મિત્રો તમે કદાચ જાંબુ ખાધા હશે. તેનો સ્વાદ થોડો તૂરો, મોળો અને મીઠો હોય છે. તેમજ તેનો રંગ જોતા જ તેને ખાવાનું મન થઇ જાય છે. પણ આપણે કોઈપણ ફળ હોય લગભગ મોટેભાગે દરેકના ઠળિયાને ફેકી દેતા હોઈએ છીએ. પણ આ ફળના ઠળિયા માં પણ અનેક ગુણો રહેલા હોય છે. તેવી જ રીતે જાંબુના ઠળિયા માં પણ ડાયાબિટીસ કંટ્રોલ કરવાના ગુણ રહેલા છે. ચાલો તો જાંબુના ઠળિયા વિશે વિગતે જાણી લઈએ.
ઉનાળામાં જાંબુ ખાવાના ફાયદા વિશે લગભગ દરેક લોકો જાણે છે. આયુર્વેદ સિવાય યુનાની અને ચાઈનીઝ મેડીસીનમાં જાંબુ ખાવાના ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે જાંબુ ખાધા પછી જે લોકો તેના ઠળિયા ફેકી દે છે, તે ડાયાબિટીસ ના રોગી માટે ખુબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટ એવો દાવો કરે છે કે જાંબા ઠળિયા લોહીમાં વધતા બ્લડ શુગર ને સરળતાથી કંટ્રોલ કરી શકે છે.હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જાંબુ અને તેના ઠળિયામાં જોમ્બોલીન અને જમ્બોસીન નામનાં પદાર્થ મળે છે. જે લોહીથી રીલીઝ થતા બ્લડ શુગર ની ગતિને ધીમી કરે છે. તે શરીરમાં ઇન્સુલીન નું પ્રમાણ વધારે છે. તેના નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ ની બીમારી વધવાથી રોકી શકાય છે.
આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે ઇન્ડિયન બ્લેકબેરી એટલે કે જાંબુ માં એસ્ટ્રીન્જેન્ટ અને એન્ટી ડયુરેટીક જેવા ગુણ સામેલ છે. જે વારંવાર પેશાબ આવવાની સમસ્યાથી રાહત અપાવે છે. આ સિવાય હાઈપો ગ્લાસેમિક પ્રોપર્ટીઝ પણ હોય છે, જે બ્લડ શુગર લેવલને ઝડપથી ઓછી કરી શકે છે. એક્સપર્ટ દાવો કરે છે કે જાંબુના ઠળિયા માં બધા જ ગુણ મળે છે.જાંબુના ઠળિયા નો કેવી રીતે ઉપયોગ કરવો?:- જાંબુને સારી રીતે ધોઈને કોઈ સાફ વાસણમાં મૂકી દો. જાંબુ ખાધા પછી તેના ઠળિયા ને ફેકવા કરતા કોઈ સાફ વાસણમાં જમા કરો. આ ઠળિયા ને સારી રીતે ધોયા પછી કોઈ કપડામાં સૂકવવા માટે મૂકી દો. સૂર્ય પ્રકાશ માં તેને સારી રીતે ડ્રાઈ થવામાં ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ થાય છે.
ઠળિયા સુકવ્યા પછી તેની ઉપરની છાલ એટલે કે કવર ને કાઢી નાખો. અંદરનો લીલો ભાગ લઇ લો. આ ઠળિયા ને બે ભાગમાં તોડી નાખો. અને થોડા દિવસ માટે સૂકવવા માટે મૂકી દો. જેથી કરીને બીજ સારી રીતે સુકાઈ જાય. સુકવેલા બીજને મિક્ચરમાં પીસી નાખો. ઠળિયા માંથી તૈયાર કરેલ આ પાવડર કોઈ ડબ્બામાં ભરી લો અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. કેવી રીતે સેવન કરવું?:- દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં જાંબુના ઠળિયા નો એક ચમચી પાવડર મિક્સ કરો. અને પછી તેનું સેવન કરો. તેનાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. આ પ્રયોગ અપનાવતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી