સેકન્ડ હેન્ડ ઈલેકટ્રીક કાર લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો ફાયદો થશે કે નુકસાન…

ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોની લોકપ્રિયતા પાછલા કેટલાક વર્ષોમાં ખૂબ જ જોવાઈ રહી છે. ઈલેક્ટ્રીક વાહનોની માંગ વધવાની પાછળ ત્રણ મોટા કારણ છે. તેમાં પહેલું કારણ છે પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને છે, બીજું ઈલેક્ટ્રીક વાહનો પ્રતિ લોકોનું વધતું વલણ અને ત્રીજું ઈલેક્ટ્રિક વાહનોને લઈને સરકાર/વાહન કંપનીઓની આક્રમક નીતિ વગેરે નો સમાવેશ થાય છે.

જોકે ઈલેક્ટ્રીક વાહનને ખરીદવું સામાન્ય માણસના બજેટમાં થોડું ખર્ચીલું છે. પરંતુ, ઈલેક્ટ્રીક વાહનોના સેકન્ડ હેન્ડ મોડેલની ડિમાન્ડ પણ ખુબ જ ઝડપ થી જોવા મળી રહી છે. જો તમે પણ સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રીક વાહનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ પાંચ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

1) ઈલેક્ટ્રીક કારો ના ઓછા મોડલ બની રહ્યા છે મોટા પડકાર:- જો તમે એક સેકન્ડ હેન્ડ સારી ઈલેક્ટ્રીક કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો તે થોડું મુશ્કેલ પણ હોઈ શકે છે. એવું એટલા માટે પણ છે કારણ કે ઈલેક્ટ્રીક કારો આઈસી એન્જિન વાળી કારોની તુલનામાં ઓછી વેચાય છે. પરંતુ આજ વાત એ અર્થમાં પણ ફાયદાકારક હોઈ શકે છે કે યોગ્ય મોડેલ પસંદ કરવું મહત્વપૂર્ણ છે.2) પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં ચલાવવાનો ઓછો ખર્ચ:- ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ શાનદાર નથી પરંતુ એક ડીઝલ કાર કે પેટ્રોલ કારની તુલનાએ ઈલેક્ટ્રીક કાર મોંઘી નથી હોતી. ઈવી માં ઓછા મુવિંગ પાર્ટ્સ હોય છે. જ્યાં પેટ્રોલ અને ડીઝલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેમજ એક ઈલેક્ટ્રીક વાહનને ફુલ ચાર્જ કરવું સરળ હોય છે અને તેને શહેરમાં સરળતાથી ચલાવી શકાય છે. ભારતની મોટાભાગની વીજળી થર્મલ પાવર પ્લાન્ટ થી બને છે જેમાં ઘણા કોલસાનો ઉપયોગ થાય છે. પરંતુ ઈલેક્ટ્રીક વાહન જીરો ટેપ લાઈન ઉત્સર્જન ના લીધે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે, વિશેષ રૂપે જો તેની તુલના પેટ્રોલ કે ડીઝલ ગાડી સાથે કરવામાં આવે.

3) રીસેલ કિંમતમાં ઘટાડો:- એ વાતમાં કોઈ બે મત નથી કે ઈલેક્ટ્રીક વાહનોની કિંમતોમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોની તુલના એ ઝડપથી ઘટાડો આવે છે. તેનો મતલબ એ પણ છે કે ઈલેક્ટ્રીક વાહનોને જો સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવે તો તે સસ્તા પણ મળી જાય છે અને તેમાં સારો સાદો પણ જોવા મળે છે. તો જો તમે ઇલેક્ટ્રીક વાહન ખરીદવાનું મન બનાવી રહ્યા હોવ તો આ વાતને ધ્યાને લેવા જેવી છે.4) પર્ફોર્મન્સ:- જો ઈલેક્ટ્રીક વાહનોના પર્ફોર્મન્સ ની વાત કરીએ તો આ અનેક આઈસી એન્જિન વાળી કારોના બરાબર કે કેટલીક વાર તેનાથી પણ સારી હોઈ શકે છે. જોકે ઈવી ની સાથે રેન્જ નો ઇશ્યૂ પણ હોય છે. ઈલેક્ટ્રીક વાહનોમાં અવાજ નથી હોતો, સ્મૂથ ડ્રાઇવ હોય છે અને આમાંના મોટા ભાગના ઈવી માં ઓટોમેટિક ગિયરબોક્સ પણ હોય છે. તેનો મતલબ એ છે કે તેને શહેરમાં સરળતાથી ચલાવી શકાય છે. તેના સિવાય મોટાભાગના ઈવીમાં ટોર્ક પણ આપવામાં આવે છે.

5) બેટરી વોરંટી નો દસ્તાવેજ:- જો તમે યુઝ્ડ કાર માર્કેટમાં ઈવી ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો એ વાતને સુનિશ્ચિત કરવી જરૂરી છે કે તમારા ઈલેક્ટ્રીક વાહન ની બેટરી વોરંટી ની અંદર છે કે નહીં, કારણ કે ઈવી નો આ એક ભાગ છે જેમાં સૌથી વધારે ખરાબી જોવા મળે છે. જ્યારે પણ તમે કોઈ ઈવી ખરીદો તો કોઈપણ કારની જેમ આ ઈવીની સર્વિસ હિસ્ટ્રી ને જરૂર પૂછો. તેના સિવાય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને લોન ટ્રાન્સફર ના કેસમાં એનઓસી લેટર વગેરે વિશે જરૂર પૂછપરછ  કરવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment