આ રીતે ઓળખો તમારી કારમાંથી આવતા અલગ અલગ અવાજો, નહીં તો આગળ જતા આવશે બહુ મોટો ખર્ચો.

ડ્રાઇવિંગ કરતી વખતે એન્જિન માંથી આવતો અવાજ આગળ જતા પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારનો અવાજને નજર અંદાજ કરવાથી બચવું અને તેને જલ્દી ઠીક કરાવવાનો પ્રયત્ન કરવો. કાર ચલાવતા દરમિયાન આવતા નાના મોટા અવાજોને આપણે કેટલીક વાર નજર અંદાજ કરી દઈએ છીએ. પરંતુ આ સમયની સાથે વધતો જાય છે.

કેટલીક વાર તેને રીપેર કરાવવામાં હજારો અને લાખો રૂપિયા પણ થઈ જાય છે. તેવી સ્થિતિમાં જો તમારી કારમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ આવી રહ્યો હોય તો તેને તુરંત જ ચેક કરાવવું અને મિકેનિક પાસે જઈને ઠીક કરાવવું. નહીં તો કેટલીક વાર આ તમારા ખિસ્સાને ભારે પડી શકે છે. કારમાંથી આવતા પાંચ પ્રકારના અલગ અલગ અવાજને ઓળખીને તેનો જલ્દી સુધારો કરી લો. તેનાથી ન માત્ર એન્જિન પર પરંતુ ડ્રાઇવરની માનસિક સ્થિતિ પર પણ અસર પડે છે. અવાજના કારણે દુર્ઘટના પણ થઈ શકે છે.1) કાર ચાલુ કરતી વખતે આવતા અવાજો:- જો કાર ચાલુ કરતા સમયે વિચિત્ર અવાજ આવતો હોય તો તેને નજર અંદાજ ન કરવો. એન્જિન ઓઇલની કમી થવા પર પણ તેમાંથી અવાજ આવી શકે છે. તેના સિવાય જો સેલ્ફમાં કોઈ મુશ્કેલી હોય તો ઝટકા સાથે તેની અંદરથી અવાજ આવે છે. તેવી જ રીતે ધીમે ધીમે મેગ્નેટ બળી ગયા બાદ સેલ્ફ રીપેરીંગ કરાવવાનો પાંચથી સાત હજાર રૂપિયા ખર્ચ કરવો પડે છે. એન્જિન ઓઇલની કમીથી અવાજ આવવા પર પિસ્ટન રિંગ, ક્લચ પ્લેટ, અને પિસ્ટનને નુકસાન થઈ શકે છે જેને રિપેર કરાવવાનો ખર્ચ લાખોમાં થાય છે.

2) એર ફિલ્ટર ની સમસ્યા માંથી આવી શકે છે આ પ્રકારનો અવાજ:- કેટલીક વાર એર ફિલ્ટર ગંદુ હોવાના કારણે ગાડી ચાલુ કરતાં સમયે તેમાંથી વિચિત્ર પ્રકારના અવાજો આવે છે. તેને ધ્યાનથી સાંભળવા પર તેની ઓળખાણ પણ કરી શકાય છે. એર ફિલ્ટર માંથી ફટ ફટ એવો અવાજ આવે છે. જો ક્યારેય પણ ફટ ફટ નો અવાજ આવે તો સમજી જવું કે એર ફિલ્ટર માં કોઈ કમી છે. તેના સિવાય પ્લગ અને ઇગ્નિશન ની સાથે જ પેટ્રોલ કે ડીઝલમાં પાણી હોવાના કારણે આ પ્રકારના અવાજ આવે છે.3) કાર ટર્ન કરવા પર આવતો અવાજ:- કેટલીક વાર જ્યારે લોકો ગાડીને એક દિશાથી બીજી દિશામાં વાળે છે તે સમયે તેમાંથી અવાજ આવે છે. આ અવાજ ને નજર અંદાજ કરવાથી ધીરે ધીરે સ્ટિયરીંગ ટાઈટ થઈ જાય છે. તેના સિવાય એસી ચલાવવા માટે કે બેટરી ચાર્જ કરવા માટે જે બેલ્ટ નો ઉપયોગ થાય છે તે ઢીલો થવા પર પણ કારમાંથી અવાજો આવે છે. કેટલીક વાર લોકો તેને નજર અંદાજ કરી દે છે પરંતુ લાંબી મુસાફરી કરતા સમયે વધારે ઢીલો થવા પર તે તૂટવા કે પછી બહાર નીકળવાની સંભાવના રહે છે.

4) બ્રેક મારવાથી આવતો અવાજ:- કાર વોશિંગ કરાવ્યા બાદ તેમાંથી જો કારના ટાયરો માંથી અવાજ આવે તો સમજી જવું કે આ બ્રેક માંથી અવાજ આવી રહ્યો છે. વોશિંગ કરાવ્યા બાદ બ્રેકની ગ્રીસિંગ અને ઓઇલિંગ પણ પૂરુ થઈ જાય છે તેના કારણે તેમાંથી અવાજો આવવા લાગે છે. ક્યારેય પણ ગાડીને વોશિંગ કરાવ્યા બાદ બ્રેકનું ઓઇલિંગ અને ગ્રીસિંગ જરૂર કરાવવું. કેટલીક વાર તેની કમી થી ઝટકા સાથે બ્રેક લાગવાથી અંદર બેઠેલા લોકોને વાગી પણ શકે છે.5) ગીયરનો અવાજ:- જો ગિયર બદલતા સમયે ખટખટ અવાજ આવે તો તેવામાં ક્લચ પ્લેટ પર અસર પડી શકે છે. કેટલીક વાર ગાડી અચાનક થી ફોર્થ ગિયર માંથી ફર્સ્ટ ગીયરમાં આવી જાય છે. તેની પાછળનું કારણ ગિયરમાં ઓઇલિંગની કમી છે. ગાડીની સર્વિસિંગ કરાવ્યા બાદ ઓઇલિંગના વિશે તેમને જરૂર પ્રશ્ન કરવો. જો હાઈવે પર આ પ્રકારની મુશ્કેલીઓ આવે તો એવામાં દુર્ઘટના પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment