મિત્રો આપણા ભારતમાં લગભગ લોકો પોતાના પર ઓછું અને બીજા લોકો પર વધારે ધ્યાન આપતા હોય છે. તો આજે અમે ભારતના લોકોની અમુક એવી ગંદી આદતો વિશે જણાવશું. કેમ કે ભારતમાં લોકો બીજાને નિયમો શીખવે છે પરંતુ પોતે જ તેનું આચરણ ભૂલી જાય છે. તો ચાલો જાણીએ એવી પાંચ ભૂલો અને ગંદી આદતી વિશે જે ખાસ ભારતીય લોકોમાં જોવા મળે છે.
સ્ત્રી કે છોકરીના અન્ડર ગારમેન્ટસને જોવા :
લગભગ કોઈ છોકરી કે સ્ત્રીના અન્ડર ગારમેન્ટસ જો ભૂલથી બહાર દેખાતા હોય તો લોકો તેને ઘૂરી ઘુરીને જોતા હોય છે. જે એક ખુબ જ ખરાબ આદત છે. પરંતુ જોનાર વ્યક્તિ તેની સાથે ચાલતા મિત્રને પણ જોવા માટે કહેતા હોય છે. આ ગંદી આદત આજે દેશના સંસ્કારો નીચે જોવડાવે છે. પહેલાના સમયમાં બહારવટિયાઓ પણ કોઈ બહેન દીકરી સામે પણ ન જોતા અને તેમની રક્ષા કરતા. તો આજના સમયમાં આવા નબળા વિચારો બદલીને આપણી નજરને સાફ રાખવી જોઈએ. તો આવી બાબતોને બને ત્યાં સુધી અનદેખી કરવી જોઈએ.
પાડોશીના ઘરે ઝગડા થઇ રહ્યા હોય :
ભારતમાં કોઈ પણ જગ્યા પર જો પાડોશીને ત્યાં ઝગડો થાય તો લગભગ લોકો ઘરની બહાર નીકળીને પાડોશીને ત્યાં પહોંચી જાય. કોઈ પણ કામ હોય લગભગ લોકો મુકીને તેમાં ધ્યાન આપવા લાગે છે. તેની સાથે સાથે આખા સમાજમાં પણ ઝગડો થયો હોય તેની વાતો કરતા હોય છે. તો મિત્રો કોઈ પણ વ્યક્તિના ઘરની વાત આપણે ન કરવી જોઈએ. કેમ કે આપણા ઘરની વાત કોઈ કરે તો આપણને ક્યારેય પણ ન ગમે. માટે આપણા કામ પર ધ્યાન આપવું જોઈએ અને બીજાને મદદ કરવી જોઈએ નહિ કે તેના ઝગડામાં રસ લેવો.
રસ્તા પર તમાકુ ખાતા લોકો :
આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં તમાકુ ખાવાનું ચલણ ખુબ જ વિખ્યાત છે. દેશના ઘણા બધા લોકો તમાકુ ખાય છે. પોતાના જીવ કરતા પણ એ લોકોને તમાકુ વ્હાલી છે. કેમ કે દેશમાં ઘણા લોકો વર્ષ દરમિયાન તમાકુથી થયેલ કેન્સરના કારણે મૃત્યુ પામે છે. પરંતુ તેમ છતાં લોકો તમાકુ નથી છોડતા. પરંતુ તેનાથી આગળ વાત કરીએ તો લોકો તમાકુનું સેવન તો કરે છે, પરંતુ જ્યાં હોય ત્યાં લોકો તમાકુ ખાઈને પિચકારી મારતા હોય છે. જે ખુબ જ ખરાબ આદત છે. કોઈ ગાડી પર જતું હોય તો ત્યાંથી પિચકારી મારે, કાર બસ, તર્ક, રીક્ષા વગેરે કોઈ પણ વાહન જતા હોય તો પાછળ વાળા વ્યક્તિની પરવાહ કર્યા વગર થૂંકી નાખતા હોય છે. એક યોગ્ય નાગરિક તરીકે આપણા દેશની સ્વચ્છતાનું ધ્યાન આપણે ખુદે રાખવાનું છે. નવપરણિત દુલ્હનની ગીફ્ટ ચેક કરવી :
કોઈ દુલ્હન પરણીને સાસરે જાય તો ત્યાં દુલ્હનને મળેલી ગીફ્ટ બધા જ લોકો ખોલવા બેસી જતા હોય છે. જેના પર માત્ર દુલ્હનનો અધિકાર હોય છે, પરંતુ આખું ઘર તેને ખોલવા માટે બેસી જતા હોય છે.
પરીક્ષામાં અસફળ :
મિત્રો વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય એટલે તરત જ ભગવાનને દોષ આપવા લાગે છે. જ્યારે ભૂલ વિદ્યાર્થીની જ હોય છે. ખુદનું નિરીક્ષણ કરવાને બદલે તે ફેલ થયાનો સંપૂર્ણ દોષ ઈશ્વરને આપવા લાગે છે. પરંતુ જો ઈશ્વરને દોષ આપ્યા વગર જ પરીક્ષાની તૈયારી બીજી વાર કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળી શકે છે. પરંતુ લોકો પોતાના દોષ નથી જોતા.
તમને શું લાગે છે આમાંથી કઈ આદત સૌથી વધારે ખરાબ છે ? જે આજેજ સુધારવી જોઈએ?
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ