સરકાર દ્વારા કાર ચાલકોને મોટી રાહત, ડિસેમ્બર સુધી આ વસ્તુ વગર પણ ચલાવી શકશે કાર…

સડક પરિવહન મંત્રાલયે હાલની કાર મોડલમાં આગળની સીટ માટે બીજા એરબેગની અનિવાર્યતાના નિયમને ચાર મહિના સુધી આગળ ધકેલ્યો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ રવિવારે આ સંબંધે જાણકારી આપતા જણાવ્યું છે કે, કોવિડ–19 મહામારીને નજરમાં લેતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. વર્તમાનમાં કારના હાલના મોડલો માટે માત્ર ડ્રાઈવરની સીટ માટે જ એરબેગ અનિવાર્ય છે.

આ સિવાય આ અધિકારીએ એમ પણ જણાવ્યું છે કે, હાલની મહામારીની સ્થિતિને જોતા મંત્રાલયે હાજર કાર મોડલમાં ફ્રન્ટ પેસેન્જર એરબેગની અનિવાર્ય સ્થાપનાને 31 ડિસેમ્બર 2021 સુધી આગળ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે ‘સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર એ સમય માંગ્યો છે. તેમજ નવા મોડલો માટે તે પહેલેથી જ અનિવાર્ય છે.મંત્રાલયએ 6 માર્ચના રોજ કહ્યું હતું કે નવા મોડલના મામલે 1 એપ્રિલ 2021 અને ત્યાર પછી નિર્મિત વાહનો અને હાજર મોડલોના મામલેમાં 31 ઓગસ્ટ 2021 આગળની સીટ પર બેસનાર વ્યક્તિ માટે એક એરબેગ રાખવામાં આવશે. આ પગલું લેનારનો હેતુ દુર્ઘટનાની સ્થિતિમાં યાત્રીઓની સુરક્ષામાં સુધાર કરવાનો છે.

નવી કારમાં એ બેગ ફરજિયાત :

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નવી કારમાં એરબેગ મેન્ડેટરી કર્યા પછી કાર નિર્માતા કંપની મારુતિ, મહિન્દ્રા, ટાટા, હ્યુન્ડાઈ, કિઆ, રેનો, હોન્ડા, એમજી મોટર્સે પોતાની બધી જ કારમાં ડ્રાઈવર અને ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ આપવી પડશે.કારમાં સેફ્ટી ફિચર્સ ન હોવું દુર્ઘટનાનું મોટું કારણ છે : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર દેશમાં દર વર્ષે 80 હજાર લોકો સડક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. જે દુનિયામાં થતી સડક દુર્ઘટના નું 13% છે. સડક દુર્ઘટનામાં થતા મૃત્યુનું સૌથી મોટું કારણ કારમાં સેફ્ટી ફિચર્સનું ન હોવું છે. જેના કારણે MORTH એ 1 એપ્રિલથી નવી કારમાં એરબેગ મેન્ડેટરી એટલે કે ફરજિયાત કરી છે. હવે ભારતમાં વેંચાતી હાજર મોડલમાં 1 ઓગસ્ટ સુધી જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

શું હોય છે એરબેગ ? :

કારમાં આપવામાં આવતી એરબેગ પાતળા નાયલોનના કપડામાંથી બનતું હોય છે. જે કારમાં અલગ અલગ જગ્યા પર જરૂરિયાત અનુસાર ફીટ કરવામાં આવે છે અને દુર્ઘટનાની સ્થિતિમાં તમને સલામત રાખે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સરકાર દ્વારા કાર ચાલકોને મોટી રાહત, ડિસેમ્બર સુધી આ વસ્તુ વગર પણ ચલાવી શકશે કાર…”

Leave a Comment