મિત્રો આપણને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક નાની મોટી સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાના ઉપચાર રૂપે આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાનું સેવન લોકો અલગ-અલગ પ્રકારે કરે છે. આમળા ખાવા થી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે. આમળા દરેક ઋતુમાં નથી મળતા માટે સૂકા આમળાનું પણ દરરોજ સેવન કરી શકાય છે. પરંતુ શું તમે ક્યારેય સુકા આમળા ખાધા છે? સુકા આમળાના પણ અનેક ફાયદા છે. સૂકા આમળા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આમળા આપણા વાળની માવજત તો કરે જ છે સાથે સાથે આપણા સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે.
આયુર્વેદમાં આમળાને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. આ વિટામિન સી નો સૌથી સારો સ્ત્રોત છે. 100 ગ્રામ આમળા માં લગભગ 900 મિલિગ્રામ વિટામીન સી કે એસ્કોર્બિક એસિડ ઉપલબ્ધ થાય છે. આમ તો જે વસ્તુઓમાં વિટામિન સી હોય છે તેને ગરમ કરવાથી તેનો ગુણ નાશ પામે છે. જ્યારે આમળામાં ખાસ વાત એ છે કે ગરમ કરવા કે તેને સુકવ્યા પછી પણ વિટામીન સી નો ગુણ એવો ને એવો જ રહે છે.
આમળા ને સુકવીને રાખવાથી વધુ દિવસ સુધી સુરક્ષિત રાખી શકાય છે. આમળામાં પ્રાપ્ત થતું ક્રોમિયમ નામનું તત્વ ડાયાબીટીસ માટે અત્યંત ફાયદાકારક છે. સાથે જ આના સેવનથી વિટામિન સી અને બીજા પોષક તત્વોની પણ શરીરમાં પૂરતી કરી શકાય છે. સૂકા આમળા આપણા સ્વાસ્થ્ય અને ત્વચાની સાથે વાળ માટે પણ અત્યંત ફાયદાકારક છે. સૂકા આમળા નો ઉપયોગ સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરી શકાય છે. આવો સૂકા આમળા આપણા સ્વાસ્થ્ય માટે કયા કયા ફાયદા પહોંચાડે છે તે જાણીએ.
1) ઈમ્યુનિટી:- આમળામાં વિટામિન સી, એ, ફાયટોનુટ્રીએંન્ટ્સ ની સાથે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.આમળામાં સુકાયા બાદ પણ આ ગુણો જળવાઈ રહે છે. આ બધાં જ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યૂનિટીને મજબૂતી આપવામાં સહાયકારી છે.2) પેટના દુખાવા:- સૂકા આમળા ખાવાથી પેટના દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે. સૂકા આમળા થી પેટનો દુખાવો, પેટમાં બળતરા અને કળતર ની પરેશાની દૂર કરી શકાય છે. વળી સૂકા આમળા પોલીફીનોલ નામના એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે જે પેટના ટોક્સિન્સ ને એટલે કે પેટના ઝેરીલા તત્વો ને દૂર કરે છે. આ રીતે પેટના દુખાવામાં રાહત આપવા માટે આમળા અસરકારક છે.
3) પ્રેગનેન્સીમાં ઉલટીની પરેશાની:- જો તમને ઊલટી જેવું મહેસૂસ થઇ રહ્યું હોય તો તમારા મોઢામાં થોડા સમય માટે સૂકું આમળું રાખીને તેને ચૂસવું. આનાથી ઉબકાની સમસ્યામાં પણ રાહત મળે છે. પ્રેગ્નેન્સીની શરૂઆતમાં મહિલાઓને ખૂબ જ ઉલટી નો સામનો કરવો પડે છે. આવામાં સૂકા આમળાનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક બને છે. આના સેવનથી આમળામાં હાજર વિટામિન અને અન્ય પોષક તત્વ પણ માતાના શરીરને મળે છે.4) આંખોની રોશની વધારે:- સૂકા આમળા વિટામીન એ અને વિટામિન સી થી ભરપૂર હોય છે જે આંખો ની રોશની વધારવા માટે લાભકારી છે અને તેને સ્વસ્થ બનાવી રાખવા માટે જરૂરી છે. તેથી, દરરોજ સૂકું આમળુ ખાવાથી આંખોની રોશની વધારવામાં અત્યંત લાભદાયક છે.
5) મોંઢાની દુર્ગંધથી છુટકારો:- સૂકા આમળાંમાં હાજર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ મોઢાના બેક્ટેરિયાને વિકસતા અટકાવે છે. સાથે જ સૂકા આમળાનું સેવન કરવાથી મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યાને દૂર કરે છે. મોઢામાં દુર્ગંધ આવવા પર આમળા ને ધીમે ધીમે ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. એ વાતનું ધ્યાન રાખવું કે કાચા આમળાને વધારે સમય સુધી મોઢામાં રાખવાથી દાંતને નુકસાન પહોંચી શકે છે.
6) એસિડિટીમાં રાહત:- સુકા આમળાના સેવનથી એસિડિટી ના લક્ષણો માં તૈયારીમાં જ રાહત મળી શકે છે. મસાલેદાર, તળેલું ખાવાનું ખાધા પછી પેટ અને છાતીમાં બળતરા દૂર કરવા તથા અપચાને દૂર કરવા માટે તમે સૂકા આમળાનું સેવન કરી શકો છો. સૂકા આમળા દ્વારા એસીડીટીની સમસ્યાથી તૈયારી માં રાહત મળે છે કારણકે આમળા પોતે એસિડિક ગુણથી ભરપૂર છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી