ભારતમાં મહિલાઓ કરતા પુરુષો ડબલ ખરીદી રહ્યા છે બ્યુટી પ્રોડક્ટ્સ ! રિચર્સમાં થયો ચોંકાવનારો ખુલાસો…

આપણે બધા જ જાણીએ છીએ કે, શણગાર કરીને તૈયાર થવું તે મહિલાઓનું જ કામ છે. ક્યાંય પણ જવાનું હોય ત્યારે અગાઉથી મહિલાઓને તૈયારી શરૂ કરવાનું કહેવામાં આવે છે. કારણ કે શ્રૃંગાર તો મહિલાઓની શોભા વધારે છે, તેમને વધારે સુંદર બનાવે છે. અત્યારના સમયમાં દરેક મહિલા પોતાની સુંદરતા જાળવી રાખવા તથા સુંદરતા વધારવા માટે કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. સુંદર બનવાની આ રેસમાં મહિલાઓની સાથે પુરુષો છે.

જી હાં મિત્રો, ફક્ત મહિલાઓ જ નહિ પરંતુ પુરુષો પણ હેન્ડસમ દેખાવા માટે કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ જાણીને નવાઈ લાગશે કે આવું કેવી રીતે હોઈ શકે ? પરંતુ આ હકીકત છે, એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે, ભારતમાં પુરુષો પણ મહિલાઓની જેમ બ્યુટી પ્રોડક્ટ ખરીદી રહ્યાં છે. ભારતીય પુરુષ દર મહિને મહિલાઓની જેમ જ આશરે 9 બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. આ રિસર્ચ દિગ્ગજ કંપની ગૂગલ અને કંસલ્ટિંગ કંપની એન્ડ ક્રિએટિવ ટ્રાંસફોર્મેશન કંપની ડબ્લ્યૂપીપીને મળીને કર્યુ છે.

બ્યૂટી ઉત્પાદકો માટે કરી રહ્યાં છે ઓનલાઈન રિસર્ચ : ભારતમાં બ્યૂટી અને પર્સનલ કેર ઇન્ડસ્ટ્રી પર ‘કનેક્ટેડ બ્યૂટી કંઝ્યૂમર’ રિપોર્ટ અનુસાર, 50% થી વધારે ઉપભોક્તા બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા માટે સોશિયલ મીડિયા અને ઓનલાઈન વીડિયોનું અનુસરણ કરે છે. ત્યાં 40% ઉપભોક્તા બ્યુટી પ્રોડક્ટ્સનું ઓનલાઈન સર્ચ કરી રહ્યાં છે. રિસર્ચ અનુસાર, 56% યૂટ્યૂબ અને 30% ખરીદનાર બ્યૂટી પ્રોડક્ટ્સ માટે મિશ્રિત રૂપથી યૂટ્યૂબ, ગૂગલ સર્ચ અને ઇ-કોમર્સ વેબસાઇટ પર સર્ચ કરી રહ્યા છે.આ છે આંકડા : તમને જણાવી દઈએ કે, આ રિપોર્ટ 18 થી 45 વર્ષની ઉંમરના 1,740 ખરીદનારના સાક્ષાત્કાર પર આધારિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બ્યૂટી પ્રોડક્ટ્સ માટે નવી-નવી ટેકનિકોને ખુલીને અપનાવી રહ્યાં છે. તેમાં વર્ચુઅલ રિયાલિટીમાં રસ રાખનારા 67% બ્યૂટી ખરીદનારની સાથે 64% જુકાવ સંવર્ધિત વાસ્તવિકતાની નજીક તો 69% વોયસ અસિસ્ટેન્ટનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવી-નવી ટેકનિક પુરુષો માટે નવી-નવી બ્યુટી બ્રાંડનો અનુભવ કરાવી શકે છે.

ગ્રાહકો ચકાસી રહ્યાં છે બ્યૂટી પ્રોડક્ટ : યૂરોમોનીટર પોજેક્શન 2020 અનુસાર, ભારતમાં 730 અરબ રૂપિયાની અંદર સૌંદર્ય અને પર્સનલ કેરનું બજાર આગલા ચાર વર્ષોમાં 1.11 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી જશે. ગૂગલ ઇન્ડિયાની ઇનસાઇટ્સ એન્ડ પાર્ટનરશિપના ગ્રુપ હેડ કૌશિકદાસ ગુપ્તાએ એક નિવેદન આપતા કહ્યું હતું કે, અમે પણ નોંધ લીધી છે કે મોટાભાગના બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદનારા ગ્રાહકો ઓનલાઈન સર્ચ કરી રહ્યાં છે. ત્યાં ઓફલાઈન ગ્રાહકો પણ બ્યૂટી પ્રોડક્ટને સારી રીતે ચકાસીને તેને અન્ય પ્રોડક્ટ સાથે સરખામણી કર્યા બાદ જ ઓનલાઈન ખરીદી કરે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment