માત્ર 9 જ મહિનામાં 1 લાખ બની ગયા 58 લાખથી વધુ રૂપિયા, આ સ્ટોક ફક્ત રૂ.140 થી પહોંચી ગયો સીધો 8,168 રૂપિયા પાર… જાણો કંઈ કંપનીએ આપ્યું જંગી વળતર..

આજકાલ શેર બજારમાં સ્ટોકમાં ખુબ જ તેજી જોવા મળી રહી છે. લોકોને અનેક શેર લાખોપતિ બનાવી રહ્યા છે. આથી જેમણે પણ અગાઉ શેર બજારમાં પોતાનું રોકાણ કર્યું છે તેમને આજે લાખોનો ફાયદો થઇ રહ્યો છે. તેનાથી લોકોને 100% થી વધુ રિટર્ન મળી રહ્યું છે. આવા જ એક શેર વિશે આજે અમે તમને વાત કરીશું, જેણે 5,734 ટકા જેટલું રિટર્ન મળ્યું છે.

આ વર્ષે બીએસઇમાં ઘણા એવા સ્ટોક છે જેમણે પોતાના શેરધારકોને બમ્પર રિટર્ન આપ્યું છે. માત્ર એક વર્ષમાં જ આ સ્ટોકની કિંમત કેટલાય ગણી થઈ ગઈ છે. તેમાંથી જ એક છે ઇકેઆઇ એનર્જી સ્ટોક સર્વિસીઝ. ઇકેઆઇ એનર્જી સ્ટોક સર્વિસીઝના સ્ટોકે રોકાણકારોને પાછલા 9 મહિનામાં 5,734 ટકા રિટર્ન આપ્યું છે. આ મલ્ટિબેગર સ્ટોક 7 એપ્રિલ 2021 ના રોજ 140 રૂપિયા હતો, જે 27 ડિસેમ્બર 2021 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં વધીને 8,168.20 રૂપિયા થઈ ગયો છે. જેના કારણે આ શેરના ધારકોને આજે લાખોનું રિટર્ન મળી રહ્યું છે. આ શેરમાં જેણે પણ રોકાણ કર્યું છે તેને સારું એવું રિટર્ન મળ્યું છે.

મોટા ભાગે સત્ર માટે 5% થી ઉપરના સર્કીટમાં ફસાયા પછી, શેર બીએસઇ ઉપર 7,779.25 રૂપિયાના પાછળના બંધની સરખામણીએ 5% વધીને 8,168.20 રૂપિયાએ બંધ થયો. આ વર્ષે એપ્રિલમાં બીએસઇ પર શેર 102 રૂપિયે લિસ્ટ થયો હતો.

9 મહિનામાં રોકાણકારોના 1 લાખ બની ગયા 58 લાખ : આ શેરે માત્ર 9 મહિનાના રોકાણમાં 1 લાખનું રિટર્ન 58 લાખ સુધી આપ્યું છે. 9 મહિના પહેલા ઇકેઆઇ એનર્જી સર્વિસીઝના શેરમાં રોકાણ કરવામાં આવેલા 1 લાખ રૂપિયાની રકમ આજે 58.34 લાખ રૂપિયા થઈ ગઈ. આ દરમિયાન સેન્સેક્સ 2,614 અંક અથવા 5.26 ટકા ચડ્યું છે.

કાલે બીએસઇ પર શેર 5 ટકાના અપર સર્કિટથી 8,168 રૂપિયે પહોંચ્યું છે. ફર્મનું માર્કેટ કૈપ 5,614.82 કરોડ રૂપિયા હતું. છ મહિનામાં ઇકેઆઇ એનર્જી સર્વિસિઝની ભાગીદારી 1,134 ટકા વધી છે. શેર 4.12 ટકાની ઝડપે 8,100 રૂપીયાએ ખૂલ્યા.

જાણો કંપનીનો કારોબાર ? : જો કે આ કંપનીના શેરમાં જેણે રોકાણ કર્યું છે તે એક ખુબ જ મોટી કંપની છે. 2011 માં શરૂ થયેલી ઇકેઆઇ એનર્જી સર્વિસીઝ ભારતમાં કાર્બન ક્રેડિટ ઈન્ડસ્ટ્રીની મોટી કંપનીઓમાંથી એક છે. આ કંપની જળવાયુ સલાહકાર, કાર્બન ક્રેડિટ થ્રેડીંગ, બિઝનેસ એક્સિલેન્સ એડ્વાઇઝરી અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટમાં સેવાઓ પ્રદાન કરે છે. જો કે તેનો મુખ્ય બિઝનેસ કાર્બન ક્રેડિટની થ્રેડીંગ કરવાનો છે.

આમ આજથી 9 મહિના ખરીદવામાં આવેલ આ શેર આજે લાખોનું રિટર્ન આપે છે. આથી શેર ધારકો આજની તારીખમાં લાખોપતિ બની ગયા છે. આથી જો તમે પણ આ શેરમાં પોતાનું રોકાણ કર્યું છે, તો આ દિવસો તમારા માટે સુવર્ણ બરાબર છે. આમ શેર બજાર એક એવો બિઝનેસ છે જેમાં ઘણા લોકોનું ભવિષ્ય બનતું હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment