મિત્રો આજનો સમય હવે ડિજિટલ યુગ થઈ ગયો છે. સામાન્ય રીતે બજારમાં વાઇફાઇ સીસીટીવી, વાયર અને વાયરલેસ સીસીટીવી જોવા મળે છે. અને આ બધાને ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. પરંતુ હવે વગર વીજળી એ ચાલતી સીસીટીવી સેન્સર લાઈટ તમે ખરીદી શકો છો. સીસીટીવી કેમેરાનો ઉપયોગ આજે લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. કોઈપણ ઘટના થઈ ગયા બાદ પણ સીસીટીવી કેમેરા અને તેમાંથી રેકોર્ડ થયેલા ફૂટેજ થી એ વાતની જાણકારી મળી જાય છે કે ગુનેગાર કોણ હોઈ શકે છે.
બજારમાં અલગ અલગ આકારના સીસીટીવી કેમેરા હાજર હોય છે જેનાથી વાયરવાળા, વાયરલેસ અને વાઇફાઇ કેમેરા સામેલ છે. તેને ચલાવવા માટે વીજળીની જરૂરત પડે છે. પરંતુ શું તમે ક્યારેય સોલર સેન્સર સીસીટીવી કેમેરા વિશે સાંભળ્યું છે? સોલર સેન્સર સીસીટીવી લાઈટને ચલાવવા માટે વીજળીની જરૂર નથી પડતી. તેમાં અલગથી લાઈટ ઉપલબ્ધ હોય છે, જે સૂરજના પ્રકાશ થી ચાર્જ થાય છે. આને રિમોટ અને સ્માર્ટ ફોનથી પણ કંટ્રોલ કરી શકાય છે.સોલર સેન્સર સીસીટીવી લાઈટ ક્યાંથી ખરીદવું?:- સોલર સેન્સર સીસીટીવી લાઈટને ખરીદવા માટે ક્યાંય જવાની જરૂર નથી તેને amazon થી ઓનલાઈન ખરીદી શકાય છે જોકે આ ઓફલાઈન પણ ઉપલબ્ધ છે. અન્ય સીસીટીવી લાઇટની તુલનાએ આની કિંમત ખૂબ જ ઓછી છે.
આને ખરીદવા માટે માત્ર 799 રૂપિયા આપવા પડશે. આ સોલર સેન્સર સીસીટીવી લાઈટ લગાવવા માટે અલગથી મિકેનિક બોલાવવાની જરૂર નથી. દિવાલમાં બે કાણા પાડીને તેને કોઈપણ વ્યક્તિ ઘરની બહાર જાતે જ લગાવી શકે છે.આ છે સોલર સેન્સર સીસીટીવી લાઇટ લગાવવાની વિશેષતા:- આ એક સોલર સેન્સર લાઈટ છે જે એક સીસીટીવીનું પણ કામ કરે છે. આમ તો આમાં કોઈ પણ કેમેરા હાજર નથી. પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ તેની પાસેથી પસાર થાય છે તો આ સીસીટીવી કેમેરાની જેમ કામ કરે છે. જે રીતે સીસીટીવી કેમેરાની લાલ લાઇટ થાય છે, ઠીક તેવી જ રીતે તેની લાઈટ પણ જબકે છે. એવામાં ત્યાંથી પસાર થતા વ્યક્તિને લાગે છે કે તે સીસીટીવી કેમેરાની નજર કેદમાં છે અને કંઈ પણ ખોટું કામ નથી કરી શકતો.
ક્યા કરી શકાય છે આનો ઉપયોગ:- આ સોલર સેન્સર સીસીટીવી લાઈટ નો ઉપયોગ તે સ્થાન પર કરી શકાય છે જ્યાં દરરોજ અવર જવર ન થતી હોય. ઘરની બહાર, ફાર્મ હાઉસની બહાર, બગીચામાં કે ઘરની અંદર આને લગાવી શકાય છે. એક તરફ આ અંધારામાં અજવાળાનું કામ કરે છે તો બીજી તરફ એક સીસીટીવીનું પણ કામ કરે છે. આને ફેક સીસીટીવી કેમેરા પણ કહેવાય છે. આને રિમોટથી કંટ્રોલ કરવું સરળ છે રિમોટમાં ત્રણ મોડ (Mode1, Mode2, Mode3) અને SOS બટનની સાથે ઓન ઑફ કરવાનો વિકલ્પ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી