માત્ર એક જ વાર પૈસા ભરો અને દર મહીને મેળવો 36 હજાર રૂપિયા ! જાણો તેના માટે શું કરવું પડે છે.

દેશની સૌથી મોટી અને વિશ્વાસપાત્ર વીમા કંપની એટલે કે ભારતીય જીવન વીમા નિગમ(LIC) એ પોતાની એક ખુબ જ જાણીતી વીમા પોલિસી જીવન અક્ષય પોલિસીને બંધ કરી દીધી હતી. પરંતુ હવે ફરી એકવાર આ પોલિસીને શરૂ કરવામાં આવી રહી છે. એલઆઇસી જીવન અક્ષય પોલિસી (LIC Jeevan Akshay Policy) હેઠળ પોલિસી ધારકે ફક્ત એક વખત પ્રીમિયમ ભર્યા બાદ જીવનભર તેના પેન્શનનો લાભ લઈ શકો છો.

વધારે રોકાણ કરવાની કોઈ સીમા નથી : જીવન અક્ષય પોલિસી સિંગલ પ્રીમિયમ નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેન્ટિગ અને પર્સનલ એન્યૂટી પ્લાન છે. તેમા ઓછામાં ઓછા 1,00,000 રૂપિયાનું રોકાણ કરી પોલિસી શરૂ કરી શકાય છે. આ પોલિસીમાં વધારેમાં વધારે રોકાણ કરવા માટેની કોઈ રીત નથી.

જો કોઈ વ્યક્તિ આ પોલિસીમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયા રોકો છો તો તમને 12,000 રૂપિયા વર્ષે પેન્શન પેટે મળશે. એટલે કે તેનો અર્થ એ છે કે, એક વખતમાં એક લાખ રૂપિયા દર વર્ષે 12,000 રૂપિયામાં પેન્શનના રૂપમાં મળશે. ઓછામાં ઓછી રકમ ભરવાની રકમની કોઈ સીમા ન હોવાના કારણે પોલિસી ધારક તેમાં પોતાની ઇચ્છાનુસાર કેટલું પણ રોકાણ કરી શકો છો. પેન્શનની રકમ રોકાણની રમક પર જ નિર્ભર રહેશે.શું છે યોગ્યતા ? : યોગ્યતાની વાત કરીએ તો, આ પોલિસીને 35 વર્ષથી લઈને 85 વર્ષના કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ ઉપરાંત દિવ્યાંગ લોકો પણ આ પોલિસીનો લાભ લઈ શકે છે. આ પોલિસીની એક ખાસિયત છે કે, પેન્શનની રકમ કંઈ રીતે પ્રાપ્ત કરવી છે, તે માટે 10 વિકલ્પ આપવામાં આવ્યા છે.

કેવી રીતે મળશે મહિને 36 હજાર રૂપિયા પેન્શન ? : જીવન અક્ષય પોલિસીના Annuity payable for life at a uniform rate નો વિકલ્પ પસંદ કરી આ પોલિસીમાં એક સારું રોકાણ કરીને તમે દર મહિને 36 હજાર રૂપિયા પેન્શન મેળવી શકો છો. ઉદાહરણ તરીકે જો કોઈ 45 વર્ષની વ્યક્તિ આ પ્લાનને પસંદ કરે છે, અને તેની સાથે જ તે 70,00,000 રૂપિયાના સમ એશ્યોર્ડ વિકલ્પ પસંદ કરે છે. તો તેને 71,26,000 રૂપિયાની પ્રીમિયમનું એક સાથે પૈસા ભરવાના રહશે. આ રોકાણ બાદ પ્રતિ મહિને 36,429 રૂપિયા પેન્શન મળશે. જો કે, મૃત્યુ બાદ આ પેન્શન બંધ થઈ જશે. LIC ની આ જીવન અક્ષય પોલિલીમાં આ પ્રકારના અનેક પ્લાન છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment