શરીરમાં જમા થતું વધારાનું પાણી બને છે ખતરા સમાન | જાણો તેના મૂળ કારણો અને તેમાંથી બચવાના 8 ઘરેલું ઉપાયો.

શરીરમાં અચાનક પાણી કે મીઠું વધવાની સમસ્યાને વોટર રીટેન્શન કહેવામાં આવે છે. વોટર રીટેન્શનના કારણે આપણા શરીરનો વજન અચાનક વધી જાય છે. સાથે જ તેના કારણે પગ, પગના તળિયા અને એડીમાં પણ દુઃખાવો થવા લાગે છે. વોટર રીટેન્શનના કારણે ઘણા લોકોના હાથ, પગ અને પેટમાં સોજાની ફરિયાદ પણ થવા લાગે છે. આ સમસ્યાથી ગ્રસિત વ્યક્તિના ટીશ્યુમાં અસામાન્ય રૂપથી પાણી ભરાવા લાગે છે. વોટર રીટેન્શનની સમસ્યા ઘણા કારણોથી થઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં વોટર રીટેન્શનના કારણ, લક્ષણ અને થોડા ઘરેલું ઉપાયો વિશે જણાવીશું.

વોટર રીટેન્શનના કારણો : શરીરમાં તરલ પદાર્થોના એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હાર્મોન નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. જ્યારે આ હોર્મોનમાં ઉતાર-ચઢાવ આવે છે, તો શરીરના ટીશ્યુઝમાં વધુ પ્રમાણમાં પાણી એકત્ર થવા લાગે છે જેના કારણે વોટર રીટેન્શનની સમસ્યા થઈ શકે છે.એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસવાથી પણ વોટર રીટેન્શનની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને લાંબી યાત્રાના કારણે આ સમસ્યા થાય છે. જેના કારણે પગમાં સોજા ચડવા લાગે છે. તેમજ વધુ પ્રમાણમાં નમકનું સેવન કરવાથી પણ શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે વોટર રીટેન્શનની પરેશાની થઈ શકે છે.

પીરીયડ દરમિયાન ઘણી મહિલાઓને હોર્મોનમાં બદલાવ આવવાના કારણે પણ વોટર રીટેન્શનની પરેશાની થઈ શકે છે. આ સિવાય ગર્ભાવસ્થા, હૃદયની નબળાઈ વગેરે કારણે પણ વોટર રીટેન્શનની સમસ્યા થઈ શકે છે.

વોટર રીટેન્શનના લક્ષણો :  પેટમાં સોજો થવો,  પગની ઘૂંટી, પગ અને પંજામાં સોજો આવવો, વજનમાં ઉતાર- ચઢાવ, સાંધામાં અકડન, પીંડીમાં સોજો, સ્કીન દબાવવાથી ખાડો પડવો વગેરે તેના લક્ષણ હોય શકે છે. તમને જણાવી દઈએ કે ઘરેલું ઈલાજથી તમે વોટર રીટેન્શનની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ ઘરેલું ઉપાય તમારા માટે ઘણા સરળ સાબિત થઈ શકે છે. ચાલો તો આ ઈલાજ વિશે વધુ જાણી લઈએ.સફરજનની છાલ : સફરજનની છાલનો ઉપયોગ કરીને તમે વોટર રીટેન્શનની પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. વોટર રીટેન્શનની પરેશાની થવા પર ડરવાની જરૂર નથી. આ માટે 1 મોટી ચમચી સફરજનની છાલ લો. તેને 1 ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને પી જાવ. દિવસમાં લગભગ 2 થી 3 વખત સફરજનની છાલનું પાણી પીવાથી વોટર રીટેન્શનની પરેશાનીથી રાહત મેળવી શકાય છે. સફરજનની છાલ તમારા શરીરમાં રહેલ સોડિયમને ઓછું કરે છે. સોડિયમની અધિકતાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધે છે. આમ વોટર રીટેન્શનની સમસ્યા થઈ શકે છે.

લસણ : લસણના ઉપયોગથી પણ વોટર રીટેન્શનની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે પ્રતિદિન ખાલી પેટ 2 થી 3 લસણની કળી ચાવો. આ સિવાય તમે તેને પોતાના ખોરાકમાં પણ સામેલ કરી શકો છો. વાસ્તવમાં લસણમાં મૂત્રવર્ધક ગુણ રહેલા છે, જે  તમારા શરીરમાં રહેલ વધારાના પાણીને બહાર કાઢે છે. જો તમે પોતાના ભોજનમાં નિયમિત રીતે લસણને સામેલ કરો છો તો તમને વોટર રીટેન્શનની સમસ્યામાં રાહત મળે છે.આદુ અને મધ : વોટર રીટેન્શનની સમસ્યા થવા પર આદુ અને મધનું સેવન કરો. આદુમાં મેટાબોલિઝ્મને વધારાના ગુણ રહેલા છે. સાથે જ તેમાં સંક્રમણથી બચાવના ગુણ પણ રહેલા છે. આ સાથે જ આદુ મૂત્રવર્ધક વાળા ગુણથી ભરપુર હોય છે. તેના સેવન કરવા માટે 2 કપ પાણીમાં 2 ચમચી પીસેલું આદુ નાખો. હવે તેમાં પાણી સારી રીતે ઉકાળી લો. ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો. ત્યાર પછી તેમાં મધ મિક્સ કરીને ચાની જેમ તેનું સેવન કરો.

કેમોમાઈલનું તેલ : કેમોમાઈલના તેલના ઉપયોગથી વોટર રીટેન્શનમાં થતી પરેશાનીથી બચાવ થઈ શકે છે. આ તેલમાં એન્ટી ઇન્ફલેમેટરીના ગુણ રહેલા છે. જે મૂત્રવર્ધક હોવાની સાથે શરીરના સોજાને ઓછા કરવાના ગુણ પણ રાખે છે. આ તેલને ઉપયોગ કરવા માટે 1 બાથ ટબમાં પાણી ભરો. તેમાં કેમોમાઈલ તેલની 10 થી 20 ટીપા નાખો. આ પાણીથી સ્નાન કરવાથી શરીરના સોજા તરત જ ઓછા થઈ જાય છે.

સિંહપર્ણીનું મૂળ : સિંહપર્ણી એક આયુર્વેદિક ઔષધી છે. તેનો ઉપયોગ આયુર્વેદની દવાઓ બનાવવામાં થાય છે. તેમાં નેચરલ મૂત્રવર્ધક ગુણ હોય છે, જે આપણા શરીરથી વધારાના પાણીને બહાર કાઢે છે. તેનાથી વોટર રીટેન્શનની પરેશાની દુર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે 1 કપ પાણીમાં 1 ચમચી સૂકાયેલ સિંહપર્ણીની જડનો પાવડર મિક્સ કરો. પછી આ પાણીને 1 મિનીટ માટે ઉકાળો. 2 થી 3 કલાક પાણીને ઠંડુ થવા દો. સિંહપર્ણીનું પાણી પીતા પહેલા થોડું નોર્મલ પાણી લો. ત્યાર પછી આ ઉકાળો પી જાવ. દિવસમાં બે વખત આ પાણી પીવો.સિંધાલૂણ મીઠું : સિંધાલૂણ મીઠાના પાણીથી સ્નાન કરવાથી વોટર રીટેન્શનની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. આ માટે 1 બાલ્ટી પાણીમાં 1 કપ સિંધાલૂણ મીઠું મિક્સ કરો. ત્યાર પછી લગભગ 20 થી 30 મિનીટ આ પાણીમાં રહો. આમ નિયમિત રૂપે સિંધાલૂણ મીઠામાં સ્નાન કરવાથી વોટર રીટેન્શનની પરેશાની ઠીક થઈ શકે છે.

જીરાનું પાણી : વોટર રીટેન્શનની સમસ્યાથી લડતા લોકો માટે જીરાનું પાણી લાભદાયક છે. આ માટે 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી જીરું મિક્સ કરો. આ પાણીને થોડી વાર માટે ઉકાળો. ત્યાર પછી આ પાણીને ઠંડુ થવા દો. પછી તેને ગાળીને દિવસમાં બે વખત તેનું સેવન કરો.

ગ્રીન ટી : વજન ઓછું કરવા માટે વધુ પડતા લોકો ગ્રીન ટીનું સેવન કરે છે. ગ્રીન ટી માત્ર શરીરના વધારાના ફેટની ઓછું કરે છે, પરંતુ તેનાથી શરીરમાં રહેલ વધારાનું પાણી પણ બહાર આવી જાય છે. દિવસમાં બે થી ત્રણ વખત ગ્રીન ટી નું સેવન કરવાથી વોટર રીટેન્શનની સમસ્યામાં રાહત મળે છે. આમ તમે વોટર રીટેન્શનની તકલીફથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment