ભારતે બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસનને આપ્યું આમંત્રણ ! બ્રિટનના પ્રધાનમંત્રીએ આપ્યો જવાબ…..

મિત્રો તમે જાણો છો એમ થોડા સમયમાં જ એટલે કે જાન્યુઆરી મહિનામાં ભારતનો પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે. જેની ઉજવણી કરવા માટે મુખ્ય અતિથિ રૂપે બ્રિટનના પ્રધાનમંત્રીને આ વર્ષે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેની જાણવા મળતી માહિતી મુજબ, બ્રિટન પ્રધાનમંત્રીએ આ આમંત્રણ સ્વીકાર પણ કરી લીધું છે. ચાલો તો આ અંગે વિસ્તારથી માહિતી જાણી લઈએ.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને વર્ષ 2021 ના ભારતના ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે. જ્યારે બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ એ મંગળવારે આ વિશે ભારતનું નિમંત્રણ સ્વીકાર કરતા આ અંગે જાણકારી આપી છે. બ્રિટનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘અમારા પ્રધાનમંત્રી બોરીસ જોનસને ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનવાનું નિમંત્રણ સ્વીકાર કર્યું છે.’ આમ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ સ્વીકાર કરીને બ્રિટન પ્રધાનમંત્રી આનંદ વ્યક્ત કર્યો છે. જ્યારે આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર કહ્યું કે, ‘આ ભારત બ્રિટનના સંબંધોના નવા યુગની શરૂઆતનું પ્રતિક છે.’

આ પહેલા જ્યારે બ્રિટનના વિદેશ મંત્રીએ ભારતની મુલાકાત લીધી હતી તે સમયે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બ્રિટનના વિદેશમંત્રીની વાત થયા મુજબ તેમની વચ્ચે વ્યાપાર, રક્ષા, શિક્ષા, પર્યાવરણ સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની વાત થઈ હતી. બંને વિદેશમંત્રીઓ વચ્ચે વાતચીત થયા બાદ શિષ્ટ મંડળ સ્તરની વાત પણ થઈ હતી. રાબ એવા સમયે ભારત યાત્રા પર આવ્યા હતા, જ્યારે બ્રિટન બ્રીક્જટ પછી વ્યાપાર સહયોગ કરવા માટે યુરોપીય સંઘ સાથે જટિલ વાર્તા કરી રહ્યું હતું. રાબ 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ભારત યાત્રા પર આવ્યા હતા.આ બેઠક બાદ એસ. જયશંકરે જણાવ્યું હતું કે, બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબ સાથે વાર્તામાં ભારત અને બ્રિટનના સંબંધોને વધુ મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘અમે અફઘાનિસ્તાનની સ્થિતિ અને ખાડી દેશ એવા હિંદ-પ્રશાંત ક્ષેત્ર સંબંધી ગતિવિધિઓની સમીક્ષા કરી હતી. જયશંકરે કહ્યું કે, ‘આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઉત્પન્ન થયેલ ચુનૌતીઓ પર ચર્ચા કરી, તેમણે કહ્યું કે, કોવિડ-19 પછી આર્થિક સુધારની ગતિ તેજ કરવા માટે ભારત-બ્રિટન વચ્ચે ગઠજોડ મહત્વપૂર્ણ છે.’

જ્યારે બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબે કહ્યું કે, ‘અમે ભારત સાથે આર્થિક સંબંધ મજબુત કરવા ઈચ્છીએ છીએ. દુનિયા જે રીતે બદલી રહી છે એવામાં બંને દેશો માટે નૌવહન સુરક્ષા, આપૂર્તિ શ્રુંખલા, જળવાયું પરિવર્તન જેવા મુદા પ્રાથમિક છે. આપણા સંબંધ વિભિન્ન ક્ષેત્રોમાં હિત અને મુલ્યો પર આધારિત છે અને અમે ઘણી રીતે સહયોગ વધારવા માંગીએ છીએ.’ આ પરથી કહી શકાય છે કે, બ્રિટન ભારત જેવા અગ્રણી અર્થવ્યવસ્થાઓ સાથે વ્યાપાર સંબંધ મજબુત કરવાની કોશિશ કરી રહ્યું છે. એવી આશંકા કરવામાં આવી રહી છે કે, કોઈ વ્યાપાર સમજોતા વગર યુરોપીય સંઘથી બહાર આવવા પર બ્રિટનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ શકે છે.આ સિવાય તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ. જયશંકરએ પોતાના બ્રિટની સમકક્ષ અને બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબનું સ્વાગત કર્યું. આંતરિક હિતના દ્રિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય એજેન્ડામાં છે. એવી સંભાવના કરવામાં આવી રહી છે કે, બંને પક્ષ સમગ્ર દ્રિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા માટે 10 વર્ષોની તૈયારી પર ધ્યાન આપી રહ્યા છે.

મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, રાબની યાત્રા બંને દેશો વચ્ચે કોવિડ-19 અને બ્રીક્જટ પછીના પરિપેક્ષમાં વ્યાપાર, રક્ષા, જળવાયું, આવાગમન, શિક્ષા, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગઠજોડ વધુ મજબુત થવાનો માર્ગ પ્રશસ્ત થશે. રાબ પોતાની યાત્રા દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શિક્ષામંત્રી રમેશ પોખરીયાલ નિશંક સાથે પણ બેઠક કરશે. તેઓ બેંગ્લોર પણ જશે. જ્યાં તેઓ 17 ડીસેમ્બર કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પા સાથે મુલાકાત કરશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment