આ મહિલાનું વજન હતું 500 કિલો….. આ રીતે બની ગઈ તે 100 કિલોની…. જાણો તેણે કી રીત અપનાવી ?
મિત્રો અમુક કેસ એવા હોય છે કે તે માત્ર પોતાના શહેર કે દેશમાં જ નહિ, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત થઇ જતા હોય છે. આવા સ્પેશિયલ કેસ આખી દુનિયાનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. તેવા જ એક કેસની આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે અમે એક એવી વાત કરવા જઈ રહ્યા જેમાં એક સ્ત્રીએ પોતાની જિંદગી મૌત સામે હતી ત્યાંથી બચાવીને આજે એક નોર્મલ લાઈફ જીવી રહી છે.
આજે અમે એક એવી મહિલાની સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું વજન 100 કે 200 કિલો નહિ, પરંતુ પૂરો 500 કિલો હતો. એટલું જ નહિ આ મહિલા પર એવો આરોપ લાગેલો હતો કે તે તેના ભત્રીજા પર બેસી ગઈ અને તેનો ભત્રીજો મૃત્યુ પામ્યો. એવું સામે આવ્યું હતું કે તેના વજનથી તેનો ભત્રીજો મૃત્યુ પામ્યો હતો. પરંતુ આ કેસની હકીકત કંઈક અલગ જ હતી.
આજે અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે માયરા રોઝેલેસ (Myra Rosales). જેનું વજન અડધો ટન એટલે કે 500 કિલો હતું. માયરા ટેક્સસની રહેવાસી છે. તે ખાવાની ખુબ જ શોખીન હતી, જેના કારણે ખાઈ ખાઈને તેનું વજન 500 કિલો થઇ ગયું હતું. વિચારો મિત્રો આપણે 100 કિલોથી ઉપર વજન વધી જાય તો આપણી ચિંતાઓ અને શારીરિક સમસ્યાઓ ખુબ જ વધવા લાગતી હોય છે. તો આ 500 કિલો વજનની મહિલાની શું સ્થિતિ થઇ હશે ! અંતે એક સમયે માયરા પોતાની જિંદગીથી હારી પણ ગઈ હતી.
આ મહિલા તેના ભત્રીજા પર બેસી ગઈ અને તે મૃત્યુ પામ્યો તેવો આરોપ લાગ્યો હતો. પરંતુ હકીકત એવી છે કે માયરાની બહેન જીમ્મીએ પોતાના દીકરાને હેયર બ્રસથી ઘાતક રીતે માર માર્યો હતો. જેના કારણે તે મૃત્યુ પામ્યો હતો. પરંતુ જીમ્મીએ માયરાને પ્રાર્થના કરી કે માયરા તેના બાળકની હત્યાનો આરોપ તેના માથે લઇ લે. અને કહ્યું કે મારે બીજા પણ બે બાળકો છે, માટે જો હું જેલમાં જઈશ તો તે બાળકોને કોણ રાખશે. તેવી આજીજી કરી.
જીમ્મીની આજીજી સાંભળ્યા બાદ માયરાએ વિચાર્યું કે હું આમ પણ મારા વજનના કારણે મૃત્યુ પામી જઈશ. માટે મારા ભત્રીજાનો આરોપ મારી માથે લઇ લવ અને ત્યાર બાદ માયરાએ પોલીસને જણાવ્યું કે હું મારા ભત્રીજા પર ચડી ગઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું. ત્યાર બાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી. પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે તેને કાર્યવાહી માટે ઘરની બહાર લાવવામાં આવી. ત્યારે તેને એક દીવાલ તોડવી પડી હતી, જેથી તે ઘરની બહાર નીકળી શકે. એટલું જ નહિ કોર્ટમાં પણ તેના માટે અલગથી એક બેડ રાખવામાં આવતું હતું. કારણ કે માયરા તેના વજનના કારણે ઉભી પણ રહી શકતી ન હતી.
કાર્યવાહી દરમિયાન ડોક્ટરે માયરાના ભત્રીજાની એડોપ્સી કરી ત્યારે સામે આવ્યું કે માયરા ક્યારેય તેના ભત્રીજા પર ચડી જ ન હતી. પરંતુ તેના ભત્રીજા પર કોઈ વસ્તુથી ઘણા બધા વાર કરવામાં આવ્યા હતા. જેના કારણે તે મૃત્યુ પામ્યો હતો. ત્યાર બાદ માયરાની બહેન જીમ્મીનું સત્ય બહાર આવ્યું અને જીમ્મીને 15 વર્ષ જેલની સજા થઇ.
ત્યાર બાદ માયરાને તેની જિંદગી પ્રત્યે પ્રેમ થવા લાગ્યો અને તેણે એક ડોક્ટર હાયર કર્યો અને વજન ઘટાડવાની કોશિશ કરવા લાગી. માત્ર 10 દિવસમાં જ તેણે 50 કિલો વજન ઘટાડ્યો પરંતુ તેનો વજન 500 કિલો હતો. તેથી 50 કિલોથી કંઈ જ ફર્ક પડે તેમ ન હતો. ત્યાર બાદ ડોકટરો દ્વારા તેની 11 સર્જરી કરવામાં આવી હતી. જેમાં તેની ચરબી બહાર કાઢવામાં આવી. ત્યાર બાદ તેણે એકસરસાઈઝ ચાલુ રાખી અને આ રીતે તેણે લગભગ 400 કિલો જેટલો વજન ઘટાડ્યો.
આજે તેનો વજન 100 કિલો છે, તેમ છતાં તે પ્રયત્ન કરી રહી છે. આજે તેના શરીરની દરેક સમસ્યા જેવી કે બીપી, શુગર વગેરે ગાયબ થઇ ગઈ છે. એટલું જ નહિ માયરા પહેલા ખાવા માટે જીવતી હતી, પરંતુ આજે માયરાને સમજાઈ ગયું કે ભોજન એ માત્ર આપણા શરીરની એક જરૂરીયાત છે. માટે જરૂરીયાત મુજબ જ ભોજન કરવું જોઈએ.
મિત્રો તમને આશ્ચર્ય થશે કે એક સમયે 500 કિલો વજન ધરાવતી માયરા આજે નોર્મલ થઇ ગઈ છે અને તેને તેનો જીવનસાથી પણ મળી ગયો છે. તેમજ તે પોતાની બહેન જીમ્મીના બે બાળકોની સંભાળ પણ પોતે જ રાખે છે.
આજ કાલ ઘણા લોકોને વધારે વજન અને ચરબીની સમસ્યા હોય છે. તેઓ માટે માયરા એક પ્રેરણા દાયક મહિલા ગણાશે. જો માયરા પોતાનો 400 કિલો વજન ઘટાડી શકે તો આપણે શું 20 કે 30 કે તેનાથી પણ ઓછો વજન ઘટાડી જ શકીએ અને તે પણ ખુબ જ સરળતાથી. તમારું શું કહેવું છે આ વાત પર તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.
આ દુનિયામાં મિત્રો કોઈ પણ કામ અશક્ય નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માયરા. 500 કિલો વજનમાંથી 100 કિલો વજન કરી નાખ્યું. પૂરું 400 કિલો વજન માયરાએ ઘટાડ્યું. જે દરેક વ્યક્તિને એક સંદેશ આપી જાય છે. કે તમારી જિંદગી તમારા હાથમાં તમને ઈચ્છા પડે તમે કરી શકો છો. માટે પહેલે થી એક રસ્તો અપનાવો અને અને જીવનને સફળ બનાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google