તમારા ઘરમાં જ રહેલી આ વસ્તુ સાદા પાણીમાં મિક્સ કરીને પીવો, ગણી ન શકો એટલા થાય છે ફાયદા….

આજકાલ મોટાભાગના લોકો સવારે ઉઠીને ગરમ પાણી પીતા હોય છે. અથવા તો ઘણા લોકો માત્ર સાદું પાણી પીવે છે. એમ કહેવામાં આવે છે કે, જો તમે સવારે ખાલી પેટ ગરમ પાણી અથવા તો સાદું પાણી પીવો છો તો તેનાથી તંદુરસ્તી ખુબ સારી રહે છે. પણ જો તમે આ સાદા પાણીની અંદર આ વસ્તુ મિક્સ કરીને પીવો છો તો તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે. આ વસ્તુ તમને ઘરમાં ખુબ સહેલાઈથી મળી જાય છે.

પાણી એ આપણા શરીર માટે ખુબ આવશ્યક છે. આમ જો તમે સવારે ગરમ પાણી પીવો છો તેનાથી આપણા શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. પણ જો સાદા પાણીની અંદર આ વસ્તુ મિક્સ કરી નાખવામાં આવે તો તે વધુ સારું છે. ચાલો તો આ વસ્તુ કંઈ છે તેના વિશે જાણી લઈએ.

હળદર અને પાણી : જેમ કે આપણા શરીરની અંદર 70% ભાગ પાણીથી બનેલો છે. આથી જ શરીરના ટોક્સિન્સ બહાર કાઢવા માટે પાણી વધુ પીવું જોઈએ. આથી જ લોકો સવારે ગરમ પાણીનું સેવન કરે છે. જો ગરમ પાણીની અંદર થોડી હળદર મિક્સ કરીને પીવામાં આવે તો કેન્સર જેવી બીમારીથી છુટકારો મળી જાય છે. આ ઉપરાંત આ શિયાળામાં જો તાજી હળદર મિક્સ કરીને પીવામાં આવે તો તમને ક્યારેય કફ જેવી બીમારી નહિ થાય. આ સિવાય તે મૂઢ મારને પણ દુર કરે છે.મધ, લીંબુ અને પાણી : આ સિવાય ઘણા લોકોને ગરમ પાણીની સાથે લીંબુ અને મધ નાખીને પીતા જોયું હશે. તેનાથી જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેને ફાયદો થાય છે. આ સિવાય બદલતા મૌસમે થતી બીમારી સામે રક્ષણ મળે છે. તે પેટની બીમારી માટે પણ ખુબ અસરકારક છે.

લસણ અને પાણી :

આ ઉપરાંત જો તમે શિયાળામાં લસણ ખાવ છો, તો શરીર ગરમ રહે છે. આથી જ આપણે ખાવામાં તેનો ઉપયોગ કરીએ છીએ. પણ જો તમે ગરમ પાણીની સાથે લસણ ખાવ છો તો તેનાથી પણ ઘણો ફાયદો થાય છે. તેમજ હાઈ કોલેસ્ટ્રોલના દર્દીએ સવારે ગરમ પાણીની સાથે લસણ ખાવાથી ઘણો ફાયદો થાય છે.આમ જોઈએ તો લસણની અંદર ઘણા એન્ટી ઓક્સિડેન્ટ તત્વ રહેલા છે. તેથી જ તેનો જો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો કેન્સર જેવી બીમારી નથી થતી. હાર્ટના દર્દીએ પણ ગરમ પાણી સાથે કાચું લસણ ખાવું જોઈએ. તેમજ હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે પણ ખુબ ફાયદાકારી છે.

ગોળ અને પાણી : હાલ શિયાળાના દિવસો હોવાથી બજારમાં ગોળ ઘણો મળે છે. તેથી શિયાળામાં ગોળ પણ ખાવો જોઈએ. તેમાં હેલ્થ બેનેફિટ હોય છે. તેથી જો તમે ખાલી પેટ સવારે ગરમ પાણીની સાથે ગોળ ખાવો જો તેનાથી પાચનતંત્ર મજબૂત થાય છે. તેમજ ઇમ્યુનિટી પાવર પણ વધે છે.જીરું અને પાણી : જો તમે ગરમ પાણીની સાથે જીરું મિક્સ કરીને પીવો છો, તો તેનાથી ખુબ જ ફાયદા થાય છે. જીરામાં ઘણી બીમારી દુર થાય છે. જીરાનું પાણી એટલું ફાયદાકારક છે કે, તેને પીવાથી પાચનશક્તિ મજબુત થવાની સાથે તમારું વજન પણ ઓછું થાય છે અને ઇમ્યુનિટી પણ વધે છે.

અજમા અને પાણી : જો તમે ગરમ પાણીની સાથે થોડું મીઠું અને અજમો મિક્સ કરીને પીવો છો તો તેનાથી અપચો નથી થતો. તેમજ તે શરદી, તાવ, નાકમાં પાણી આવવા, ઠંડીથી બચવામાં પણ મદદ મળે છે.કીસમીસ અને પાણી : તમે કીસમીસના ફાયદા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પણ જો તમે રાત્રે કીસમીસને પાણીમાં પલાળીને સવારે ગરમ પાણીની સાથે પીવો છો તેનાથી તમારું લોહી ઝડપથી સાફ થાય છે, તેમજ તમારું પેટ પણ સાફ રહે છે. તે હાર્ટને પણ મજબુત બનાવે છે તેમજ કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “તમારા ઘરમાં જ રહેલી આ વસ્તુ સાદા પાણીમાં મિક્સ કરીને પીવો, ગણી ન શકો એટલા થાય છે ફાયદા….”

Leave a Comment