આજના સમયમાં વિશ્વ સ્તર પર જો સૌથી ઝડપથી વધતી કોઈ બીમારી હોય તો તે ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એક ખતરનાક બીમારી છે. ડાયાબિટીસને ઠીક કરવા માટે જીવન શૈલીમાં બદલાવની આવશ્યકતા હોય છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન પ્રમાણે ડાયાબિટીસના લીધે ગયા વર્ષે દુનિયાભરમાં ડાયાબિટીસથી 67 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુ પામેલા 20 થી 79 વર્ષની ઉંમરના લોકો હતા.
વિશ્વભરમાં 12.11 લાખથી વધારે બાળકો અને કિશોર ટાઈપ 1 ડાયાબિટીસથી સંઘર્ષ કરી રહ્યા હતા. આમાં અડધાથી વધારેની ઉંમર 15 વર્ષથી ઓછી હતી. આમાં સૌથી વધારે સંખ્યા ભરતીઓની છે. ભારતમાં 2.29 લાખથી વધારે બાળકો અને કિશોરોને ટાઈપ 1 ડાયાબિટીસ છે.જોકે આ બીમારીનો કોઈ ઈલાજ નથી પરંતુ લોકો ધીરે ધીરે ડાયાબિટીસને ઠીક કરી શકે છે. ડાયાબિટીસ વાળા લોકો પોતાનું બ્લડ શુગર લેવલના સ્તરને નિયંત્રિત કરવા માટે વધારે ઇન્સ્યુલિનનું સેવન નથી કરી શકતા. જો તેમણે શુગર લેવલે નિયંત્રિત ન કર્યું તો તેમના સ્વાસ્થ્ય માટે સૌથી વધારે જોખમ ઊભું થઈ શકે છે.
ડુંગળીનો રસ છે ફાયદાકારક:- તાજેતરમાં, સૈન ડિએગોમાં એન્ડોક્રાઇન સોસાયટીની 97મી વાર્ષિક બેઠકમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ડુંગળીનો રસ હાઈ શુગર લેવલને ઘટાડી શકે છે. નાઈઝિરિયાના ડેલ્ટા સ્ટેટ યુનિવર્સિટીના પ્રમુખ એન્થની ઓજિહ એ ડાયાબિટીસ વિશે જણાવ્યું કે ડુંગળી સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થતું શાક છે. જેને ડાયાબિટીસમાં પોષક તત્વના રૂપે ઉપયોગ કરી શકાય છે. તેમણે તેમના સંશોધનમાં જણાવ્યું કે ડુંગળીના રસનો ઉપયોગ સૌથી પહેલા ડાયાબિટીક ઉંદર પર કરવામાં આવ્યો હતો, જેનાથી એ જાણવા મળે કે આ દવા ડાયાબિટીસમાં કેટલી અસરકારક છે. વજન પ્રમાણે ઉંદરને 200mg, 400mg, 600mg નો ડોઝ આપવામાં આવ્યો. અભ્યાસમાં એ જાણવા મળ્યું કે આ ઉંદરનું શુગર લેવલ 50 થી 35% ઘટ્યું હતું. સાથે જ કોલેસ્ટ્રોલ પણ ઘટ્યું. નોન ડાયાબિટીક ઉંદરોને પણ ડ્રગ અને ડુંગળીનો રસ આપ્યો તો તેમના અભ્યાસમાં જાણવા મળ્યું કે આ ઉંદરોનું વજન વધ્યું. એન્થની ઓજિહ એ આખરે જણાવ્યું કે તેનો મતલબ ડુંગળીના રસથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરી શકાય છે.
ડો અનૂપ મિશ્રા કે જેઓ દિલ્હી ફોર્ટિસ સીડીઓસી સેન્ટર ફોર ડાયાબિટીસના અધ્યક્ષ છે, તેમણે ડાયાબિટીસ વિશે જણાવ્યું કે “ભારતીઓથી વધારે ડુંગળીનું સેવન કોઈ નથી કરતું. ભારતની દરેક રસોઈમાં ડુંગળી મુખ્ય શાક છે. ડુંગળી થી ડાયાબિટીસના સંબંધ વિશે તેમણે કહ્યું કે જો એવું હોત તો ભારત આજે ડાયાબિટીસનું મુખ્ય હોટસ્પોટ ન હોત. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં જણાવ્યું કે “કોઈપણ અભ્યાસનો નિષ્કર્ષ કાઢવો ઉતાવળપણું હોય છે.”ફળ અને શાકભાજી છે ફાયદાકારક:- જો તમને ડાયાબિટીસ હોય તો તમે શાકભાજીનું સેવન કરી શકો છો. એક હેલ્ધી ડાયટ વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે જ તે હેલ્દી ડાયટ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ માટે મદદરૂપ થાય છે. તેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. હાર્ટ એટેક અને કિડનીની બીમારીના જોખમને ઘટાડે છે.
જોકે, ડાયાબિટીસમાં કંઈક એવું ખાવા માટે નથી કે જે બધું જ ઠીક કરી દે. પરંતુ કેટલાક ફળ અને શાકભાજી છે જેને લોકો પોતાની જીવનશૈલીમાં અપનાવી શકે છે. જેમકે બ્લુબેરી, શક્કરટેટી, બિન્સ કે દાળ, ઓટ્સ, સૂકા મેવાનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી