કોવિડ-19 થી દુનિયાના આ દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ કથળી, જાણો કેવી થઈ છે હાલત.

મિત્રો કોવિડ-19 વૈશ્વિક મહામારીના કારણે દુનિયામાં કંઈ જગ્યા પર ક્યાં કેટલી અસર સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પડી ? તો મિત્રો આ સવાલનો જવાબ જાણવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) એ 105 દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ પર સર્વે કર્યો છે, તો તેમાં જાણવા મળ્યું છે કે, ઓછી અને માધ્યમ આવક વાળા દેશોમાં સૌથી વધુ મુશ્કેલ હાલત રહ્યા. WHO અનુસાર સર્વેમાં શામિલ દેશો અનુસાર સરેરાશ 10 માંથી 9 દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓ ખુબ જ ખરાબ રીતે તૂટી ગઈ છે.

ઓછી આવક વાળા દેશોમાં કેન્સર સ્ક્રીનિંગ, ઈલાજ અને HIV થેરેપી જેવી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સેવાઓ પણ ઠપ થઈ જવાની સ્થિતિ જોવા મળી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું તે અનુસાર, સેવાઓથી જોડાયેલા 25 બિંદુઓના આધાર પર કરવામાં આવેલ સર્વેમાં 50% અવરોધ સ્વાસ્થ્ય સેવાઓમાં જોવા મળ્યા છે. પૂર્વી મેડિટેરેનિયન ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સિસ્ટમ સૌથી વધુ વિખાય ગઈ, પછી આફ્રિકા અને પછી દક્ષિણ પૂર્વી એશિયામાં. યુરોપ અને પશ્વિમી પ્રશાંત ક્ષેત્ર સૌથી ઓછું પ્રભાવિત રહ્યું.

એક ચોથા ભાગમાં જીવન રક્ષા વાળી ઈમરજન્સી સેવાઓ ખુબ જ પ્રભાવિત રહી છે. ઉદાહરણ તરીકે, 24 કલાક ઈમરજન્સી રૂમ સેવાઓના મામલામાં 22% દેશ ખરાબ જોવા મળ્યા. અરજન્ટ લોહી આપવામાં આવતી સેવાઓ 23% દેશોમાં પાછળ રહી ગઈ છે. જ્યારે 19% દેશોમાં ઈમરજન્સી હોવાના કારણે થતી સર્જરી સેવાઓ વિક્ષેપિત રહી. 76% દેશોમાં OPD કેયર પ્રભાવિત રહી, જ્યારે મેડિકલ ઉપકરણો અને સ્વાસ્થ્ય પ્રોડક્ટ્સની સપ્લાય મોટાભાગના દેશોમાં વિક્ષેપિત રહી.ઘણી જગ્યાઓ બંધ હોવાના કારણે સેવાઓ જ બંધ રહી. ભારતમાં પણ ક્રિટીકલ OPD સેવાઓ પણ બંધ રહી. ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનના દર્દીઓ માટે સ્થિતિઓ ખુબ જ મુશ્કેલ રહી હતી. અસ્થમા, શ્વાસ રોગો, ટીબી સંબંધી સેવાઓની સિસ્ટમ એપ્રિલમાં 60% સુધી તૂટી ગયેલી જોવા મળી. 63% સુધી લેબ ટેસ્ટ ઓછા થયા અને HIV ટેસ્ટોની પ્રક્રિયામાં પણ 65% સુધીનો ઘટાડો આવ્યો.

કોવિડ-19 થી પ્રભાવિત સ્વાસ્થ્ય સેવાઓની સૌથી વધુ અસર ટીકાકરણ કાર્યક્રમો પર પડી. ભારતમાં ટીબીથી બચાવવા વાળા BCG ટીકા લગભગ દસ લાખ બાળકોને ન આપી શક્યા. 6 લાખ બાળકોને ઓરલ પોલિયો ડ્રોપ ન આપી શક્યા. 69% બાળકોને રોટાવાયરસ વેક્સિન અને 72% ને મીજલ્સ, મમ્પ્સ, રૂબેલા વેક્સિન ન આપી શક્યા. મેનિનજાઈટીસ, નિમોનિયા, ટીટેનેસ, હેપેટાઈટીસ અને ડિપ્થીરિયા જેવા રોગોથી બચાવવા વાળી વેક્સિન આપવામાં 68% ની ગિરાવટ માત્ર ભારતમાં જ દર્જ થઈ છે. માટે ભારત સહિત લગભગ દુનિયાના ઘણા દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે.

Leave a Comment