જે લોકો પોતાના વધારાની ચરબીને કારણે પરેશાન રહે છે તેઓ ખરેખર કોઈ એવી ડાયટ ની શોધમાં હોય છે જેનાથી તેની વધારાની ચરબી ઓછી થઇ જાય. આજે અમે તમને આ લેખમાં એક એવી ડાયટ વિશે જણાવીશું જેનાથી તમે માત્ર 90 દિવસમાં ચરબીને ઓછી કરી શકશો.
વજન ઓછો કરવા માટે ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઘણા પ્રકારની ડાયટ જણાવવામાં આવી છે. આ ડાયટ થી તમે વજન અને વધારાની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે. આમાંથી ઘણી ડાયટ એવી છે જે હાલ તો તમારો વજન ઓછો કરી દેશે પણ જ્યાં તમે પોતાની જૂની લાઈફસ્ટાઈલ અને ખાનપાન શરુ કરશો ફરી થી તમારો વજન વધારે છે. હાલમાં જ એક રીસર્ચ માં જાણવા મળ્યું છે કે જો કોઈ વિગન ડાયટ ને 3 મહિના સુધી ફોલો કરવાથી લગભગ 7.25 કિલો વજન ઓછો થઇ શકે છે.12 અઠવાડિયામાં પરિણામ જોવા મળ્યું:- રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે માત્ર 12 અઠવાડિયા સુધી જો કોઈ વિગન ડાયટ ને ફોલો કરે છે તો તેનો વજન ઓછો થઇ શકે છે. વિગન ડાયટમાં માત્ર પ્લાન્ટ બેસ્ડ ફૂડ નું જ સેવન કરવામાં આવે છે. આ ડાયટને ફોલો કરવાથી વારંવાર નાસ્તો ખાવાથી અને બહારના ખાનપાન ની આદત ઓછી થઇ જાય છે.
હાલમાં જ હોલીવુડ એક્ટ્રેસ અને મોડલ કીમ કાર્દશિયન એ મેટ ગાલા માં 1962 માં માર્લીન મુનરો દ્વારા પહેરેલ ડ્રેસ માં પરફેક્ટ દેખાવા માટે પોતાનો 7.25 કિલો વજન ઓછો કર્યો છે. કિમ કાર્દશિયન એ દાવો કર્યો છે કે તેનો પણ વિગન ડાયટથી વજન ઓછો થયો છે. તે નો-કાર્બ ડાયટ, લો-કાર્બ ડાયટ, દિવસમાં બે વખત કસરત, અને યોગ્ય નીંદર કરતી હતી.નિદરલેન્ડ ના માસ્ટ્રીચ માં વજન વધારા પર રજૂ કરવામાં આવેલ નિષ્કર્ષ અનુસાર અન્ય ડાયટ ની અપેક્ષા વિગન ડાયટ પર રીસર્ચ કરવા માટે 11 વૈજ્ઞાનિક ટ્રાયલ નો રીવ્યુ કરવામાં આવેલ. આ રીવ્યુમાં વધુ વજન વાળા અને ટાઈપ 2 ડાયાબિટીસ વાળા 800 વયસ્ક સામેલ હતા.
શું જોવા મળ્યું રિસર્ચમાં:- રિસર્ચમાં જોવા મળ્યું કે જે લોકોએ પશ્ચિમી વેસ્ટર્ન ડાયટ ને છોડીને વિગન ડાયટ અપનાવી તેમણે લગભગ 7.25 કિલો વજન ઓછુ કર્યું છે. જયારે જે લોકોએ ક્રેશ ડાયટ કરી, તે લોકોએ લગભગ 4.08 કિલો વજન ઓછુ કર્યું. જો કે બ્લડ શુગર નું લેવલ અને કોલેસ્ટ્રોલ માં એટલો તફાવત જોવા નથી મળ્યો. પણ વિગન ડાયટ ફોલો કરતા લોકોમાં બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલ અન્ય ડાયટ ફોલો કરવા વાળા લોકોની તુલનામાં સારું હતું.
આ સિવાય અન્ય રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે વિગન ડાયટ થી વજન ઓછો થવાની સંભાવના હોય છે, કારણ કે તેમા ફેટનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. પણ અન્ય કાર્ડિયોમેટાબોલીક રિજલ્ટ માટે ઘણી અન્ય રીસર્ચ ની જરૂર છે.જે લોકો વિગન ડાયટ નું સેવન કરે છે તેમાં ઘણા વિટામીન અને મિનરલ ની કમી જોવા મળે છે. જે પ્રાણીઓમાં જોવા મળે છે. જેમ કે વિટામીન બી 12, જે મુખ્ય રૂપે એનિમલ પ્રોડક્ટ માંથી મળે છે. જે લોકો વિગન ડાયટ ફોલો કરે છે તે લોકોએ આ વિટામીનની સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે. વિગન ડાયટ ટાઈપ 2 ડાયાબિટીસ ને ઓછુ કરવામાં મદદ કરી શકે છે.
આમ તમે વિગન ડાયટ અપનાવીને તમારી વધારાની ચરબીને ઓછી કરી શકો છો. પણ સાથે તમારે અન્ય વિટામીન અને મિનરલ નું પણ શરીરમાં બેલેન્સ જાળવી રાખવું જોઈએ. નહિ તો અન્ય બીમારીનું જોખમ વધી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી