ટ્રાન્સજેન્ડર સપોર્ટમાં આવ્યા ખેલાડી કુમાર ! ઇમોશનલ વીડિયો શેર કરી લોકોને કહ્યું કે, હવે….

ટૂંક સમયમાં જ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ 9 નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર રિલિઝ થવા જઈ રહી છે. આ હોરર કોમેડી ફિલ્મની દર્શકો ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળશે. આ ભૂમિકામાં અક્ષયને જોવા માટે તેમના ચાહકો આતુરતાથી ફિલ્મ રિલિઝ થવાની રાહ જોઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં અક્ષયની સાથે મુખ્ય ભૂમિકામાં કિયારા અડવાણી જોવા મળશે.

ફિલ્મ રિલિઝ થવાને ગણતરીનાં જ દિવસો બાકી છે ત્યારે અક્ષય કુમારે એક વીડિયો રિલિઝ કર્યો છે. આ વીડિયોમાં અક્ષય અને કિયારા ટ્રાન્સજેન્ડરને સપોર્ટ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં અક્ષય કુમાર, કિયારા અડવાણીની સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પણ જોવા મળી રહ્યાં છે.

આ વીડિયો દ્વારા અક્ષય કુમાર દેશની જનતાને ટ્રાન્સજેન્ટર પ્રતિ નજરીયો બદલાની અપિલ કરી રહ્યાં છે. વીડિયો શેક કરતા અક્ષયે કેપ્સનમાં લખ્યું છે કે – ‘હવે આપણો વારો છે, નજરથી બચવા માટે ખુબ જ કાળા ટીકા લગાવ્યાં, નજરીયો બદલવા વાળો  ટીકો લગાવવાનો વારો હવે આપણો છે. આવો લિંગ પ્રત્યેનો રૂઢિવાદને તોડી અને લાલ ચાંદલા સાથે ત્રીજા લિંગને પોતાનું સમર્થન આપો. જે સમાન પ્રેમ અને સન્માન માટે ઉભા થાય.’વીડિયોમાં અક્ષય કહે છે, – ‘અત્યાર સુધી જે થયું તે અમારી ભૂલ હતી. હવે નજરીયો બદલવાનો વારો આપણો છે. દુનિયાને ખુશ રાખવા માટે બધા દુઃખ પીય લે છે, તેમને ખુશી વેંચવાની વારી આપણી છે. આપણી ખુશીઓમાં એ હંમેશા નાચેં છે, તેમની ખુશીમાં નાચવાનો હવે આપણો વારો છે. દરેક ભેદભાવનો ભાર તેમણે બાળપણથી જ ઉઠાવ્યો છે. તેમને સાન્તવના આપવાની વારી આપણી છે.’

‘દરેક પ્રસંગોમાં દિલથી આશિષ આપ્યા છે તેમની મહેફીલ સજાવવાની વારી આપણી છે. સરહદ પર લડવા હંમેશા તૈયાર છે, બસ તેમને આગળ વધારવાની વારી આપણી છે. એ છે તો આપણે છીએ. ભગવાનની એક મહેરબાની, તેમને અપનાવાની વારી આપણી છે. નજરથી બચવા માટે ખુબ ટીકા તેમણે લગાવ્યાં, નજરીયો બદલવા વાળો ટીકો લગાવવાની હવે વારી આપણી છે.’

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment