આરોપીને એવી સજા મળી કે પોલીસ સ્ટેશન દુલ્હનની જેમ શણગાર્યું, જાણો કેમ ?

મિત્રો તમને શું લાગે છે, એક રેપના આરોપીને ફાંસીની સજા થવી જોઈએ કે નહિ ? આજના સમયમાં વધતા જતા રેપ કેસના મામલે એવું કહી શકાય કે, રેપના આરોપીને ફાંસીની સજા જ મળવી જોઈએ. જો ફાંસીની સજા આપવામાં આવે તો જ રેપિસ્ટને પોતાનો ગુન્હો સમજાય અને અને તેના દ્વારા બીજા રેપિસ્ટને પણ રેપ કરતા પહેલાં સૌ વખત વિચાર આવે. તો એવો જ એક કેસ સામે આવ્યો છે, જેમાં એક રેપ આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. 

આ ઘટના છે મહારાષ્ટ્રના બુલઢાંણા ક્ષેત્રની. જ્યાં એક વર્ષ પહેલાં એક માસુમની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે આ કેસના બે આરોપીને ફાંસીની સજા બુલઢાંણા વિશેષ જીલ્લા અને સત્ર ન્યાયાલયએ ફરમાવી હતી. આ મહત્વના નિર્ણય બાદ ચીખલી પોલીસ સ્ટેશનના કર્મીઓ એ પોલીસ સ્ટેશનને એક દુલ્હનની જેમ શણગારયુ હતું અને ફટાકડા પણ ફોડ્યા હતા. 

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ચીખલી શહેરમાં 26 અપ્રિલ 2019 માં બે આરોપી એ એક નવ વર્ષની માસુમ સાથે આ હેવાનિયત ભરેલું કુકર્મ કર્યું હતું. માસુમ પોતાના માતા-પિતા સુતી હતી, ત્યારે બે માણસો તેને ઉઠાવી ગયા અને એક સુમસાન જગ્યા પર લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો હતો. આમ માસુમના પિતાની શિકાયત પર આ બન્ને આરોપી સાગર વિશ્વનાથ બોરકર અને નીખીલ શિવાજી ગોલાઈત વિરુદ્ધ રેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આ મામલે આખા શહેરના લોકોમાં ખુબ જ ગુસ્સો હતો. ચીખલી શહેરમાં લોકોએ આરોપીને પકડવા માટે જગ્યા-જગ્યાએ મોરચાઓ કાઢ્યા હતા અને એક દિવસ માટે આખું શહેર પણ બંધ રાખ્યું હતું. 

આ મામલે જ્યારે આ કેસની અંતિમ સુનવાઈ હતી, ત્યારે પોલીસનું ખુબ સખત બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું. જ્યારે અંતિમ સુનવાઈમાં બંને આરોપીને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. આ ઘટના પછી જે મહિલા\કર્મીએ આ માસુમનું મેડિકલ કર્યું તેણે જણાવતા એમ કહ્યું કે, આ પીડિત માસુમના બે મોટા ઓપરેશન કરવામાં આવ્યા છે. મહિલા પોલીસકર્મી એમ કહે છે કે, આવી ઘટના કોઈ પણ સાથે ન થવી જોઈએ. 

આ સિવાય જ્યારે ચીખલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, માસુમની માતાનું માનસિક સંતુલન ઠીક નથી. ચીખલી પોલીસના બધા જ કર્મીઓએ પોતાને બનતી દરેક મદદ પીડિતાના પરિવારની કરી છે. જ્યારે ન્યાયાલય દ્વારા આરોપીને ફાંસીની સજા કરવામાં આવી ત્યારે ચીખલી પોલીસ સ્ટેશના કર્મીઓએ પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ શણગાર કર્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ભારતના ઇતિહાસમાં આ પહેલું એવું પોલીસ સ્ટેશન હશે જ્યાં આરોપીને સજા બાદ આખા પોલીસ સ્ટેશનને લાઈટથી શણગારવામાં આવ્યું અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા. 

Leave a Comment