એક એવું શિવલિંગ જેના થઇ જાય છે ટુકડે ટુકડે….. જો માખણ આવે જોડવામાં તો આવી જાય છે મૂળ રૂપમાં…. જાણો શા માટે થાય છે ટુકડા….
મિત્રો શિવ મંદિરની જો વાત કરવામાં આવે તો ભારતમાં ઘણા બધા અદ્દભુત એવા શિવ મંદિરો આવેલા છે જેની પ્રકૃતિ તેમજ તેની પાછળ રહેલું રહસ્ય કે કથાઓ જાણી તેના પ્રત્યે આકર્ષણ થાય છે. આપણા ભારતમાં અનેક મંદિરો આવેલા છે જેમાં ઘણા બધા ચમત્કારો પણ જોવા મળે છે. શિવ ભક્ત પોતાની અનન્ય આરાધનાથી ભગવાન શિવની કૃપાને પ્રગટ કરે છે. ભક્તની કરૂણ પુકારસાંભળી શિવજી પોતાનું રુદ્ર રૂપધારણ કરી ભક્તોના દરેક કષ્ટોને દૂર કરે છે.
ભારત દેશમાં ઘણા બધા એવા મંદિરો છે જ્યાં તે મંદિરની સાથે કોઈને કોઈ રહસ્ય કે ચમત્કાર ઘટિત થાય છે. આવા અનેક મંદિરોમાંથી એક એવું શિવ મંદિર છે તેના વિશે કહેવામા આવે છે કે ત્યાં દર વર્ષે અવકાશીય વીજળી પડે છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ કે આ શિવ મંદિર પર વીજળી પડવા છતાં પણ મંદિરને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી. તો એ જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણીએ કે તેની પાછળનું રહસ્ય શું છે. આવું બનવા પાછળનું સાચું કારણ શું છે.
મિત્રો જ્યારે પણ આ શિવ મંદિરમાં વીજળી પડે છે ત્યારે ગર્ભગૃહમાં શિવલિંગના ટુકડે-ટુકડા થઈ જાય છે અને એવું પણ કહેવામા આવે છે કે, આ ઘટના સદીઓથી આમ જ ચાલતી આવે છે. ત્યાંના લોકોનું કહેવું છે મહાદેવ પોતાના પર વીજળી પડવાના દર્દને ખુબ જ ધીરજ અને મૌન ધારણ કરીને સહન કરી લે છે. ત્યારે ખરેખર એવું લાગે કે મહાદેવ સાચે જે ભોળાનાથ છે. પરંતુ ત્યાંના લોકો પણ મહાદેવના દર્દને ઓછું કરવા માટે શિવલિંગ પર માખણ લગાવીને પોતાનો શિવજી પ્રત્યે રહેલા પ્રેમને દર્શાવે છે. ચાલો આ સ્થળ વિશે વિસ્તૃત જાણકારી જાણીએ.
ભગવાન શિવજીનું આ મંદિર કુલ્લુથી લગભગ 18 કિલોમીટર દૂર મથાન નામના સ્થળ પર સ્થિત છે. ત્યાં શિવલિંગ પર વીજળી પડતી હોવાથી આ શિવ મંદિરને વિજળેશ્વર મહાદેવના નામથી આ ક્ષેત્રના લોકો દ્વારા ઓળખવામાં આવે છે. આ ઉપરાંત શિવજી પર માખણ લગાવવાના કારણે ત્યાંના લોકો તેને માખણ મહાદેવ પણ કહે છે.
શિવજીના આ અદ્દભુત મંદિર વિશે પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. એવું માનવમાં આવે છે કે અહીં જ ભગવાન શિવે જલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જ્યારે પણ સંસારમાં સંકટ આવવાનો હોય છે ત્યારે મહાદેવ તે સંકટને પોતાના પર લઈ લે છે. આ મંદિર વિશેની પુરાણોમાં કથા છે કે મહાદેવ પર વીજળી પાડવાનું એક કારણ એવું પણ છે કે વીજળીના પ્રચંડ પ્રહારથી માનવજાતિનું રક્ષણ કરવા માટે કોઈ મુનિએ શિવજીને પ્રાર્થના કરી હતી. તે મુનિની પ્રાર્થના સાંભળીને મહાદેવ એ વીજળીને પોતાના તરફ વાળી લીધી હતી. પરંતુ શિવજીના પ્રતિક સમાન શિવલિંગના ટુકડા થઈ ગયા. આ ચમત્કારી ઘટના ત્યાં દર બે વર્ષે બને છે. આ મંદિરમાં ક્યારેક ધ્વજના ટુકડે ટુકડા થઈ જાય છે તો ક્યારેક શિવલિંગના પણ ટુકડા થઇ જાય છે.
આ સમગ્ર ઘટના પછી એક ચમત્કારિક ઘટના બીજી પણ બને છે. તેના વિશે જાણીને તમને પણ ખુબ જ આશ્ચર્ય થશે. જે શિવલિંગના વીજળી પડવાથી ટુકડા થઈ ગયા હોય છે તે ફરીથી શિવલિંગનું રૂપ ધારણ કરી લે છે. અહીં કહેવામા આવે છે કે ઘણી વખત શિવલિંગ ખંડિત થઈ છે. પરંતુ માખણથી ફરી શિવલિંગ પોતાની વાસ્તવિક સ્થિતિમાં આવી જાય છે. ટુકડા થઇ ગયેલા શિવલિંગને જો માખણથી જોડવામાં આવે તો પોતાના મૂળ સ્વરૂપમાં ભગવાનનું શિવલિંગ આવી જાય છે.
મિત્રો આપણા મનમાં આ વાત સાંભળીને સંદેહ પણ થઇ શકે. પરંતુ મિત્રો આ બાબત બિલકુલ સાચી. ત્યાંના લોકોએ આ દ્રશ્યને રૂબરૂ નિહાળેલું છે. ત્યાં ભગવાન શિવજીનો સાક્ષાત વાસ થાય છે. તેમના પર જ્યારે પણ વીજળી પડે છે ત્યાર બાદ ટુકડા થયેલા શિવલિંગ પર જો માખણ લગાવીને ભેગા કરી દેવામાં આવે તો શિવલિંગ મૂળ રૂપમાં આવી જાય છે.
આ રીતે હીમાલય પ્રદેશમાં સ્થિત કુલ્લુની પહાડીઓમાં આવેલ આ મહાદેવનું મંદિર પોતાની ચમત્કારિક ઘટનાઓને કારણે ખુબ જ પ્રખ્યાત છે. હિમાલયની પહાડીઓમાં નયન રમ્ય વાતાવરણમાં આ મંદિરમાં ભક્તજણ શિવજીના દર્શન કરવા માટે ખુબ જ ભાવપૂર્વક અને શ્રદ્ધાથી નમન કરે છે. આમ માખણ મહાદેવની આ ચમત્કારિક ઘટનાના જો તમે પણ દર્શન કરવાનું વિચારી રહ્યા છો તો આ ઉનાળાની રજામાં અહીં ફરવા જવાનો પ્રોગ્રામ અવશ્ય કરજો. ત્યાં વાતાવરણમાં પણ ખુબ જ શુદ્ધતા છે અને કુદરત પણ સોળેકળાએ ખીલેલું હોય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google