હવે ઘરે જ બનાવો સ્વાસ્થ્ય વર્ધક કીસમીસ ઘરે જ…. બજારમાં મળતા કીસમીસ કરતા સ્વાદ પણ હશે ખુબ જ લાજવાબ…..જાણો તેની પદ્ધતિ….
મિત્રો કીસમીસનો તો આપણે ઘણી વાનગીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ આ ઉપરાંત ખાસ કરીને મીઠી વાનગીમાં કીસમીસના ઉપયોગથી વાનગીને એકદમ ટેસ્ટી અને લાજવાબ બને આ ઉપરાંત સ્વાસ્થ્યની દ્રષ્ટીએ વાત કરીએ તો કીસમીસ ખુબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે અને તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે. માટે આપણે કીસમીસનું સેવન કરવું જોઈએ જેનાથી આપણા સ્વાસ્થ્યને ખુબ જ સારી અસર પહોંચે છે. પરંતુ મિત્રો કીસમીસ બજારમાં આજકાલ ખુબ જ મોંઘા મળવા લાગ્યા છે.
પરંતુ આજે અમે તમને લીલી દ્રાક્ષમાંથી કીસમીસ કંઈ રીતે બનાવી શકાય તેની રેસેપી જણાવીશું. જેને જાણ્યા બાદ તમે બજારમાંથી દ્રાક્ષ ખરીદવાનું ભૂલી જશો. માત્ર તમારે દ્રાક્ષની સીઝનમાં કીસમીસ બનાવીને તેને એક વર્ષ સુધી સાચવીને રાખી શકો છો. ઘરે બનાવેલી કીસમીસની ગુણવત્તા બજાર કરતા ખુબ જ સારી હોય છે. તેમજ તે ખુબ જ સસ્તી પણ પડે છે. તો ચાલો જાણીએ દ્રાક્ષમાંથી કીસમીસ બનાવવાની સરળ રીત.
દ્રાક્ષમાંથી કીસમીસ બનાવવા માટે તમારે માત્ર બે જ સામગ્રીની જરૂરીયાત રહેશે. એક લીલી દ્રાક્ષ અને બીજું પાણી. પરંતુ અહીં તમે જો કીસમીસ બનાવવા માટે લાંબી દ્રાક્ષ કે જેને નાસિક દ્રાક્ષ પણ કહેવામાં આવે છે તે લેશો તો કીસમીસ ખુબ જ સ્વાદિષ્ટ બનશે. પરંતુ તમે નોર્મલ કોઈ પણ લીલી દ્રાક્ષ લેશો તો પણ કીસમીસ સારી ગુણવત્તા અને સ્વાદ વાળી જ બનશે. પરંતુ શક્ય હોય તો લાંબી દ્રાક્ષ લેવી.
દ્રાક્ષ બનાવવા માટે સૌથી પહેલા તમારે 500 ગ્રામ દ્રાક્ષ લેવાની છે અને તેને પાણીમાં ધોઈને બરાબર સાફ કરી લેવાની છે.
ત્યાર બાદ એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરી તેને ગરમ કરવા મૂકી દો. (જો દ્રાક્ષ વધારે હોય તો પાણીનું પ્રમાણ પણ તે મુજબ વધારી દેવાનું રહેશે.)
હવે પાણી થોડું ઉકળવા લાગે ત્યારે તેમાં દ્રાક્ષ નાખી દો અને બે મિનીટ સુધી દ્રાક્ષને પાણીમાં ઉકળવા દો. ઉકાળતી વખતે ગેસની આંચ વધારે રાખવાની છે. મિત્રો અહીં તમારે દ્રાક્ષને વધારે નથી ઉકાળવાની માત્ર એકથી બે મિનીટ જ પાણીમાં ઉકાળવી, તેનાથી વધારે નહિ.
એકથી બે મિનીટ દ્રાક્ષને પાણીમાં ઉકાળ્યા બાદ તરત જ ગેસ બંધ કરી લેવો અને ફટાફટ દ્રાક્ષ અને પાણીને અલગ કરી લેવું.
ત્યાર બાદ બે સ્વચ્છ કોટનના કપડા લેવા અને એકની ઉપર એક કપડું પાથરી દેવું. ત્યાર બાદ તેમાં એક એક દ્રાક્ષ અલગ અલગ કરીને સૂકવવા માટે મૂકી દેવી.
દ્રાક્ષને સુકાવવાની પ્રક્રિયા જ સૌથી મહત્વની પ્રક્રિયા છે. તેના માટે દ્રાક્ષને આખો દિવસ તડકામાં સુકવવાની રહેશે. આવી રીતે બે ત્રણ દિવસ તડકામાં સુકવશો એટલે તે એકદમ સુકાઈ જશે અને તે કીસમીસ બની જશે. કીસમીસ બની ગયા બાદ તમે તેને કોઈ પણ ડબ્બામાં ભરીને તેને આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને તેનો ઉપયોગ કરીને તમારી વાનગીને ટેસ્ટી બનાવી શકો છો. અને આ કીસમીસને સામાન્ય ખાવ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
મિત્રો જ્યારે દ્રાક્ષની સીઝન ચાલતી હોય ત્યારે દ્રાક્ષ ખુબ જ સસ્તી હોય છે. ત્યારે તમે આ રીતે વધારે દ્રાક્ષ લઈને કીસમીસ બનાવી લેશો તો આખું વર્ષ બજારમાંથી ખરીદવાની ઝંઝટ તો નહિ રહે પરંતુ પૈસાની પણ બચત થશે. કારણ કે ઘરે બનાવેલી કીસમીસ બજારમાં મળતી કીસમીસ કરતા ખુબ જ સસ્તી અને સહેલી પડશે. તો એક વાર ઘરે અવશ્ય ટ્રાય કરજો.
તો તમને અમારી આ રેસેપી કેવી લાગી તેમજ તમે બનાવી હોય તો તમારા અનુભવો કોમેન્ટ દ્વારા શેર કરવાનું ભૂલશો નહિ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google