શું મંગળ ગ્રહ પર રહેવું અને ખેતી કરવી શક્ય છે ? આ સવાલ પર થયેલી શોધ વિશેની સંપૂર્ણ વિગત.

મંગળ ગ્રહ પર માણસનો વસવાટ શક્ય છે કે નહીં તેના પર ઘણા વર્ષોથી શોધખોળ થઈ રહી છે. નાસા હાલ 2024 સુધી બે વ્યક્તિની ચંદ્ર સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં એક મહિલા યાત્રી પણ હશે. તે સાથે જ નાસા 2028 સુધી ચંદ્ર પર એક બેઝ કેમ્પ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. લોકો ચંદ્રમા પર પ્લોટ ખરીદી રહ્યા છે. પરંતુ મંગળ ગ્રહ પર વસવાટ કરવાના ઉપાય શોધવાની વાત કરનારાની ખોટ નથી. તેના પર ઘણા પ્રકારની શોધ ચાલી રહી છે. તે દિશામાં એક શોધ એ વાતની કરવામાં આવી રહી છે કે, મંગળ ગ્રહ પર ખેતી કરી શકાય તેમ છે કે નહીં.

મંગળ પર જવાનું શક્ય નથી : મંગળ ગ્રહ પર જ્યારે ઘણા લોકો જવા લાગ્યા (જે હવે જવું નામુમકિન લાગતુ નથી) ત્યારે ત્યાં રહેનારાની ખુબ જ સારી ખાદ્ય સામગ્રીની જરૂર પડશે. પૃથ્વીથી ઘણો સામાન લઈ જવો મોંઘુ અને ખતરનાક પણ હોય છે. તેવામાં જરૂરી છે કે મંગળ ગ્રહ પર ખાદ્ય ઉત્પાદનની વ્યવસ્થા વિકસિત કરવી પડશે. આવી સિસ્ટમને મોટી માત્રામાં માટી અને પાણીની જરૂર થશે.

ખેતીની માચીના મિશ્રણ : ઇકારસ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં યૂનિવર્સિટી ઓફ જોર્જિયા(UGA) ના શોધકર્તાએ ઘણી રીતે કૃત્રિમ માટીના મિશ્રણ તૈયાર કર્યા છે. જે મંગળની માટીમાં ક્લે, મીઠું અને અન્ય પદાર્થોનું મિશ્રણ છે જે મંગળ ગ્રહ પર જ ઉપલબ્ધ છે. શોધકર્તાઓએ માટીના નમૂનાનો એ રીતે અભ્યાસ કર્યો કે, મંગળ પર જમીનની સપાટી કેટલી ફળદ્રુપ હશે.મંગળ પર પ્રજનન પ્રશ્ન : યુજીએ(UGA) ના જિયોલોજીના ડોક્ટરલ ઉમેદવાર અને આ અધ્યયનના મુખ્ય લેખક લોરા ફેકરેલે જણાવ્યું હતું કે, ‘મંગળના આ મિશ્રણના નમૂનાઓના ખનીજો અને મીઠાના પ્રમાણનું અનુકરણ આપણને ત્યાંની જમીનની ફળદ્રુપતા વિશે માહિતી આપી શકે છે. પોષણ, ખારાશ, પીએચ એવા પરિબળો છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને મંગળની જમીનના સ્પેક્ટ્રમનો અભ્યાસ કરીને, આપણે જાણી શકીએ છીએ કે તે જમીન ફળદ્રુપતા માટે સક્ષમ છે કે નહીં. જો નહીં, તો સંભવિત ઉપાય શું કરી શકાય છે કે જેનાથી જમીન ફળદ્રુપ બની શકે.

મંગળ પર આશા ઘણી વધારે છે જે પહેલાથી હાજર છે પાણી, જાણો શું છે મહત્વ : કોઈને એ ગેરસમજ ન થવી જોઈએ કે, મંગળ પરના વસવાટને લઈને કોઈ પ્રકારની પ્રખ્યાત સંશોધન થઈ રહ્યું છે. સ્પેસ એક્સ ના માલિક ઈલોન મસ્ક મંગળને લઈને ખુબ જ ગંભીર છે. તેની મંગળ ગ્રહમાં વસાહત બનાવવાની મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના મુજબ, વર્ષ 2050 સુધીમાં લગભગ એક મિલિયન લોકોને મંગળ ગ્રહની સપાટી પર પહોંચાડવામાં આવશે. તે માટે મોટા પાયે ખેતીની પણ જરૂર પડશે. જેમાં મંગળ પર ખેતી માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઉત્પાદન પદ્ધતિઓ વિકસાવવા ઈલોન મસ્કનો ઉદ્દેશ દર 26 મહિનામાં દસ હજાર મંગળ વાસીઓને મંગળ પર મોકલવાનો છે. આ વાતો બાદ વાસ્તવિકતા એ છે કે, તેમના માટે સંશોધન પાછળ પૈસા ખર્ચ કરવામાં આવે છે.ઘણા સવાલોના નથી મળી રહ્યાં જવાબ : હાલ મંગળ પર બહુ જ પાતળું વાયુ મંડળ અને ઓછું તાપમાન છે. મંગળની ઉપર સપાટી પર માટીમાં છોડ માટે પણ બહુ જ પોષક તત્વ હોય શકે છે. જેમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ સામેલ છે. પરંતુ ફક્ત એટલું જ નથી. શું તત્વ છોડને હકીકતમાં મળી શકશે ? જે રીતે પૃથ્વી પર મળે છે. આ એક સવાલ છે. તેવામાં ઘણા સવાલો છે જેના જવાબ હજુ મળ્યા નથી.

જરૂરી સૂક્ષ્મજીવ : આ ઉપરાંત માટીમાં જરૂરી બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવી તે માટીમાં કેવી રીતે આવશે, જેનાથી છોડને પોષણ મળવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. શોધકર્તાઓનું કહેવું છે કે, આ મંગળ પર પૂરી રીતે સંભવ છે. મંગળ પર ખેતીની ક્ષમતા એક મહત્વનું પહેલું અને આ વિષય પર વધારે ઉંડાણથી શોધકાર્ય કરવાનું નક્કી કર્યું છે. ત્યાં આ અધ્યયનના શોધકર્તાએ કહ્યું કે, આ અધ્યયનથી પૃથ્વીના તે ખેડૂતોને મદદ મળી શકે છે, જેણે પડકારની સ્થિતિમાં ખેતી કરવાની રહેશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment