મોટાભાગના લોકો ફ્રિજમાં આ જગ્યા પર દૂધ મુકીને કરે છે મોટી ભૂલ, જાણો ક્યાં ખાનામાં કંઈ વસ્તુ મુકવી જોઈએ…

આપણામાંથી મોટાભાગના લોકો ખાવાપીવાની દરેક વસ્તુઓ ફ્રિજમાં જ રાખતા હોય છે. ખાસ કરીને એવી વસ્તુઓ જે જલ્દી ખરાબ થઈ જતી હોય છે. તેમાંથી એક છે દૂધ. ફ્રિજમાં આપણે દૂધ એ માટે રાખીએ છીએ કારણ કે તે બગડે નહિ અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય. પણ તમને જણાવી દઈએ કે ફ્રિજમાં ખાદ્ય પદાર્થ સ્ટોર કરવાની પણ એક રીત હોય છે.

જો તમે ખોટી રીતે ફ્રિજમાં દૂધ અથવા અન્ય ખાદ્ય પદાર્થ મુકો છો તો તેનાથી તમને નુકશાન થઈ શકે છે. સાથે જ તે ખાદ્ય પદાર્થમાં બેક્ટેરિયા થવાનો ખતરો પણ રહે છે. આજે અમે તમને આ લેખમાં દૂધ તેમજ દરરોજ ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીઓ ફ્રિજમાં સ્ટોર કરવાની રીત વિશે જણાવશું.દુધને સાચી રીતે સ્ટોર કરવાની રીત : જો તમે દુધને ફ્રિજમાં સૌથી ઉપરના ખાનામાં મુકો છો તો આ દુધને મુકવાની આ સૌથી ખોટી રીત છે. એક્સપર્ટનું માનવું છે કે, ફ્રિજનું ઉપરનું ખાનું સૌથી વધારે ગરમ હોય છે. તેવામાં હાઈ રિસ્ક ફૂડસ જેમ કે દૂધ, આ સ્થાન પર મુકવું સેફ નથી. આથી દૂધ ને ફ્રિજના નીચેના ખાનામાં મુકવા જોઈએ. અથવા ફ્રિજના બેક પોર્શન પાસે મુકો. આ રીતે દુધમાં બેક્ટેરિયાનો ખતરો ઓછો રહે છે.

આ સિવાય જો તમે બટેટા ફ્રિજમાં મુકો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. વૈજ્ઞાનિક માને છે કે, બટેટાને ક્યારેય પણ ફ્રિજમાં ન મુકવા જોઈએ. વાસ્તવમાં ઠંડા તાપમાનમાં બટેટામાં રહેલ સ્ટાર્ચ ખાંડમાં બદલાય જાય છે. તેવામાં તમે બટેટાને બાફો છો કે તળો છો તો આ શુગર એનીમા એસિડ સાથે મળીને એક્રીલામાઈડનું ઉત્પાદન કરે છે. જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. તો ચાલો જાણીએ કે ફ્રિજમાં કંઈ રીતે મૂકી શકાય અન્ય સામગ્રીઓ.ઉપર અને વચ્ચેના (ખાના) શેલ્ફમાં શું મૂકી શકો છો ? : ઉપર અથવા વચ્ચેના શેલ્ફમાં તમે રેડી-ટુ-ઈટ, ડેરી પ્રોડક્ટ્સ (પનીર, દહીં, ચીજ) પેકેડ ફૂડસ, વધેલું શાકભાજી, સલાડ, જેવી વસ્તુઓ મૂકી શકો છો. આ વસ્તુઓને ઉપર અને વચ્ચેના શેલ્ફમાં મૂકી શકાય છે. તેનાથી બેક્ટેરિયા થવાનો ખતરો ઓછો રહે છે. કારણ કે તે ખરાબ થવાની સંભાવના ઓછી હોય છે.

સૌથી નીચેના શેલ્ફમાં શું મુકવું જોઈએ ? : ફ્રિજમાં જો તમે કાચા ખાદ્ય પદાર્થને મૂકી રહ્યા છો તો તેને સીલબંધ ડબ્બામાં સૌથી નીચેના શેલ્ફમાં મુકો. ખાસ કરીને કાચા માસને આ સ્થાને રાખવાથી તે જલ્દી ખરાબ નહિ થાય. પણ ધ્યાન રાખો કે ફ્રિજના નીચેના શેલ્ફમાં રાખેલ વસ્તુઓ બરાબર પેક કરીને જ મુકો. જેથી કરીને તે અન્ય ખાદ્ય પદાર્થના સંપર્કમાં ન આવે.કેવી રીતે મુકશો સલાડ ડ્રોવરમાં સામાન ? : ફ્રિજના આ ભાગમાં કાચા ફળ, સબ્જીઓ રાખતા પહેલા તેને સારી રીતે ધોઈ નાખો. સબ્જીઓને ખરાબ થતી રોકવા માટે તેને કોઈ કાગળ, અથવા હવાદાર કપડામાં લપેટો. કોથમીર અથવા અન્ય પાન વાળી વસ્તુઓને રાખવા માટે કોઈ ભીના કપડામાં લપેટો. તેનાથી પાન વાળી સબ્જી ખરાબ નથી થતી.

ફ્રિજમાં ખાદ્ય પદાર્થ રાખતા પહેલા એ જાણવું જરૂરી છે કે કંઈ વસ્તુઓ ક્યાં મુકવી જોઈએ, આમ કરવાથી તમે પોતાના ખાદ્ય પદાર્થને ખરાબ થવાથી બચાવી શકો છો. સાથે જ બીમારીનો  ખતરો પણ ઓછો થઈ જાય છે. તેમજ તમે આ ખાદ્ય પદાર્થનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો. જે ખુબ જ જરૂરી છે. આમ તમે ફ્રિજમાં કોઈ પણ વસ્તુઓ રાખશો તો તે જલ્દી ખરાબ નહિ થાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment