આજની ખાણીપીણી અને ગતિવિહીન જીવન શૈલીના કારણે મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પીડાય છે. તેથી લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. વજન ઘટાડવું કોઈ ટાસ્ક થી ઓછું નથી. વજન ઘટાડવા માટે એક યોગ્ય ડાયટ પ્લાન, એક્સરસાઇઝ, યોગ અને સૌથી જરૂરી વાત મજબૂત નિશ્ચય સાથે મનની મક્કમતા હોવી જરૂરી છે. જોકે બીઝી લાઈફ સ્ટાઈલ, ઓફિસ નો સ્ટ્રેસ અને નાના-મોટા નાસ્તા ખાવાના કારણે વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે આજકાલ લોકો વેઈટ લોસ કરવા માટે ઉપવાસની રીત અપનાવે છે. વેટ લોસ કરવા માટે ચુસ્ત ઉપવાસ કરે છે.
પરંતુ શું તમે વજન ઘટાડવા માટે વોટર ફસ્ટિંગ ના વિશે સાંભળ્યું છે? વેઈટ લોસ કરવા માટે વોટર ફાસ્ટિંગ આ દિવસોમાં ખૂબ જ પોપ્યુલર રહ્યું છે. વેટ લોસ માટે વોટર ફર્સ્ટિંગ નો ટ્રેંડ જોતા આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું આને કરવાની રીત અને ફાયદા વિશે.વેઈટ લોસ કરવા માટે વોટર ફાસ્ટિંગ:- હેલ્થ એક્સપર્ટ અને યોગગુરૂનું માનવું છે કે વોટર ફાસ્ટિંગથી ન માત્ર વજન ઘટવામાં મદદ મળે છે પરંતુ આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વોટર ફાસ્ટિંગ કોલેસ્ટ્રોલ, ઇન્સ્યુલિન લેવલ લાવવામાં મદદ કરે છે. એના સિવાય આ શરીરને ડીટોક્ષ કરવામાં મદદ કરે છે. તેમને જણાવ્યું કે વોટર ફાસ્ટિંગ માટે કોઈ સખત નિયમ નથી, તેના માટે 24 કલાક સુધી કરી શકો છો. એકવાર રૂટીન બન્યા બાદ તમે સપ્તાહમાં બેથી ત્રણ દિવસ વોટર ફાસ્ટિંગ કરી શકો છો.
વોટર ફાસ્ટિંગ વજન ઘટાડવામાં કેવી રીતે કરે છે મદદ?:- એક્સપર્ટનું કહેવું છે કે જે લોકો વજન ઘટાડવાનું ઈચ્છે છે તેમનું મુખ્ય લક્ષણ હોય છે તેમની બોડીને હેલ્દી અને ફીટ રાખવી. વોટર ફર્સ્ટિંગ દરમિયાન શરીરમાં એનર્જી માટે કોઈપણ પ્રકારના કાર્બોહાઈડ્રેટ પર નિર્ભર નથી રહેવું પડતું. આ સમયે શરીર એનર્જી માટે સ્ટોર કરેલી ફેટ નો ઉપયોગ કરે છે. જેનાથી વજન ઘટાડવા અને બોડી ને સ્લીમ રાખવામાં મદદ મળે છે.કેવી રીતે કરવી વોટર ફાસ્ટિંગની શરૂઆત : વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયટિશિયન કે હેલ્થ એક્સપર્ટ થી સલાહ લેતા હોય છે. જો તમે પહેલીવાર વેટ લોસ માટે કંઈક કરી રહ્યા હોવ તો વોટર ફર્સ્ટિંગ શરૂ કરતા પહેલા તમારી બોડીને બે થી ત્રણ દિવસ પહેલા થી જ ઓછું ખાઈને તૈયાર કરી શકો છો. દિવસમાં એકવાર ન ખાઈને કે નાના નાના ભાગમાં ખાઈને તમે આમ કરી શકો છો. જો તમે 24 થી 72 કલાકના વોટર ફાસ્ટિંગ કરી રહ્યા હોવ તો તમારે માત્ર પાણી પીવાનું છે અને બીજું કંઈ જ નહીં.
કોણે ન કરવું જોઈએ વોટર ફાસ્ટિંગ:- હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે વોટર ફાસ્ટિંગના કેટલાક નિયમ છે. આ નિયમો પ્રમાણે કેટલાક લોકોને વોટર ફાસ્ટિંગ ન કરવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. જે લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તેમને વોટર ફાસ્ટિંગ ન કરવાની સલાહ આપવામાં આવે છે તેની સાથે જ 60 થી 70 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને પણ વોટર ફાસ્ટિંગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.જે મહિલાઓ પ્રેગનેટ હોય કે નાના બાળકોને સ્તનપાન કરાવી રહી હોય તેમને પણ વજન ઘટાડવા માટે વોટર ફાસ્ટિંગ ન કરવું જોઈએ. જે લોકો કેન્સર, ડાયાબિટીસ કે બીજી કોઈ અન્ય બીમારીથી પીડિત હોય તેઓએ પણ વોટર ફાસ્ટિંગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે કોઈ દવા કે ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોવ તો પણ વોટર ફાસ્ટિંગ ન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી