મિત્રો આજે લગભગ વ્યક્તિને પાવરફુલ બનવું પસંદ હોય છે, કેમ કે આજે દરેક લોકોને સફળતા મેળવવી હોય છે. એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ બનાવવું હોય છે. દરેકની કિસ્મતમાં એવું જીવન નથી હોતું, પરંતુ દરેક વ્યક્તિ પોતાના જીવન અનુસાર એક શ્રેષ્ઠતા અવશ્ય ધરાવતો હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું ભારતના સૌથી ધનિક અને પાવરફુલ એવા 10 વ્યક્તિ વિશે. જે આજે ભારતમાં સૌથી પાવરફુલ માનવામાં આવે છે. જેમાં પાંચમાં નંબરના વ્યક્તિ વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. તો ચાલો જાણીએ કોણ છે એ પાવરફુલ લોકો.
મુકેશ અંબાણી : ભારતની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર કંપની અને દુનિયાના 24 માં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી. તેમણે માત્ર 6 મહિનામાં જ રિલાયન્સ જીઓ દ્વારા મોબાઈલ ટેલીકોમનું લગભગ 12% જેટલું માર્કેટ કેપ્ચર કરી લીધું હતું. તેવો વિશે એવું પણ કહેવામાં આવે છે કે, રાત્રે વાગ્યા સુધી વાંચે છે અને ઓનલાઈન પુસ્તકો પણ મંગાવે છે. તેવો દેશના પ્રથમ પાવરફુલ વ્યક્તિ છે, જે દેશના સૌથી ધનિક પરિવાર પણ માનવામાં આવે છે.
રતન ટાટા : મિત્રો ટ્વીટર પર રતન ટાટાના 67 લાખ ફોલોવર છે. તેનાથી જ આપણને જાણવા મળી જાય છે જે લોકો રતન ટાટા વિશે શું વિચારે છે. રીટાયર્ડ થઇ ગયા બાદ પણ તેમણે બે વર્ષ પછી 29 સ્ટાર્ટ અપ્સમાં પૈસા લગાવ્યા હતા. તે સ્ટાર્ટઅપ રીટેલ, ટ્રાન્સપોર્ટ, ફાઇનાન્સથી લઈને બેબી પ્રોડ્કટ જેવી વસ્તુઓમાં લગાવ્યા હતા. સપ્ટેમ્બર 2016 માં ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રીને બહાર કર્યા બાદ ફરીવાર રતન ટાટા એક્ટિવ થયા. તેવો પણ સૌથી સારા ઉદ્યોગપતિ છે અને એક સારા તત્વચિંતક પણ છે. કુમાર મંગલમ બિરલા : આઈડિયા અને વોડાફોનને મર્જ કર્યા બાદ ભારતમાં સૌથી મોટી ટેલીકોમ કંપની બિરલા પાસે છે. લગભગ તેની પાસે 35% શેર છે. જેપી ગ્રુપના સિમેન્ટ યુનિટ્સને 15 હજાર કરોડ રૂપિયામાં ખરીદીને પોતાનો જ સિમેન્ટ બિઝનેસ શરૂ કર્યો અને સૌથી ઉપર લઈને ગયા. તેવો કન્વેન્શનલ અને નવા સમય અનુસાર બધા જ બિઝનેસ કરે છે. જેમાં, સિમેન્ટ, કેમિકલ, ફાયબર, ટેલીકોમ, ટેક્સસ્ટાઈલ અને ફર્ટીલાઈઝર જેવા બિઝનેસ કરે છે. એવું માનવમાં આવે છે કે તેવો માત્ર ત્રણ જ વાર ઓફિસમાં ગુસ્સે થયા હતા.
ગૌતમ અદાણી : મિત્રો ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. તેવો પહેલા મુંબઈમાં હીરાનું કામ કરતા હતા. પરંતુ હાલ તેવો ભારતના સૌથી મોટા પાવર પ્રોડ્યુસર છે. તેવો હાલ સોલાર એનર્જીમાં ખુબ જ પૈસા લગાવી રહ્યા છે. અત્યારે લોકો પ્રાઈવેટ ઇન્ડસ્ટ્રીમાં પૈસા લગાવવા માટે અચકાય રહ્યા છે, તો તેમણે ગુજરાતમાં 49 હજાર કરોડ રૂપિયા લગાવ્યા છે. તેવો પણ ખુબ જ પાવરફુલ વ્યક્તિ છે. બાબા રામદેવ : મિત્રો બાબા રામદેવ ભારતની સૌથી ફાસ્ટ અને ગ્રોઈંગ FMCG કંપનીના માલિક છે. આજ તેની પાસે પતંજલિની પ્રોડક્ટ છે. તેવો ટીવી, ડિઝીટલ મીડિયા 2016 માં 20 કલાક સુધી કરતા હતા. તેની પાસે આજે પણ બજાજનું સ્કુટર છે અને તેના પર બાબા રામદેવ પોતાની પ્રોડક્ટ વહેંચતા હતા.
આનંદ મહિન્દ્ર : મહિન્દ્ર ગ્રુપના માલિક આનંદ ફ્રાંસબુ કંપની સાથે મળીને ઈ-સિટીસ્માર્ટ બનાવશે. એગ્રીકલ્ચર સ્ટાર્ટ-અપ મેરાકિસન પણ ચલાવી રહ્યા છે. તેવો ભારતના સૌથી નોન કોન્ટ્રોવર્શિયલ બીઝનેસમેન માનવામાં આવે છે. તેના પણ ટ્વીટર પર 44 લાખ જેટલા ફોલોવર છે. 2016 માં ફ્રાન્સમાં આનંદ મહિન્દ્રાને નાઈટ ની ઉપાધી આપવામાં આવી હતી. ઉદય કોટક : ઉદય કોટક ગુજરાતના એક લોહાણા પરિવારમાં જન્મ્યા હતા. તેમના પરિવારમાં 60 લોકોનું જમવાનું એક જ જગ્યા પર બનતું હતું. તેમનું કહેવું છે કે સામાજિકતા ત્યાંથી જ શીખ્યો છું. તેમને કોટક મહિન્દ્રા પ્રાઈવેટ સેક્ટરની ચોથી સૌથી મોટી બેંક છે. ING Vysya એક્વાયર કર્યા બાદ તેનું રેવન્યુ પણ મોટું છે. તેવો સિતારના ખુબ જ શોખીન છે અને જ્યારે સમય મળે ત્યારે તેવો સિતાર વગાડી લે છે.
દિલીપ સંઘવી : દિલીપ સંઘવી મુકેશ અંબાણી બાદ દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેની સન ફાર્મા કંપની દુનિયાની પાંચમી સૌથી મોટી જેનેરિક દવાઓની કંપની છે. તેમણે પેમેન્ટ બેંક બનાવવાનું અપૃવ્લ મળવા છતાં પોતાનો પ્લાન બદલી નાખ્યો હતો. વિવાદાસ્પદ કંપની નોવાર્ટીસના સ્કીન કેન્સર ડ્રગને એક્વાયર કરી લીધા. તેવો પણ દેશના પાવરફુલ વ્યક્તિમાં સામીલ છે. અજીમ પ્રેમજી : અજીમ પ્રેમજી વિપ્રો કંપનીના માલિક છે. તે દેશના આઠમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ફીલોન્થ્ર્પી પણ ખુબ જ કરે છે. 2016 માં 27 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેમણે પોતાની ટોયોટા ગાડી આપીને સ્ટાફની જૂની મર્સીડીઝ બેંઝ લઈને બદલી કરી લીધી. તેવો આજે ઘણી સંપતિના માલિક છે.
એન ચંદ્રસેકરન : સાયરસ મિસ્ત્રીના ગયા બાદ એન ચંદ્રસેકરન ને ટાટા સન્સના ચેરમેન બનાવ્યા હતા. ટેવોનો જન્મ તામિલનાડુના નમક્કલમાં થયો હતો. તેમણે સ્કુલ જવા માટે ત્રણ કિલોમીટર ચાલીને જવું પડતું. તેમણે 40 ની ઉંમરમાં ડાયાબિટીસના કારણે દોડવાનું શરૂ કર્યું હાલ તેવો મેરાથોનમાં દોડે છે. તેવો પણ આ યાદીમાં શામિલ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ