જો આ બેંકમાં તમારું ખાતું હોય તો આ નિયમને અત્યારે જ જાણો, સરકારે લીધો મહત્વનો નિર્ણય.

મિત્રો જેવી રીતે સરકારી અબે પ્રાઈવેટ બેંકને RBI રેગ્યુલેટ કરે છે એ રીતે હવે સહકારી બેંકો પર પણ RBI નજર રાખશે. દેશમાં 1482 શહેરી સહકારી બેંક અને 58 મલ્ટી ટેસ્ટ કો-ઓપરેટીવ બેંક છે. કુલ મળીને બધા જ 1540 સહકારી બેંક RBI ના સીધા રેગ્યુલેશનમાં આવી ગઈ છે.

જાણકારોનું કહેવું છે કે, આ નિર્ણય ગ્રાહકોના હિતમાં છે, કેમ કે જો કોઈ બેંક ડિફોલ્ટ કરે છે તો બેંકમાં જમા 5 લાખ રૂપિયા સુધીની રકમ પૂરી રીતે સુરક્ષિત છે. કીએમ કે આર્થિક મંત્રીએ 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ જારી કરવામાં આવેલ બજેટમાં તેને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરી દીધી છે. જો કોઈ બેંક ડૂબી જાય અથવા તો દેવાળું નીકળે તો તેના જમાકર્તાઓને વધુ 5 લાખ રૂપિયા મળશે, પછી તેના ખાતામાં ગમે એટલી રકમ હોય, પણ 5 લાખ રૂપિયા જ રકમ મળે છે. ભારતીય રિઝર્વ બેંકની સબસિડીયરી ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન(DICGC) અનુસાર, વીમા કંપનીનો મતલબ પણ આ છે કે, જમાકર્તાની ગમે એટલી રકમ હોય પણ ગ્રાહકોને 5 લાખ રૂપિયા મળશે.

DICGC એક્ટ, 1961 ની ધારા 16(1) ના નિયમો હેઠળ, જો કોઈ બેંક ડૂબી જાય, અથવા દેવાળું કાઢે તો DICGC ના દરેક જમાકર્તાઓને ચુકવવા માટે જવાબદાર રહેશે. તેની જમા રકમ પર 5 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે.તમારી એક જ બેંકની ઘણી અલગ અલગ બ્રાંચમાં ખાતા હોય તો બધા જ ખાતામાં જમા રકમ અને વ્યાજ સાથે જોડવામાં આવશે અને માત્ર 5 લાખ સુધી જમા રકમને સુરક્ષિત માનવામાં આવશે. એટલું જ નહિ, જો તમારા કોઈ પણ બેંકમાં એક કરતા વધારે એકાઉન્ટ અને FD છે તો આ બેંકના ડિફોલ્ટ થવા અથવા ડૂબ્યા બાદ તમને એક લાખ રૂપિયા મળવાની જ ગેરેંટી છે. આ રકમ કંઈ રીતે મળશે એ ગાઈડલાઈન્સ DICGC નક્કી કરે છે.

તો જાણકારોનું કહેવું છે કે, આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો એ થશે કે જનતામાં એવો સંદેશો જશે કે તેના પૈસા સુરક્ષિત છે. રિઝર્વ બેંક સુનિશ્ચિત કરશે કે કો-ઓપરેટીવ બેંકોના પૈસા ક્યાં ક્ષેત્ર માટે ફાળવવા જોઈએ. તેને પ્રાયોરીટી લેન્ડિંગ પણ કહેવામાં આવે છે.

આ બેંકો રિઝર્વને આધીન હોવાના કારણે હવે તેને પણ RBI ના નિયમો માનવા પડશે. તેનાથી દેશનું આર્થિક નીતિને સફળ બનાવવામાં આસાની થશે. સાથે જ આ બેંકોને પણ પોતાની પુંજી RBI ની પાસે રાખવી પડશે. તેવામાં બેંકની ડૂબવાની આશંકા પણ ઓછી થઈ જશે. સરકારના આ નિર્ણયથી જનતાનો આ વિશ્વાસ દેશની કો-ઓપરેટીવ બેંકોમાં વધશે અને બેંકોની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ તક મળશે.

Leave a Comment