જાણો તલ ખાવાના અદ્દભુત ફાયદા વિશે…

શિયાળો એ ખાવા પીવા માટે દિવસો માનવામાં આવે છે. માટે જો તમે શિયાળામાં તંદુરસ્ત રહો, તો તમે કોઈ પણ ઋતુમાં બીમાર ઓછા પડો. આ સમયે લોકો હંમેશા શરીરને ગરમી મળે તે માટે ગરમા વસ્તુઓ ખાતા હોય છે. તેથી ઘરે ઘરે લોકો ગોળની વિવિધ આઇટમો બનાવીને પણ ખતા હોય છે. આ ગરમ વસ્તુઓમાં સિંગપાક, તલપાક, સુખડી વગેરે વગેરે. પરંતુ જો શિયાળામાં તલ ખાવામાં આવે તો તે તમારા શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

શિયાળાની શરૂઆત થાય એટલે લગભગ દરેક ઘરોમાં ગોળની વાનગીઓ બનવા લાગે છે. તેથી જ શિયાળો આવતાની સાથે જ ગોળમાં તલનું મિશ્રણ કરી બનેલી વસ્તુઓ ઘરમાં બનવા માંડે છે. શિયાળામાં દરેકના ઘરે તલના લાડુ અને તલપાપડી ખાવામાં આવે છે. પરંતુ મિત્રો શિયાળામાં તલ ખાવાની અલગ જ મઝા છે. સ્વાદની સાથે તલ ઘણા આરોગ્ય લાભ માટે પણ ફાયદાકારક છે. મિત્રો તલ બે પ્રકારના હોય છે, કાળા તલ અને સફેદ તલ. આ બંને સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે તલમાં સેસમીન નામનો એક એન્ટીઑકિસડન્ટ મળી આવે છે. તે અનેક રોગોમાં ફાયદાકારક છે. ચાલો જાણીએ તલ ખાવાના ઘણા ફાયદા વિશે.

તમારી માનસિક શક્તિ વધે છે :
જ્યારે તલ વિશે સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે આ સેસમીનમાં પ્રોટીન, કેલ્શિયમ, ખનિજો, મેગ્નેશિયમ, આયર્ન અને તાંબુ જોવા મળે છે. સેસમીન એ માનસિક શક્તિમાં વધારો કરે છે. તેથી શિયાળામાં તલ ખાવાથી માનસિક શક્તિ વધે છે. દરરોજ તલનું સેવન કરવાથી યાદશક્તિ નબળી નથી બનતી અને મગજ પર વૃદ્ધાવસ્થાની અસર થતી નથી.

સારી નીંદર આવે છે અને તણાવ ઓછો કરે છે :
તલની અંદર જે વિટામિન મળી આવે છે તે સારી નીંદર લેવામાં અતિશય ઉપયોગી છે. આ ઉપરાંત આ સેસમીન નામનું તત્વ તણાવ તેમજ હતાશાને પણ ઘટાડે છે.  તમારા હાડકાંને મજબૂત બનાવે છે :
તમે જાણતા જ હશો કે શિયાળો આવતાની સાથે લોકોને હાડકાં અને સાંધામાં દુઃખાવો શરૂ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાવ છો, તો પછી તલનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. તેમાં જસત, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજો જોવા મળે છે. જે શરીરના હાડકાંને મજબૂત બનાવે છે. તે નવા હાડકાં બનાવવા, હાડકાંને મજબૂત બનાવવામાં અને તેને સુધારવામાં પણ મદદ કરે છે.

હાઈપરટેન્શન દૂર રહે છે :
જેમ કે તમે જાણો છો કે તલમાં તેલ જોવા મળે છે. જે હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે. રક્તવાહિની તંત્ર પરનો તણાવ પણ તલથી ઓછો થાય છે. તે હૃદયની સમસ્યાઓથી તમને બચાવે છે. આ સિવાય મેગ્નેશિયમ પણ હાઈપરટેન્શનને ઘટાડે છે. મિનરલ પણ તલની અંદર જોવા મળે છે. તમારા શરીરને તલમાંથી 25 ટકા જેટલું મેગ્નેશિયમ મળે છે. તલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે :
કાળા તલ શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. તલમાં સેસામીન અને સેસમોલીન નામના બે પદાર્થ મળે છે. આ બંને લીંગ્લાસ નામના ફાઇબરના જૂથો હોય છે. લિગ્નાન્સની અસરથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તલના આહારમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.

લિમિટમાં જ ખાવા જોઈએ તલ :
એ વાત અલગ છે કે તલ સ્વાસ્થય માટે ખુબ સારા છે, પરંતુ તલનું વધુ પડતું સેવન કરવાથી શરીર માટે તે જીવલેણ સાબિત થાય છે. તેથી લિમિટમાં જ તલનું સેવન કરવું જોઈએ. તલના વધુ પડતા સેવનથી જલન જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય તલ વધારે ખાવાથી એલર્જી થઈ શકે છે. તલના વધુ પડતા સેવનથી અતિસાર થઈ શકે છે. ત્વચા પર ખંજવાળ અને ફોડલીઓ પણ તલનું સેવન વધારે કરવાથી થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

2 thoughts on “જાણો તલ ખાવાના અદ્દભુત ફાયદા વિશે…”

  1. તલ ખાવાથી પાચન શક્તિ મા ફાયદો થાય ડાયાબિટીસ વાળા તલ ખાઈ શકે

    Reply

Leave a Comment