આવી રહી છે પ્રભાસની એક શાનદાર ફિલ્મ, જાણો ખુદ પ્રભાસે આપી માહિતી.

મિત્રો હાલ ઘણા સમયથી કોરોના વાયરસના કારણે કામકાજ અને અન્ય ઘણી રીતે અટવાય ગયા છે. પરંતુ હવે ધીમે ધીમે લોકો કામકાજ તરફ ફરી આગળ વધી રહ્યા છે. તો તેવામાં ફિલ્મ જગતમાં પણ ચમકારો જોવા મળી રહ્યો છે. તો આ સમયે પ્રભાસની એક બાદ એક શાનદાર ફિલ્મો બનવા જઈ રહી છે. તો આજે આ લેખમાં અમે તમને પ્રભાસની આવનાર ફિલ્મ વિશે જણાવશું. જે ફિલ્મ ખુબ જ શાનદાર બનવા જઈ રહી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

મિત્રો બાહુબલી ફિલ્મના હીરો એટલે કે પ્રભાસને એક નવો પ્રોજેક્ટ મળ્યો છે જેનું તેણે એલાન કર્યું છે. તેની એક નવી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે આદિપુરુષ. એ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમણે આ પહેલા અજય દેવગનની ફિલ્મ તાનાજી ડાયરેક્ટ કરી હતી. તો પ્રભાસ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મના પહેલા પોસ્ટરને શેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 3D એક્શન ડ્રામા હશે. તેને આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. એવું જાણવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2022 માં રિલીઝ થશે. 

https://www.instagram.com/p/CEAzfr8Jpyp/?utm_source=ig_embed

ઇન્સ્ટાગ્રામ પર આદિપુરુષ મુવીનું પોસ્ટર શેર કરતા પ્રભાસે જણાવ્યું હતું કે, બુરાઈ ઉપર સારપને સેલિબ્રેટ કરતા. આ ફિલ્મમાં પ્રભાસ આદિપુરુષનો રોલ નિભાવશે. જો કે પ્રભાસના લુકને કોઈ પણ ખુલાસો હજુ સુધી નથી થયો. પ્રભાસની આ ફિલ્મનું અનાઉસમેન્ટ મંગળવારના રોજ સવારે 7 વાગીને 11 મિનીટ પર કર્યું હતું. પ્રભાસે ગઈ રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો કરીને પોતાના નવા પ્રોજેક્ટના અનાઉસમેન્ટને લઈને હિંટ આપી હતી. 

પ્રભાસની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. તેની દીપિકા પાદુકોણ સાથે પણ એક ફિલ્મ આવવાની છે. તે ફિલ્મને નાગ અશ્વિન ડાયરેક્ટ કરી કરશે. પ્રભાસ અને દીપિકા પાદુકોણની જોડી પરદા પર જોવા મળશે. દીપિકાની સાથે પ્રભાસની ફિલ્મનું ટાઈટલ શું છે તેનો હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો. 

https://www.instagram.com/p/CD_jO3GJu_Q/?utm_source=ig_embed

બીજી બાજુ, પ્રભાસની અપકમિંગ ફિલ્મનું નામ રાધે શ્યામ છે. જેમાં પ્રભાસ પૂજા હેગડેની સાથે નજર આવશે. તે ફિલ્મને રાધા કૃષ્ણ કુમારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મને લઈને પ્રભાસના ફેંસ પણ ખુબ જ ઉત્સાહિત છે. જો કે પ્રભાસની છેલ્લી ફિલ્મ સાહો રિલીઝ થઈ હતી. જેને ક્રિટીક્સનો ખાસ રિસ્પોન્સ મળ્યો ન હતો. તેમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂરે કામ કર્યું હતું. 

Leave a Comment