શિયાળામાં બ્લડ પ્રેશર નોર્મલ રાખવા માટેની બેસ્ટ ટિપ્સ : આજે જ જાણો નહીં તો શિયાળામાં હાર્ટએટેકનું જોખમ વધી જશે.

શિયાળાનો સમય ખાણીપીણી માટે ખૂબ જ વધારે વિશેષ હોય છે. આપણે વિવિધ પ્રકારની વાનગીઓ ટ્રાય કરીએ છીએ અને તેલ, ઘી માં તળેલા ખાવાની સાથે ઋતુની અસર આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ થાય છે. આ સમયે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ એ એક પ્રકારનો ફેટી પદાર્થ છે જે લીવર અને રક્ત વાહિનીઓમાં જમા થાય છે. જેનાથી હૃદય પર ખૂબ જ ખરાબ અસર થાય છે અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઇ જાય છે.

જો તમે cbc એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરાવ્યું હોય તો તમને ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ માં સમજણ તો પડતી જ હશે. કોલેસ્ટ્રોલ ની જરૂર આપણા શરીરને હોય જ છે કારણ કે આ હેલ્દી સેલ્સને બનાવવા અને વિટામીન હોર્મોન્સના બેલેન્સ ને જાળવી રાખવા માટે જરૂરી છે, પરંતુ તે ત્યારે ખરાબ બની જાય છે અને જ્યારે  રક્તવાહિનીઓમાં પરત જામવા લાગે છે અને આ ધમનીઓને સાંકળી કરી દે છે જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. શિયાળાના સમયમાં તો આ સમસ્યા વધારે થાય છે એ આપણે જોઈ લીધું પરંતુ આ સમસ્યાને હલ કરવા માટે શું કરી શકાય તે પણ જાણી લેવું જરૂરી છે.હાઈ કોલેસ્ટ્રોલ ના કારણે થાય છે આવી મુશ્કેલીઓ:- જેવી રીતે અમે જણાવ્યું કે હાઈ કોલેસ્ટ્રોલ પરતના રૂપમાં ધમનીઓમાં જામી જાય છે અને આ ન માત્ર તેને સાંકળી કરી દે છે પરંતુ  પરંતુ એ તેને હાર્ડ પણ બનાવી દે છે જેનાથી તે વિસ્તરી શકતા નથી.

આવા કિસ્સાઓમાં, રક્ત પ્રવાહ પ્રતિકાર વધે છે અને હૃદયને લોહી પમ્પ કરવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે વધુ જોર કરવું પડે છે.  આવી સ્થિતિમાં, ધબકારા વધવા, હૃદયના ધબકારા વધવા, બ્લડ પ્રેશર વગેરેની સમસ્યા થાય છે, જે આપણા શરીરની સમગ્ર કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને અસર કરે છે.આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ડાયટ ટીપ્સ:- હવે વાત કરીએ એવા ડાયટ ટીપ્સની જે વધતા કોલેસ્ટ્રોલની સમસ્યાને થોડું ઓછું કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ વધારતા ઉત્તેજકો ને ખાવા-પીવાનું બંધ કરી દેવું, જેમ કે કોફી, તમાકુ, આલ્કોહોલ વગેરે નું સેવન ઓછામાં ઓછું કરવું.

ઘરે જ તાજી અને લીલી શાકભાજીનું જ્યુસ બનાવવું, જેમકે ઘઉંનું ઘાસ જે મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આ કોલેસ્ટ્રોલની સમસ્યામાં મદદરૂપ થાય છે. તમારા આહારમાં સેલરી, લસણ અને કાચી ડુંગળીનો સમાવેશ કરવાથી ચોક્કસપણે ફાયદો થશે.સ્ટ્રેસ મેનેજમેન્ટ પર જરૂર ધ્યાન આપો:- ડાયટીશિયન પ્રમાણે કોલેસ્ટ્રોલની સમસ્યાને ઘટાડવા માટે જો યોગ્ય રીતે ડાયટ લેવામાં આવે, વજનને ઘટાડવામાં આવે, વિટામીન અને મિનરલ યોગ્ય રીતે લેવામાં આવે કે પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનીક ને અનુસરવામાં આવે તો હાઇપર ટેન્શનથી બચવામાં મદદ મળે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારા વધતા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

તમારા ડાયટમાં કોઈપણ મોટો બદલાવ કરવાથી પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવું કે પહેલા ડોક્ટર થી વાત કરવી જરૂરી છે. કોલેસ્ટ્રોલની સમસ્યા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ હોય છે અને તેથી પહેલા ડોક્ટર થી વાત કરો અને ત્યારબાદ જ તમે તમારા ઈલાજ વિશે વિચારો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “શિયાળામાં બ્લડ પ્રેશર નોર્મલ રાખવા માટેની બેસ્ટ ટિપ્સ : આજે જ જાણો નહીં તો શિયાળામાં હાર્ટએટેકનું જોખમ વધી જશે.”

Leave a Comment