પથારીમાં પેશાબ કરવું એ બાળકોની એક સામાન્ય સમસ્યા છે. બાળક નાનું છે, ત્યાં સુધી તો બધું બરાબર છે. પણ બાળક મોટું થઈ ગયા પછી પણ આ સમસ્યા હોય છે તો તેનું નિવારણ કરવું ખુબ જ જરૂરી બની જાય છે. 6 વર્ષના બાળકનું રાત્રે પથારીમાં પેશાબ કરવું એ કોઈ બીમારીનો સંકેત હોય શકે છે. એક અભ્યાસ અનુસાર માનવામાં આવે તો જો માતા-પિતામાંથી કોઈ એકને રાત્રે પેશાબ કરી જવાની આદત હોય તો આ સમસ્યા તેના બાળકોમાં 70% વધી જાય છે. વાસ્તવમાં DNA માં રહેલ chromosome થી આ શારીરિક ગુણ માતા-પિતામાંથી બાળકમાં પણ આવી શકે છે.
થોડા ખાસ ઉપાયોથી બાળકની આ આદત બદલી શકાય છે. જેમ કે એક-બે વાગ્યે બાળકને ઉઠાડીને બાથરૂમ કરાવી લો. રાત્રે 8 વાગ્યા પછી તેને ઓછું પાણી આપો. સૂતા પહેલા તેને પેશાબ કરાવીને જ સુવા દો. રૂમની લાઈટ થોડી વાર ચાલુ રાખો જેથી કરીને બાળકને પેશાબ જાતે જવામાં ડર ન લાગે. આ સિવાય બીજા ઘરેલું ઉપાય પણ છે જેને તમે અજમાવી શકો છો.ખજુર : સૂતા પહેલા બાળકને બે થી ત્રણ વખત ખજુર ખવડાવી દો. સાંજ પછી તેને વધુ પ્રવાહી પદાર્થ ન આપવા, ભોજનમાં બટેટાનો હલવો ખવડાવો. તમારી સમસ્યા ખતમ થઈ જશે.
તલ અને ગોળ : તલ, ગોળ અને અજમાનું ચૂર્ણ બનાવીને બાળકને ખવડાવો. તેનાથી માત્ર તેની પથારીમાં પેશાબ કરવાની આદત તો ચાલી જશે, પરંતુ તેનાથી અન્ય પણ શારીરિક લાભ પણ થશે.દૂધ અને મધ : 40 દિવસો સુધી બાળકને સવાર સાંજ એક કપ ઠંડા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવડાવો. સાથે જ દૂધ આપતી વખતે બાળકને તલ ગોળના લાડુ પણ સવારે આપો. આ ઉપાયથી રાત્રે પથારીમાં પેશાબ બંધ થઈ જશે.
અખરોટ અને કિસમિસ : 15 થી 20 દિવસો સુધી બાળકને દરરોજ 2 અખરોટ અને 10-12 કિસમિસ ખવડાવો. આ સિવાય બે ગ્રામ પીસેલી મિશ્રી એટલે કે લગભગ એક ચમચી બાળકને આપીને ઠંડુ પાણી પીવડાવો. તેની પથારીમાં પેશાબ કરવાની આદતમાંથી બાળકને છુટકારો મળી જશે.આંબળા : 1 ગ્રામ પીસેલા આંબળા, એક ગ્રામ પીસેલું કાળું જીરું, અને બે ગ્રામ પીસેલી મિશ્રી લઈને તેનું ચૂર્ણ બનાવી લો. એક ચમચી બાળકને આપીને ઠંડુ પાણી પીવડાવો. આ સિવાય આંબલા 50 ગ્રામ અને 50 ગ્રામ કાળું જીરુંને ખાંડી નાખો. અને 300 ગ્રામ શુદ્ધ મધમાં મિક્સ કરો, હવે તેને દરરોજ 6 ગ્રામ સવાર સાંજ બાળકને ચટાડો.
આ સિવાય બાળકોને સૂતા પહેલા વધુ પાણી ન આપવું જોઈએ. કોશિશ કરો કે તેની નિંદરમાં પણ કોઈ ખલેલ ન પડે. તેને મીઠી નીંદર લેવા દો. આ રીતે તે આખી રાત જાગ્યા વગર એકધારી નિંદર કરી લેશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી