મિત્રો આપણા હિંદુ ધર્મમાં દિવાળીને ખુશી મનાવવાનો તહેવાર છે. આ તહેવારમાં પ્રકાશ તથા માતા લક્ષ્મીની આરાધના કરવાનો પર્વ છે. આ તહેવારને માતા લક્ષ્મીની પૂજા માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપાથી ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પરંતુ ધનની દેવી માતા લક્ષ્મીના પૂજાના સમયે અમુક ખાસ અને મહત્વ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આજે અમે તમને એ બાબતો વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી ખાસ વાંચો.
વિધિ વિધાનથી પૂજા અને તમારી પૂજા સફળ રહે, તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય તે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવાળી પર પૂજા માટે માતા લક્ષ્મીજીનો ક્યો ફોટો શુભ હોય છે જેની પૂજા કરવી જોઈએ. તો આજે અમે તમને તેના વિશેની જ જાણકારી જણાવશું.
દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા માટે દેવી લક્ષ્મીનો ફોટો લગાવવો જોઈએ, જેમાં માતા લક્ષ્મી કમળના આસન પર બિરાજમાન હોય છે. આ ફોટાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. આ ઉપરાંત આ ફોટાની પૂજા કરવાથી માતા લક્ષ્મી સદા માટે તમારા ઘરમાં બિરાજમાન રહે છે.દિવાળીના દિવસે માતા લક્ષ્મીનું એવું ચિત્ર શુભ માનવામાં આવે છે, જેમાં માતા લક્ષ્મી, વિઘ્નહર્તા ગણેશજી અને સરસ્વતી દેવીની સાથે બિરાજમાન હોય છે. પરંતુ માન્યતા અનુસાર, એવા ફોટાનું પૂજન ન કરો જેમાં માતા લક્ષ્મી એકલા હોય. તથા જે ફોટામાં માતા લક્ષ્મી ઉભેલા હોય અને તેમના બંને હાથમાંથી ધનની વર્ષા થઈ રહી હોય તેવા ફોટાને વધુ શુભ માનવામાં આવે છે.
માન્યતા અનુસાર માતા લક્ષ્મીનો એવો ફોટો શુભ ગણાય છે જેમાં માતા સરસ્વતી દેવી, માતા લક્ષ્મી અને ગણેશજીના બંને હાથ પોતાની સૂંડને ઉઠાવેલી હોય તેવું દેખાતો ફોટો રાખવો. આ પ્રકારનો ફોટો ઘરમાં રાખવાથી ધનની ખોટ થતી નથી. તથા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
માનવામાં આવે છે કે, માતા લક્ષ્મીનો એવો ફોટો લાવો જેમાં તેમના પગ ન દેખાય. માતા લક્ષ્મીજીના પગ દેખાય એવો ફોટો રાખવામાં આવે તો, ઘરમાં લાંબા સમય સુધી લક્ષ્મીજીનો વાસ થતો નથી. માટે બેઠેલા માતા લક્ષ્મીનો ફોટો શુભ માનવામાં આવે છે. તેથી જ દિવાળીના રોજ માતા લક્ષ્મી પૂજન માટે કમળ પર બિરાજમાન હોય તેવો ફોટો રાખવો જોઈએ.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google
Good article. Informative.
It will be helpful that YOU attach some best photos as a guide and Go Forward theme for all.
And make sure it is printable and inspiralable. Just an hanging article goes nowhere. What do you think??