શેર બજારમાં જયારે કોઈની કિસ્મત ચમકે છે ત્યારે તેઓ રાતોરાત કરોડપતિ બની જાય છે. પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા જે તે કંપનીના શેર વિશે પૂરી માહિતી મેળવી લેવી ખુબ જ જરૂરી છે. આથી જ શેર બજાર એ પૈસાનો કૂવો છે તો પૈસા ગુમાવવા માટેનો ખાડો પણ છે. પણ આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવીશું જેમાં જે પણ રોકાણકારે પોતાના પૈસા રોક્યા છે તેઓ માલામાલ થઇ ગયાં છે. આ શેરના તાબડતોડ રીટર્ન ને કારણે આજે રોકાણકારો રાતોરાત કરોડપતિ બની ગયાં છે. આ શેરની આગળ જતી વેલ્યુ જોઇને લાગે છે કે તે ખુબ જ આગળ જશે.
સ્ટોક માર્કેટમાં રોકાણ કરનાર દરેક વ્યક્તિએ જ ઈચ્છે છે કે તેની પાસે કોઈ એવો સ્ટોક આવી જાય જેનાથી તે ઓછા સમયમાં સારું એવી રિટર્ન મેળવી શકે. માટે જ આજકાલ ઘણા રોકાણકારોની નજર પેની સ્ટોક પર રહે છે. પેની સ્ટોક્સ એવા સ્ટોક્સ હોય છે જેની કિંમત ઓછી હોય છે પરંતુ તેમાં રિસ્ક પણ હોય છે. આજે અમે તમને એક એવા સ્ટોક વિષે જણાવવા જય રહ્યા છીએ જેને પોતાના રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે.આ શેર છે કેમિકલ ઈન્ડસ્ટ્રીનો, આ કંપનીની શેર વેલ્યૂ 17 રૂપિયાથી વધીને 2,041 રૂપિયા થઈ ગયી છે. આ કેમિકલ કંપની દિપક નાઇટ્રાઇટ છે. જેને પાછલા અમુક વર્ષમાં તાબડતોબ રિટર્ન આપ્યું છે.
5 વર્ષમાં આપ્યું 900%થી વધુનું રિટર્ન:- દિપક નાઇટ્રાઇટના શેરે પાછલા 5 વર્ષમાં પોતાના શેર ધારકોને 900 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. પાછલા 5 વર્ષમાં શેરની કિંમત 191 રૂપિયાથી વધીને 2,041 રૂપિયા પર પહોંચી ગયી છે. આ અવધિમાં લગભગ 968 ટકાનું રિટર્ન મળ્યું.
10 વર્ષમાં 11,000%નું તાબડતોડ રિટર્ન:- લાંબી અવધીના રોકાણકારોએ આ સ્ટોકમાં રોકાણ કરીને વધુ મોટો નફો મેળવ્યો છે કારણ કે, પાછલા 10 વર્ષમાં આ 11,000%થી વધારે વધી ગયો છે. કંપનીના શેરનો ભાવ 17.94 રૂપિયાથી વધીને આજે 2,041 રૂપિયાએ પહોંચી ગયો છે. જો કોઈ વ્યક્તિએ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના ઈન્વેસ્ટમેન્ટને જાળવી રાખ્યું હોત તો હાલના સમયમાં આ પૈસા લગભગ 1 કરોડ રૂપિયા બની ગયા હોત.જાણો શું કહે છે એક્સપર્ટ:- બ્રોકરેજ આનંદ રાઠીની એક હાલની રિપોર્ટ મુજબ, આ કેમિકલ સ્ટોક બજારના એક મોટા ભાગ પર કબ્જો કરવાની સારી સ્થિતિમાં છે. ભારતીય રસાયણ નિર્માતા એક વિશ્વસનીય વિકલ્પના રૂપમાં ઉભરવા માટે તૈયાર છે અને અમુક કેસમાં વૈશ્વિક ફર્મોના પ્રાથમિક આપુર્તિકર્તા છે. મોતીવાલ ઓસ્વાલે સ્ટોક પર પોતાની ‘ન્યૂટ્રલ’ રેટિંગ જાળવી રાખી છે.
સરકારી વીમા કંપની એલઆઇસીનો દીપક નાઇટ્રાઇટમાં મોટો ભાગ છે. LIC પાસે દિપક નાઇટ્રાઇટના 68 લાખથી પણ વધુ શેર છે. આમ આ શેરે રોકાણકારોને માલામાલ કરીને પોતાની વેલ્યુ ઉપર કરી છે. તેમજ કંપની પણ સારું એવું રીટર્ન મેળવીને રોકાણકારોને આપી રહી છે.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી