કરોડપતિ ચોર ! સેન્ટ્રલ એસી મકાનમાં રહેતો અને સુરતમાં 19 લાખની કાર બુક કરાવી. જુઓ ચોરની આલીશાન જિંદગી…..

મિત્રો તમે ચોર તો ઘણા જોયા હશે, પણ આવો ચોર જીવનમાં ક્યારેય નહિ જોયો હોય. ચાર જ મહિનામાં રાજકોટની અંદર 12 જગ્યાએ ધાડ પાડીને લાખોનો મુદ્દામાલ ચોરી કર્યો. આ ચોરને કરોડપતિ ચોર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોરનું નામ છે આનંદ સીતાપરા. પોલીસ દ્વારા આનંદ અને તેના પુત્ર બંનેને પકડી લેવામાં આવ્યા છે અને 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ચોર એટલો અજીબ છે કે ચોરી કરવા જાય ત્યારે સફેદ કપડા પહેરતો અને ચોરી કરી લીધા બાદ મંદિરમાં બલી પણ ચડાવતો. તેની માનતા પણ રાખતો. તમને જણાવી દઈએ કે, એક સમયે આનંદ ત્રણ માળના સેન્ટ્રલ એસી મકાનમાં રહેતો હતો. તેમજ 19 લાખની કાર પણ બુક કરી હતી.

પોલીસને કેમ થઈ જાણ ? : નવેમ્બર મહિનામાં રાજકોટમાં આવેલ મિલપરા મકાનમાં તાળા તોડીને ચોર અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ એ જ સમયમાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડ 13 લાખ રૂપિયા સાથે સોનાના દાગીનાની પણ ચોરી થઈ હતી. છેલ્લા ચાર મહિનાની અંદર ચોરીનો આંક ખુબ જ વધી જતા પોલીસ પણ ચિંતામાં આવી ગઈ હતી. જેને લઈને પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી. જે સ્થળ પર ચોરી થઈ ત્યાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો જાણવા મળ્યું કે ખુબ જ સ્ટાઈલમાં ચોરી થઈ. કેમેરામાં જે શખ્સ દેખાયો તે સુરતનો કુખ્યાત ચોર આનંદ જેસિંગ સીતાપરા હોવાની શંકા સામે આવી. ત્યાર બાદ પોલીસે આનંદ અને તેના પિતાની ધરપકડ કરી હતી, ત્યાર બાદ તેમણે પોતાની ચોરી કબુલી હતી.

જપ્ત થયો 15 લાખનો મુદ્દામાલ : આનંદ ઉર્ફે, જયંતિ જેસિંગ સીતાપરા અને તેનો પુત્ર હસમુખ સીતાપરા ચીથરીયા પીરની દરગાહ નજીક હોવાની જાણકારી મળી હતી, ક્રાઈમ બ્રાંચ પીઆઈ  વી. કે. ગઢવી અને પીએસઆઈ ધાખડા સહીત તેમની ટીમ પકડવા માટે પહોંચી ગઈ હતી. પોલીસે તેની કડકાઈથી પુછપરછ કરતા આનંદ અને પુત્ર હસમુખે રાજકોટની છેલ્લી ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મીલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલ ચાર ચોરી સહીત 12 ચોરીની કબુલાત કરી હતી. પિતા-પુત્ર પાસેથી 10.50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ 3.19 લાખ, 1.25 લાખના 2 બાઈક અને રૂપિયા 7 હજાર વાળી ઘડિયાળ સહીત 15,01,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આનંદે કબુલ કરતા જણાવ્યું હતું કે, પોતે જેટલી જગ્યાએ ચોરી કરી તે બધી જ જગ્યાએ કોઠારિયામાં રહેતા પીયુષ વિનુ અમરેલીયા પણ સાથે હતો. આનંદ સીતાપરાવર્ષ 2007 માં પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર રહેતો હતો અને તેનું ત્રણ માળનું મકાન હતું, જે સેન્ટ્રલી એરકંડીશનર હતું. ખુબ જ વૈભવી જીવન જીવતો હતો. આનંદ વર્ષોથી ચોરી કરતો હતો. તેમજ પૂછપરછમાં જાણવા મળ્યું કે, 32 ચોરીના ગુનામાં તેની સંડોવણી છે તેવું સામે આવ્યું હતું. એક વાર તેને પાસમાં પણ મુકવામાં આવ્યો હતો. મોટી ચોરીમાં સફળતા મળ્યા બાદ જામજોધપુરમાં આવેલ મંદિરે બલી ચડાવવાની માનતા પૂરી કરતો.

આનંદ વર્ષોથી ચોરી કરતો હતો. આખો દિવસે અલગ અલગ વિસ્તારોમાં ફરતો અને જોતો કે ક્યો બંગલો બંધ છે. જે બંગલો બંધ હોય ત્યાં રાત્રે ચોરી કરતો. ચોરી કરવા માટે જાય ત્યારે તે પીયુષની બાઈક પાછળ બેસીને જતો. બાઈક જોઇને ઓળખ ન થાય એ માટે નંબર પ્લેટ પણ ન રાખતો. તેમજ પીયુષને હેલ્મેટ પણ પહેરાવતો. નક્કી કરેલ મકાન પર પહોંચી ગયા બાદ મકાનમાં એકલો જ ઘૂસતો. ત્યાર બાદ પીયુષને રવાના કરી દેતો અને ચોરી થઈ ગયા બાદ પીયુષને બોલવી રવાના થઈ જતા.સફેદ કપડા પહેરતો : આનંદ ચોરી કરવા જતો ત્યારે સફેદ કપડા પહેરતો. જો કોઈ વ્યક્તિ પૂછે તો જણાવતો કે, મરણના કામે જાય છે. એવું સાંભળીને લોકોને સહાનુભૂતિ થતી. અને મોકો મળે એટલે તરત જ ઘરમાં ઘુસી જતો. ચોરી કરીને આવ્યા બાદ આનંદ મોટા પ્રમાણમાં ઘરમાં કરિયાણું અને ટીવી, ફ્રિઝ સહીતની કિંમતી વસ્તુપ ખરીદી લેતો. એટલું જ નહિ, કપડા, પડદા, ગાદલા અને સેટી પણ બદલી નાખતો.

ચોરાઉ દાગીનાને ઠેકાણે કરવા માટે એ દાગીના વેપારીને આપી દેતા અને નવા બિલવાળા દાગીના લઈ લેતો. તેમજ એ દાગીના કોઈ જગ્યાએ વેંચવા જાય તો બીલ પણ રજુ કરતો હતો. જેથી કોઈને શંકા ન થાય કે ચોરીના દાગીના હતા. ચાર મહિનાની ચોરી બાદ તે સુરત તેના ઘરે જતો રહ્યો. સુરતમાં એમ.જી. હેક્ટરના શો-રૂમમાં જઈને તેના પુત્ર માટે 19 લાખની કાર બુક કરાવી હતી. બુકિંગ માટે 2 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા. પોલીસે શો-રૂમના સંચાલક પાસેથી બે લાખ જપ્ત કર્યા હતા.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment