સુરતમાં કાપડના વેપારીએ કંગનાને સપોર્ટ કરવા બનાવી સાડી, જાણો કેવી રીતે મળે છે આ સાડી.

મહારાષ્ટ્ર સરકાર અને શિવસેનાની સાથે ચાલી રહેલ એક્ટ્રેસ કંગના રનૌતનો વિવાદ આ દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે. ત્યાર બાદ BMC ને હાલમાં જ એક્ટ્રેસને મુંબઈ સ્થિત ઓફિસમાં ખુબ જ તોડફોડ પણ કરી હતી. હવે એક્ટ્રેસને દેશભરના લોકોનું સમર્થન મળી રહ્યું છે, ખાસ કરીને સુરતના કાપડ વેપારીઓ તો ખુબ જ અલગ ઢંગથી કંગના રનૌતને સપોર્ટ કરી રહ્યા છે. તેનો તરીકો જાણીને તમે પણ ચોંકી જશો. માટે આ લેખમાં જાણો કે સુરતના કાપડ વેપારીઓ કેવી રીતે કરી રહ્યા છે કંગના રનૌતને સપોર્ટ.

સુરતને કાપડના શહેર તરીકે જાણવામાં આવે છે એ આપણે બધા જ જાણીએ છીએ. આ કારણે ત્યાંના વેપારીઓએ કંગના કંગના રનૌતના સમર્થનમાં ‘મણિકર્ણિકા’ પ્રિન્ટ વાળી સાડી માર્કેટમાં ઉતારી દીધી છે. જેમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, કાપડના વેપારીઓ કંગના રનૌતને સપોર્ટ કરી રહ્યા છે.

આ વિશે જણાવતા આલિયા ફેબ્રિકસ પ્રીમિયમના છોટુભાઈ અને રજત ડાવરે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર સરકાર જે રીતે એક મહિલા વિરુદ્ધ લડી રહી છે એ ખોટું છે. કંગના રનૌતની અનુપસ્થિતિમાં તેની સંપત્તિ પર તોડફોડ કરવામાં આવી. તેને મુંબઈમાં પગ ન રાખવાની ધમકી આપવામાં આવી. જો કે એ એક અન્યાય છે, પરંતુ આપને તેના સાહસથી પ્રેરિત છીએ. જેની સાથે કંગના રનૌત લડી રહી છે. જ્યારે અમે વિચાર્યું કે, અમે કંગના માટે સમર્થન કેવી  રીતે વ્યક્ત કરવું જોઈએ, આ ભાવનાને લોકો સુધી કેમ પહોંચાડવામાં આવે, ત્યારે અમને એક પ્રિન્ટેડ સાડી બનાવવાનો વિચાર આવ્યો અને અમે એ સાડી બનાવી.’છોટુભાઈ જણાવે છે કે, ‘અમે મણિકર્ણિકા ફિલ્મના કંગના રનૌત પ્રિન્ટની સાથે આ સાડી બનાવી છે. ગ્રાહક પણ અમારા ઉત્પાદનની સરાહના કરી રહ્યા છે. અત્યારે જો કે કોરોનાકાળમાં વ્યાપાર ઓનલાઈન શિફ્ટ થઈ રહ્યો છે. તો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકો પાસે ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે. તેનાથી જાણવા મળશે કે, કંગના રનૌતનું સમર્થન કરવા વાળી કેટલી મહિલાઓ છે.

સુરતના કાપડ ઉદ્યોગમાં વિવાદાસ્પદ પ્રમુખ અભિનેતાઓની પ્રિન્ટ વાળી સાડી પણ પહેલા બનાવી ચુક્યા છે. આ સિવાય વર્ષ 2014 માં ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી, ફિલ્મ બાહુબલી સિવાય કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રિન્ટમાં પણ સાડી જોવા મળી હતી. અને હવે કંગના રનૌતની સાડી બની છે.

Leave a Comment