હોસ્પિટલનું બીલ ચુકવવા આ બેંક આપી રહી છે 40 લાખ રૂપિયા, જાણો કેટલી સરળ છે પ્રોસેસ.

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક એચ.ડી.એફ.સી. (HDFC Bank) એ કોરોના સંકટની વચ્ચે ઍપોલો હોસ્પિટલની સાથે મળીને તેના ગ્રાહકો માટે ‘ધી હેલ્ધી લાઈફ પ્રોગ્રામ’ (The Healthy Life Programme) શરૂ કર્યો છે. એ હેઠળ બેંક હોસ્પિટલનું બિલ ચુકવવા માટે ગ્રાહકોને 40 લાખ સુધીની અનસિક્યોર્ડ પર્સનલ લોન (Unsecured Loan) આપી રહી છે. આ પર્સનલ લોન એપ્લાઇ કર્યાની 10 સેકન્ડની અંદર ગ્રાહકના બેંક એકાઉન્ટમાં આવી જશે. બેંકે તેના ગ્રાહકો માટે ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડ પર નો-કોસ્ટ EMI ની પણ ઓફર આપી છે.

આ પ્રોગ્રામમાં લાઈફકેરની સાથે આ ટ્રીટમેન્ટને પણ સામેલ કરવામાં આવશે : HDFC બેંકના CEO અને MD આદિત્ય પુરીએ કહ્યું કે, આ લોન ગ્રાહકોને જરૂરિયાત થવા પર તાત્કાલિક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર (DBT) કરી આપવામાં આવશે. આ પ્રોગ્રામની હેઠળ લાઈફકેર ફાઈનાન્સની સાથે સરળ હપ્તા પર આંખ, ડેન્ટલ કેર, મેટરનિટી અને IVF ને પણ સામેલ કરવામાં આવશે. ક્રેડિટ કાર્ડ (Credit Card) ની સુવિધાની સાથે કાર્ડ પર EMI, અને ખર્ચ પર આધારિત સુવિધાઓ પણ છે.

ઍપોલોની એક્ઝીક્યુટીવ વાઈસ-ચેયરપર્સન શોબના કામિનેની એ કહ્યું કે, આ પ્રોગમાંથી HDFC બેંકના 6.5 કરોડ કસ્ટમર્સને તેનો લાભ મળશે. આ પ્રોગ્રામ એક કન્સોલિડેટેડ હેલ્થકેર સોલ્યુશન છે. જે અપોલોના ડિઝીટલ પ્લેટફોર્મ અપોલો 24/7 પર સુવિધાઓ આપે છે. આ પ્રોગ્રામ વિશેષ રીતે HDFC બેંકના ગ્રાહકો માટે બનાવવામાં આવ્યો છે, જે અપોલો 24/7 પર ઈમરજન્સી અપોલો ડોક્ટર સુધી દરેક સમયે પહોંચી શકે છે.તે સાથે જ એચ.ડી.એફ.સી. બેંકના કસ્ટમર્સને આ પ્રોગ્રામ હેઠળ કેટલાક બેનિફીટ્સ પણ મળશે. તેમાં ચુકવણી વિકલ્પોની પસંદગી અને તમામ ઍપોલો હોસ્પિટલમાં સારવાર માટે સરળ ફાઇનાન્સની સુવિધા પણ સામેલ છે. ત્યાં જ કોઈ પણ સમયે ઍપોલો ડોક્ટરને કોલની સર્વિસ પણ મફત મળશે. પહેલા વર્ષ માટે ઍપોલો મેમ્બરશિપ પણ મળશે. તેના સિવાય ઍપોલો 24/7 પર ક્રોનિક કેર સુવિધા પણ ઉપલબ્ધ હશે.

ઍપોલો 24/7 પર દવાઓની હોમ ડિલીવરી, મેમ્બરશિપ ડિસ્કાઉન્ટ પણ છે : ઍપોલો 24/7 પર દવાઓની હોમ ડિલીવરીની સાથે મેમ્બરશિપ ડિસ્કાઉન્ટ પણ છે. વોટ્સએપ બેસ્ડ concierge સર્વિસેઝ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. એચ.ડી.એફ.સી. ગ્રાહકોને આ પ્રોગ્રામ હેઠળ હેલ્થ ચેકઅપ બેનિફીટ પણ મળશે. મેડિકલ ઈમરજન્સી અથવા સ્વાસ્થ્ય જાળવવા માટેના બે સૌથી મોટા પડકારો મોટા સ્તર પર વિશ્વસનીય ગુણવત્તાની સાથે હેલ્થકેર અને સરળ ફાઇનાન્સ ઉપલબ્ધ પણ થશે. આ બંને સાથે આવવાથી લોકોને પણ મોટો ફાયદો થશે. ઍપોલો હોસ્પિટલના પ્રમાણે લગભગ 40%  ભારતીય ઍપોલો ફાર્મસીમાંથી 30 મિનીટની દુરી પર છે. ત્યાં જ દેશના 85% જીલ્લામાં એચ.ડી.એફ.સી. બેંકની બ્રાંચ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment