વાતાવરણમાં પ્રદૂષણ, કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ અને મસાલેદાર ખાણીપીણીના કારણે વાળ શુષ્ક, નિસ્તેજ અને નિર્જીવ બની જાય છે. ઉનાળાની ઋતુમાં વાળ વધુ માવજત માંગી લે છે. વાળની સમસ્યાઓ દૂર કરવા માટે લીચી અત્યંત અસરકારક ફળ છે. ઉનાળા ની ઋતુનુ આગમન થયા બાદ મનપસંદ ફળોના લિસ્ટમાં કેરી બાદ બીજું નામ લીચીનું જ આવે છે. ઉનાળાની ઋતુમાં લીચીનું સેવન ઘણું સામાન્ય છે. હેલ્ધી રહેવા માટે ઉનાળામાં અનેક લોકો લીચી ખાવાનું પસંદ કરે છે.
આ ફળ જેટલું હેલ્ધી છે એટલું જ ટેસ્ટી પણ છે. તેથી અનેક લોકોનું આ મનપસંદ ફળ છે. ઉનાળામાં અનેક મહિલાઓ સ્કિન કેર માટે પણ લીચી નો ઉપયોગ કરે છે. લીચી નો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે સાથે વાળની દેખભાળ કરવા માટે પણ અસરકારક ઘરગથ્થું ઉપચાર છે. રોજિંદા જીવનમાં લીચી ને હેર કેર નો હિસ્સો બનાવી ને તમે ઉનાળામાં વાળથી જોડાયેલી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
ઉનાળામાં પાણી ના સોર્સ રૂપ લીચીમાં અનેક વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. એવામાં લીચી નું સેવન જ્યાં શરીરમાં પાણીની કમી ને પૂરી કરે છે તો બોડીને હાયડ્રેટ રાખવામાં પણ અસરકારક છે. જો તમે ઈચ્છો તો વાળને સિલ્કી અને શાઈની બનાવવા માટે લીચી નો ઉપયોગ કરી શકો છો. વાળ માટે લીચીનો હેર માસ્ક અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ લીચી ના હેર માસ્ક બનાવવાની રીત અને તેના ફાયદા વિશે.
લીચી નો હેર માસ્ક બનાવવાની રીત:- લીચી નો હેર માસ્ક બનાવવા માટે સાત થી આઠ લીચીને છોલીને બીજ અલગ કરી દો. હવે એક બાઉલમાં લીચીનો રસ કાઢો. હવે તેમાં બે ચમચી એલોવેરા જેલ એડ કરીને સરસ રીતે મેળવો. હવે આ મિક્સચર ને વાળમાં અને સ્કેલ્પ પર લગાવો. સ્કેલ્પ ની હળવી મસાજ કરીને થોડીવાર માટે તેને સૂકાવા દો. એક કલાક પછી કેમિકલ ફ્રી માઇલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લો. આવો હવે જાણીએ લીચી ના હેર માસ્ક લગાવવાના ફાયદા.
1) વાળની સફાઈ:- ગરમીમાં ધૂળ અને પરસેવાના કારણે વાળ ગંદા અને ડેમેજ થઈ જાય છે. એવા માં લીચી નો હેર માસ્ક વાળ અને સ્કેલ્પ ને ગંદકી થી મુક્ત કરીને ડેમેજ વાળને રીપેર કરવાનું કામ કરે છે.
2) ઝડપી હેર ગ્રોથ માટે:- લીચી નો હેર માસ્ક લગાવીને વાળનો ગ્રોથ ઝડપથી થવા લાગે છે. લીચી વાળને જરૂરી પોષણ આપીને વાળને લાંબા બનાવવા માં મદદરૂપ થાય છે.
3) જાડા વાળ બનાવવામાં:- લીચી નો હેર માસ્ક વાળને લાંબા બનાવવા ની સાથે સાથે જાડા બનાવવામાં પણ અસરકારક ઉપચાર છે. નિયમિત રૂપે હેર કેર રૂટીન માં લીચીનો હેર માસ્ક લગાવવાથી તમારા વાળ ધીરે ધીરે લાંબા અને જાડા થવા લાગશે.
4) વાળ ખરતા અટકાવે:- જો તમે વાળ ખરવાથી પરેશાન હોવ તો લીચીનો હેર માસ્ક તમારી સમસ્યાને ચપટીમાં દૂર કરી દેશે. લીચી નો હેર માસ્ક વાળને જડથી મજબૂત બનાવીને હેર ફોલ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
5) વાળને મુલાયમ બનાવે:- લીચી વાળ માટે નેચરલ કંડીશનરનું કામ કરે છે. ખાસ કરીને ઉનાળામાં લીચીનો હેર માસ્ક લગાવવાથી વાળ ની ડ્રાયનેસ દૂર થાય છે અને વાળ કુદરતી રીતે મુલાયમ બને છે.
6) વાળ માં આવી જશે ચમક:- વાળને શાઈની બનાવવા માટે તમે લીચીનો હેર માસ્ક ટ્રાય કરી શકો છો. લીચીમાં હાજર વિટામિન સહિત અન્ય પોષક તત્વો વાળને કુદરતી કલર આપીને વાળને ચમકદાર બનાવવામાં સહાયક બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી