17 સપ્ટેમ્બરે અમાસના દિવસે બની રહ્યા છે ખાસ યોગ, અચૂક કરવા જોઈએ આ કાર્યો.

મિત્રો 17 સપ્ટેમ્બરના રોજ મિત્રો ઘણા ખાસ યોગ બની રહ્યા છે. આ દિવસે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા, કન્યા સંક્રાંતિ અને વિશ્વકર્મા પૂજા છે. અમાસના દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ વખતે કોરોનાના કારણે કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો, તો ઘરમાં જ નદીઓ અને તીર્થોનું ધ્યાન કરતા સ્નાન કરવું જોઈએ. તો મિત્રો 17 ના રોજ ખાસ યોગ બની રહ્યા છે, તો આ દિવસે અમુક શુભ કાર્યો કરવા જોઈએ. તો આજે અમે એ કાર્યો વિશે જણાવશું.

સર્વપિતૃ મોક્ષ અમાસ : શ્રાદ્ધમાં આવતી અમાસને પિતૃપક્ષની અંતિમ તિથી છે. આ અવસર પર પિતૃ દેવતા માટે ધૂપ-ધ્યાન, પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. તો આ દિવસે અમુક કાર્ય ખાસ કરવા જોઈએ. જેમાં ગાયના છાણના છાણા સળગાવી અને તેના પર ગોળ ઘી નાખીને ધૂપ આપવો જોઈએ. પિતૃઓને શ્રાદ્ધ આપવા સમયે પહેલા આ ધૂપ આપવો જોઈએ.

કન્યા સંક્રાંતિ : સૂર્ય દેવને નવ ગ્રહોના રાજા માનવામાં આવે છે. તો 17 તારીખના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે. તો આ રાશિ પરિવર્તનને કન્યા સંક્રાંતિ કહેવામાં આવે છે. તો આ દિવસે અમુક કાર્ય ખાસ કરવા જોઈએ, જેમાં સવારે વહેલા ઉઠવું જોઈએ, સ્નાન કર્યા બાદ સૂર્ય દેવની વિશેષ પૂજા કરવી જોઈએ, તાંબાના લોટાથી સૂર્ય દેવના અર્ધ્ય અર્પણ કરવું જોઈએ, ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ જે વસ્તુઓ સૂર્ય સંબંધતિ હોય જેમ કે, ગોળ અને તાંબાના વાસણનું દાન કરવું જોઈએ.વિશ્વકર્મા પૂજા : પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પી છે. ભગવાન વિશ્વકર્મા જ દેવતાઓ માટે અસ્ત્ર-શસ્ત્ર, મહેલ અને મંદિરનું નિર્માણ કરે છે. વિશ્વકર્માએ સૃષ્ટિની રચનામાં પણ બ્રહ્માજીની મદદ કરી હતી. આ દિવસ બધા જ શિલ્પકાર, વ્યાપારીઓ, કારીગર, મશીનરી સંબંધિત કામ સાથે જોડાયેલા લોકો માટે ખુબ જ ખાસ હોય છે. તો આ દિવસે વિશ્વકર્મા ભગવાનની પૂજાની સાથે હથિયારોની પણ પૂજા કરવામાં આવે છે. તો આ દિવસ પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.

કરી શકાય આ કાર્યો : અમાસના દિવસે શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચડાવવું જોઈએ અને ऊँ नम: शिवाय મંત્રનો જાપ પણ કરવો જોઈએ. કોઈ તળાવમાં માછલીઓ હોય તો ત્યાં લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઈએ. તેમજ ગૌશાળામાં ધન અને અનાજનું દાન પણ કરવું જોઈએ. તેમજ જરૂરિયાત વાળા લોકોની મદદ પણ કરવી જોઈએ.

Leave a Comment