ફિટનેસ માટે અક્ષય કુમાર પિવે છે રોજ ગૌમૂત્ર, જાણો તેના અદ્દભુત ફાયદાઓ વિશે.

મિત્રો આપણા હિંદુ ધર્મમાં ગાયના પશુ કરતા વધુ માતાનો દરરજો આપવામાં આવ્યો છે. તો ગાય દ્વારા જે પદાર્થ આપવામાં આવે છે તે દરેક વસ્તુ કોઈને કોઈ રીતે આપણને ઉપયોગી નીવડે છે. તો હાલમાં જ અક્ષય કુમારે પણ ગૌમુત્રને લઈને ખાસ વાત જણાવી છે. તો આજે અમે તમને ગૌમૂત્રના અમુક વિશેષ ગુણ અને અક્ષય કુમારે ગૌમૂત્ર વિશે શું જણાવ્યું તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

અક્ષય કુમાર બેશક બોલીવુડના સૌથી ફિટ અભિનેતાઓ માંથી એક છે. ફિટનેસ માટે તેઓ નિયમિત રીતે સ્ટ્રીક્ટ ડાયટ અને કસરત પણ કરે છે અને હંમેશા સ્વસ્થ જીવન શૈલીની આદતને અપનાવવાની આદતને લઈને ખુબ જ જાગૃત અને આગળ રહે છે. હાલમાં જ એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે વાઈલ્ડલાઈફ એડવેન્ચર બિયર ગ્રીલ્સની સાથે પોતાની ફિટનેસનો ખુલાસો કરતા જણાવ્યું કે, તે દરરોજ ગૌમૂત્રનું સેવન કરે છે.

મિત્રો આમ પણ ગૌમૂત્રને આપણા આયુર્વેદમાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલી અનુસાર, ગૌમૂત્ર ઘણા બધા ખનિજોનો એક પ્રાકૃતિક સ્ત્રોત છે અને ગૌમૂત્રના દૈનિક સેવનથી શરીરને વિભિન્ન પોષકતત્વોની કમીને દુર કરવામાં મદદરૂપ થાય છે. તેમજ ઘણા બધા ગૌમૂત્રના ફાયદા છે.

https://www.instagram.com/tv/CE80urupejq/?utm_source=ig_embed

મિત્રો ગૌમુત્રને લઈને એવો દાવો કરવામાં આવે છે કે, ગૌમૂત્રથી કૃષ્ઠ રોગ, પેટમાં દુઃખાવો, પેટ ફૂલવું અને ત્યાં સુધી કે કેન્સરના ઈલાજમાં પણ મદદ મળે છે. ગૌમૂત્રનો ઉપયોગ કાળા મરી, દહીં અને ઘીની સાથે મિક્સ કરીને તાવના ઉપાયમાં ઉપયોગમાં લેવાય છે. એનેમિયાના દર્દીનો ઉપચાર કરવા માટે ગૌમૂત્ર, ત્રિફળા અને ગાયના દૂધ મિક્સ કરી દેવામાં આવે છે.

ગૌમૂત્રને પેક્ટિક અલ્સર, અસ્થમા અને અમુક લીવરની બીમારીઓમાં પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાઈ આવતી હય તો તેના ઈલાજ માટે ગૌમૂત્ર અને ધૌહિદ્રાનું મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.

ગૌમૂત્ર શરીરના બધા જ વિષાક્ત પદાર્થોને પણ બહાર કાઢવામાં સહાયક છે. જેમાં ડાયાબિટીસ, મોટાપણું, ઉચ્ચ રક્તચાપ વગેરેનો ખતરો ખુબ જ ઓછો થઈ જાય છે. આ સિવાય ગૌમૂત્રનો ઉપયોગ સ્પ્રેના રૂપમાં કીટાણુંને નિયંત્રણ માટે ઘરોમાં અને કૃષિમાં પણ કરવામાં આવે છે.

Leave a Comment