નાભી આપણા શરીરનું ખુબ જ મહતવનું અંગ છે. તેથી નાભી પર જો કોઈ ઔષધી અથવા તેલ લગાવવામાં આવે તો તેના ફાયદાઓ શરીરને અંદરના ભાગો અને બહારના ભાગો બંને માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.તે આપણા શરીરને અંદર અને બહારથી સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
નાભી પર દૂધ લગાવવાથી થતા સ્વાસ્થ્ય લાભો જાણીને તમે દંગ રહી જશો. નભી પર દૂધ લગાવવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓમાં રાહત મળશે. આ સાથે જ નાભી પર દૂધ લગાવવાથી તમારી ત્વચા પણ સુંદર અને ચમકદાર બની જશે. આજે અમે તમને નાભી પર દૂધ લગાવવાથી થતા ફાયદાઓ અને અને તેને નાભી પર કેમ લગાવવું તે જણાવશું.પીરીયડ દરમિયાન થતી સમસ્યાઓ દુર થાય છે:- ઘણી મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન અસહ્ય દુઃખાવો થતો હોય છે તેમજ ઘણી મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન પેટમાં મરોડો ઉભી થતી હોય છે તેમજ ઉલ્ટી જેવી સમસ્યાઓ થતી હોય છે. આવી સ્થિતિમાં જો નાભી પર દૂધ લગાવવામાં આવે તો પીરીયડ દરમિયાન થતી સમસ્યાઓમાં રાહત મળે છે.
ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખે છે:- નાભી પર દૂધ લગાવવાથી ત્વચા ખુબ જ હેલ્ધી અને સુંદર રહે છે. તેનાથી ત્વચા પર થતા ખાડા તેમજ કરચલીઓ દુર થાય છે. આ ઉપરાંત ત્વચાના ટેક્સચરમાં સુધારો આવશે અને તે તેનો કુદરતી રંગ જાળવી રાખવામાં મદદ કરશે. નાભી પર દૂધ લગાવવાથી તરત જ ત્વચામાં થતા લાભો જોવા મળતા નથી પરંતુ જો તમે નિયમિત લાંબા સમય સુધી નાભીમાં દૂધ લગાવો છો તો તમને ત્વચામાં ઘણો બધો ફરક જોવા મળશે.પાચનતંત્ર સુધારે છે:- જો તમારી પાચન ક્ર્રીયા નબળી છે તો તમારે નાભી પર નિયમિત દૂધ લગાવવું જોઈએ. તેનાથી તમારું પાચનતંત્ર ખુબ જ તંદુરસ્ત રહેશે. આ ઉપરાંત દૂધમાં હિંગ મિક્સ કરી તેને નાભી પર લગાવવામાં આવે તો પાચનતંત્રને બમણો ફાયદો થાય છે.
શરીરને હાઈદ્રેટ રાખે છે:- ઉનાળામાં ખાસ કરીને ડી હાઈડ્રેશન જેવી સમસ્યાઓ જોવા મળે છે. એવામાં જો તમે શરીરને હાઈડ્રેડ રાખવા માંગો છો તો તમારે નભી પર દૂધ લગાવવું જોઈએ. તેનાથી શરીર અને ત્વચા બંને હાઈડ્રેડ રહેશે.આ રીતે લગાવવું નાભી પર દૂધ:- ઉનાળાની ગરમીની ઋતુમાં ગાયનું ઠંડુ દૂધ નાભી પર લગાવવું જોઈએ. તેનાથી અનેક લાભ થાય છે. આ ઉપરાંત શરીરને ઠંડક પણ મળે છે. જો તમે તમારી ત્વચાને હાઈડ્રેડ, સ્વસ્થ અને સુંદર રાખવા માંગો છો તો દુધમાં મધ મિક્સ કરીને તેને નાભી પર લગાવવું. જો તમારા શરીરમાં સોજો રહેતો હોય તો તમારે દુધમાં એલચીનો પાવડર મિક્સ કરી તેને નાભી પર લગાવવું. તેનાથી સોજાની સમસ્યામાં રાહત મળશે.
પેટ સંબંધી સમસ્યાઓને દુર કરવા માટે નભી પર દુધમાં હિંગ મિક્સ કરીને લગાવવા. તેનાથી પેટ અને પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળશે. નાભિમાં દૂધ લગાવવાથી અનેક શારીરિક લાભો થાય છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી નાભી પર દૂધ લગાવવાથી સમસ્યામાં રાહત મળશે. તેથી જો તમારી સમસ્યા ગંભીર હોય તો તેમાં તે રાહત આપશે તેને જડમૂળમાંથી ખતમ કરી શકશે નહિ. તેથી જો કોઈ પણ સમસ્યા લાંબા સમય સુધી રહે તો ડોક્ટરને અવશ્ય દેખાડવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી