આ ઉપાયો દ્વારા તમે ગમે તેવી ગરમીને હરાવી શકો છો…. AC અને કુલર કરતા પણ વધારે ઠંડક મળે છે….. જાણો તે ઉપાયો વિશે.

આ ઉપાયો દ્વારા તમે ગમે તેવી ગરમીને હરાવી શકો છો…. AC અને કુલર કરતા પણ વધારે ઠંડક મળે છે….. જાણો તે ઉપાયો વિશે.

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ઉનાળાની ગરમી ખુબ જ ભયંકર પણ હોય છે. ઉનાળાની ગરમીના ત્રાસથી લોકો ઘરમાં AC અને કુલર મુકાવી દેતા હોય છે. પરંતુ મિત્રો બધા જ લોકો AC અને કુલર ન મુકાવી શકતા હોય. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે AC અને કુલર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. તેની ગરમીમાં રાહત પણ મળે છે પરંતુ અમુક સમયે તે આપણા માટે ખુબ જ નુકશાનદાયી સાબિત થાતું હોય છે. પરંતુ ગરમથી બચવા માટે AC  અને કુલર સિવાયના બીજા પણ ઉપાય છે.

મિત્રો આજે અમે તમને જણાવશું કે AC અને કુલર વગર પણ ઘરને ઠંડુ રાખી શકાય છે. તેનાથી તમે તમારા આખા ઘરના તાપમાનને કંટ્રોલ કરી શકો છો. આ ઉપાય માટે તમે થોડી મહેનત કરીને આખો ઉનાળો ઘરમાં ઠંડક અનુભવી શકો છો. એટલું જ નહિ મિત્રો આ સરળ ઉપાયથી તમે AC કે કૂલરમાં થતો વીજળીનો વપરાશ અટકાવી શકો છો અને વીજળી બાળ્યા વગર જ ઘરમાં ઠંડક અનુભવી શકો છો. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

સૌથી પહેલા તો છે સફેદ ચૂનો. મિત્રો સફેદ ચૂનો ઘરને ઠંડક આપી શકે છે. માટે શક્ય હોય તો તમારા ઘરની બહાર તમારે સફેદ ચૂનો લગાવવો જોઈએ તેનાથી ઘર ઠંડુ રહે છે. આ ઉપરાંત તમે માત્ર છત પર ચૂનો લગાવીને પણ ઘરને ઠંડક આપી શકો છો. તેના માટે તમારે 5 કિલો સફેદ ચૂનાનો પાવડર  લેવાનો છે તેમાં 10 લીટર પાણી ઉમેરવું અને ત્યાર બાદ તેમાં અડધો લીટર ફેવિકોલ ઉમેરવું. ત્યાર બાદ ત્રણેયને મિક્સ કરી લો.

મિક્સ કર્યા બાદ તેને છત પર લગાવી દો. છત પર ચૂનાનું એક જાડું લેયર બનવું જોઈએ. ત્યાર બાદ 24 કલાક બાદ તેમાં આછું આછું પાણી છાંટો અને ફરી પાછુ એક ચૂનાનું લેયર લગાવી દો. ત્યાર બાદ 24 કલાક થયા બાદ તેમાં પાછું આછું પાણી છાંટી દેવું. આ રીતે છત પર ચૂનો લગાવવાથી ઘરનું તાપમાન સામાન્ય અને સરળ રહે છે ઘરમાં વધારે ગરમી થતી નથી અમે તમારા આખા ઘરનું તાપમાન સામાન્ય રીતે ઠંડું રહે છે.

ત્યાર બાદ જો તમે ઘરને કુદરતી ઠંડક આપવા માંગતા હોવ તો છત પર કુંડામાં છોડ લગાવી શકો છો તેનાથી પણ ઘરને ઉનાળામાં કુદરતી ઠંડક મળશે. આ ઉપરાંત ઘરની આસપાસ પણ વધારે છોડવાઓ અને વૃક્ષો વાવવા જોઈએ. તે આપણા ઘરની સુંદરતા તો વધારશે પરંતુ આપણને ગરમીથી પણ બચાવશે.

આ ઉપરાંત ઘરની છત પર શક્ય હોય તો એક વાંસનો મંડપ અવશ્ય લગાવવો જોઈએ. કારણ કે વાંસનો મંડપ તમારા ઘરની શોભા તો વધારશે જ પરંતુ ઉનાળાની ગરમીમાં તમારા ઘરમાં ઠંડક રહેશે. વાંસ આપણા મકાનની દીવાલોને તપવા નથી દેતું અને વાંસ એક ઠંડી પ્રકૃતિનું વ્રૃક્ષ પણ કહેવાય છે. એટલા માટે આપણને તેનાથી રાત્રે અને દિવસે પણ ઠંડક જ મળે છે.

બજારમાં સિલ્વર કોટિંગ વાળી બીટ્યુમીનસની શીટ આવે છે તે શીટ લઈને છત પર પાથરી દેવી જોઈએ. તેનાથી ઘરમાં વધારે તાપ નહિ લાગે અને પરિણામે ઘરમાં ઠંડક રહેશે. આ ઉપરાંત તમારી છતમાં કોઈ લીકેજ હોય તો ચોમાસામાં પણ કામ આવી શકે છે. ઘરમાં વધારે ઠંડક મેળવવા માટે ટ્યુબ લાઈટ અને બલ્બ ઓછા ચાલુ રાખવા જોઈએ માત્ર જરૂરીયાત પ્રમાણે જ રાખવા.

તમે તમારા ઘરમાં કુદરતી કુલર બનાવવા માટે બારીમાંથી આવતી હવાનો ઉપયોગ કરીને ત્યાં અમુક વસ્તુઓની મદદથી ઇકો કુલર પણ બનાવી શકો તેનાથી ઘરમાં તડકાની લુ નહિ આવે, પરંતુ જે રીતે કૂલરમાં ઠંડી હવા આવશે તેમ ઠંડી હવા આવશે જે તમારા ઘરને ઠંડક પ્રદાન કરશે.

મિત્રો આ ઉપાયો એકદમ સરળ અને ખુબ જ સસ્તા છે. આનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકશાન નહિ થાય અને આપણા ઘરમાં ઠંડક પણ મળી રહે છે. એટલા માટે મિત્રો આ ઉપાયોથી આપણું કામ તો ચાલી જ જાય. ઘણા બધા લોકો દ્વારા આ ઉપાયો અપનાવવામાં પણ આવ્યા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Leave a Comment