ટમેટાની પણ જરૂર નહિ પડે અને રસોઈમાં આવશે એકદમ ખાટોમીઠો સ્વાદ, નાખો આ 4 માંથી કોઈ એક વસ્તુ. ટેસ્ટ અને હેલ્થ માટે છે બેસ્ટ….

મિત્રો તમે જાણો છો કે, હાલ બજારમાં ટામેટાની સીઝન ન હોવાથી ટમેટા જેવા તાજા જોઈએ તેવા નથી મળતા, પરિણામે રસોઈમાં ટેસ્ટ નથી આવતો. જ્યારે ટમેટા ખાવાના શોખીન વ્યક્તિઓ માટે ભોજનમાં સ્વાદ વધારવા માટે તેમાં ટામેટાનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને જે લોકો રસોઈ એકદમ ખાટી તેમજ મસાલેદાર પસંદ કરતા હોય છે તેમને તો ખટાશ વગર ચાલતું જ નથી. પણ આપણી રસોઈમાં ઘણી એવી વસ્તુઓ રહેલી છે જેની મદદથી તમે રસોઈમાં ખટાશ લાવી શકો છો.

ટમેટા એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ વેજીટેરીયન અને નોનવેજ બંનેમાં  કરવામાં આવે છે. તેમજ ટમેટા વગર શાકભાજી ટેસ્ટી નથી લાગતી. ચાલો તો જાણી લઈએ ટમેટા વગર રસોઈમાં કેવી રીતે ખટાશ લાવી શકાય છે.ટમેટાનો ઉપયોગ વેજીટેરીયન અને નોનવેજ બંનેમાં કરવામાં આવે છે. ઘણી સબ્જીઓ અને દાળમાં જો ટમેટા નાખવામાં ન આવે તો તેનો સ્વાદ ફિક્કો લાગે છે. તેવામાં આજે અમે તમને જણાવશું કે તમે ટમેટા વગર કંઈ કંઈ વસ્તુઓનો ઉપયોગ સબ્જીમાં ખટાશ લાવવા માટે કરી શકો છો. ચાલો તો આ ટીપ્સ વિશે વધુ જાણી લઈએ.

આમચૂર પાવડર : આમચૂર પાવડરના ઉપયોગથી સબ્જીમાં ખટાશ લાવી શકાય છે. રીંગણનું શાક, ભરેલા કારેલાનું શાક, વગેરેમાં તેનો ઉપયોગ કરી શકાય છે.દહીં : સબ્જીમાં એકથી બે ચમચી દહીં નાખવાથી ખટાશ આવી જાય છે અને સબ્જીનો સ્વાદ પણ વધી જાય છે. પનીરમાં અકસર દહીં નાખવામાં આવે છે જે તેના સ્વાદમાં વધારો કરે છે. જ્યારે નોનવેજ બનાવવામાં પણ દહીંનો ઉપયોગ કરવામાં આવે છે.

આંબલી : આંબલીના પાણીના ઉપયોગથી પણ સબ્જીમાં સારી એવી ખટાશ આવી શકે છે. જ્યારે સાંભારમાં સ્વાદ વધારવા માટે આંબલીનું પાણી નાખવામાં આવે છે.દાડમના દાણા : દાડમના ઉપયોગથી પણ તમે સબ્જીમાં ખટાશ લાવી શકાય છે. તેનાથી ડીશમાં જાણે અલગ જ ફ્લેવર આવી શકે છે.

લીંબુનો રસ : ભોજનમાં ખટાશ લાવવા માટે લીંબુનો રસ ટમેટાની કમી પૂરી કરે છે. લીંબુનો રસ સબ્જી બની ગયા પછી એટલે કે છેલ્લે નાખીને મિક્સ કરવો જોઈએ. ભીંડો, રીંગણ, બટેટા વગેરેના શાકમાં ટમેટાની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે વેજીટેરીયન અને નોનવેજમાં પણ લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે.આમ તમે ભોજનનો સ્વાદ વધારવા માટે આમચૂર પાવડર, આંબલી, લીંબુનો રસ, દહીં, દાડમના દાણા, વગેરેનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે સુકા કોકમ, લાલ કોકમ, કાળા કોકમ વગેરેનો ઉપયોગ કરીને પણ સબ્જીમાં ખટાશ લાવી શકો છો. જે તમારો સબ્જીનો સ્વાદ વધારવાની સાથે તમારી તંદુરસ્તીનું પણ ધ્યાન રાખે છે.

તેમજ એક હેલ્દી ખોરાક શરીર માટે ખુબ જ આવશ્યક છે. તેમજ વિટામીન સી યુક્ત વસ્તુઓ તમાર ઇમ્યુનિટી પણ વધારવામાં મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment