપણા અંગોને ઘણા બધા લાભ થઈ શકે છે તેનાથી તમારા પગની માંસપેસી, કમરના ભાગનો હિસ્સો, હૈમસ્ટરિંગ, ખભા ઘુટણ અને શરીરને સ્ફુર્તિલું બનાવી રાખવામાં મદદ મળે છે. તેની સાથે જ તે પાચનતંત્રમાં સુધારો રાખવાનું અને તેમાં નિયંત્રણનું કામ કરે છે, તથા બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રાખે છે.

અર્ધ બદ્ધ પદ્મોત્તાનાસન શું છે ? : અર્ધ બદ્ધ પદ્મોત્તાનાસનને મુખ્ય રૂપથી અષ્ટાંગ અને અન્ય બંને યોગાસનોના મિશ્રણ માનવામાં આવે છે કે, આ આસન એક્સપર્ટ લેવલના યોગીઓ માટે બનાવવામાં આવ્યું છે. તેનો અભ્યાસ 30 થી 60 સેકન્ડ સુધી કરવાની સલાહ આપવામાં આવે છે.

અર્ધ બદ્ધ પદ્મોત્તાનાસન કરવાની આસાન રીત : અર્ધ બદ્ધ પદ્મોત્તાનાસન કરવા માટે સૌપ્રથમ પહેલા સીધા ઉભા રહો, હવે તમારો જમણો પગ ઉઠાવો અને ડાબા જાંઘ ઉપર મૂકો, ત્યારબાદ જમણા હાથને પાછળ લઈ જઈને પગના અંગુઠાને પકડો, ત્યારબાદ આગળની તરફ જવાનો પ્રયાસ કરો. હવે ડાબા હાથને ડાબા પગના બાજુમાં રાખીને એક સંતુલન બનાવો.

હવે તમારી દાઢીને પગના ઘૂંટણના નીચેના ભાગમાં સ્પર્શ કરાવો, સામેની તરફ માથું ઉઠાવીને જુઓ. આ મુદ્રાને પાંચ વખત શ્વાસ લેતી વખતે કરી રાખો. ત્યારબાદ ફરીથી પહેલાની સ્થિતિમાં આવવા માટે ડાબા હાથને ડાબા હિપ્સથી લઈને આવો. હાથથી ડાબા પગના અંગુઠાને છોડો. ડાબા પગને ફરીથી યોગા મેટ્સ ઉપર લઈને આવો. આ સંપૂર્ણ અભ્યાસ દરમિયાન શ્વાસને સ્થિર રાખવાનો પ્રયાસ કરો. હવે આ અભ્યાસને બીજા પગથી કરવાનો પ્રયાસ કરો.

અર્ધ બદ્ધ પદ્મોત્તાસનના ફાયદા : અર્ધ બદ્ધ પદ્મોત્તાસનનો અભ્યાસ કરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. આ યોગાસનની મદદથી તમારા શરીરનું લચીલાપણું વધે છે અને ખભાના સાંધાને ફેરવવાની જરૂર હોય છે. તે શરીરની માંસપેશીઓમાં સંતુલન બનાવી રાખીને આગળની તરફ વળવા પર હેમસ્ટ્રિંગ્સને સારો સ્ટ્રેચ આપે છે. અર્ધ બદ્ધ પદ્મોત્તાસન કરવાથી હિપ્સને ખુબ જ મજબૂત બનાવી શકાય છે. અર્ધ બદ્ધા પદ્મોત્તાસનનો નિયમિત અભ્યાસ કરવાથી તમે શરીરને ફ્લેક્સિબલ બનાવી શકો છો.

અર્ધ બદ્ધ પદ્મોત્તાસન કરતી વખતે આ સાવચેતીઓ રાખો : આ આસનને કોઈ પણ એક્સપર્ટની સલાહ લીધા વગર કરવું જોઈએ નહીં. અર્ધ બદ્ધ પદ્મોત્તાસન માટે ધીમે ધીમે અભ્યાસ વધારો અસુવિધા થાય ત્યારે આ આસનનો અભ્યાસ ન કરો. આ આસન કરતી વખતે ઘુંટણ અથવા ખભાના સાંધા ઉપર વધુ દબાણ ન આપો. દુખાવો થાય ત્યારે ક્યારેય પણ આ યોગાસન ન કરો. તેની સાથે જ વૉર્મઅપ કર્યા વગર આ આસન કરવું નહીં. અહીં આપેલી જાણકારી કોઈ પણ ચિકિત્સા સલાહનો વિકલ્પ નથી આ માત્ર તેમને શિક્ષિત કરવા માટે આપવામાં આવી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment