માત્ર 50 રૂપિયાની કિલો મળતી આ વસ્તુનું તમારો ઇમ્યુનિટી પાવર કરી દેશે ડબલ, સાંધાના દુઃખાવા, બ્લડ પ્રેશર થી લઈ શરદી ઉધરસ પણ ઠીક કરી દેશે

મિત્રો તમે હાલ કોરોનાના કારણે પોતાનો ઇમ્યુનિટી પાવર વધારવા માંગતા હશો. તેથી જ તમે પોતના ખારોકમાં ઘણી પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરો છો. તેમજ ઘણા લોકોમાં લોહીના ટકા ઓછા હોય છે, તેથી તેઓ પોતાનું લોહી વધારવા માટે ઘણી વસ્તુઓ ખાતા હોય છે. પણ આજે અમે તમને ગોળના એવા ફાયદાઓ વિશે જણાવીશું કે, તે જાણીને તમે આજથી જ ગોળ ખાવાનું શરૂ કરી દેશો.

તમને જણાવી દઈએ કે, ગોળ એ શુગર માટેનો સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. ગોળની અંદર પ્રાકૃતિક રીતે મીઠાસ હોય છે. જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે પણ ખુબ લાભકારી છે. આમ ગોળનો ઉપયોગ શિયાળામાં વધુ કરવામાં આવે છે. ગોળમાં પ્રોટીન, કોલીન, બીટેન, ફોલેટ, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સેલેનિયમ, મેગ્નીજ, વિટામિન B-12, B-6, અને કાર્બોહાઈડ્રેડ હોય છે. આવા ગુણોને કારણે તેને સુપર સ્વીટનર કહેવામાં આવે છે.

વજન ઘટાડવામાં ઉપયોગી : ગોળની થોડી ઘણી માત્રા પણ વજન ઓછું કરવામાં કારગર છે. ગોળમાં પોટેશિયમ વધુ હોય છે, જે ઇલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત કરે છે. મેટાબોલિઝ્મને વધારે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે. જ્યારે પોટેશિયમ વજન ઓછું કરવામાં મદદ કરે છે.શરદી અને ઉધરસમાં ફાયદાકારક : ગોળ શરદી, તાવ અને ફ્લુમાં પણ ખુબ જ અસરકારક છે. ગોળ શરીરમાં અંદરથી ગરમી પેદા કરે છે. જેના કારણે ફ્લુ સામે લડવામાં મદદ મળે છે, વધુ ફાયદા માટે ગોળને દુધમાં મિક્સ કરીને પીવો. તેમજ તેની ચા બનાવીને પણ પીય શકો છો.

અસ્થમામાં ઉપયોગી : અસ્થમા અને બ્રોક્રાઈટીસને રોકવા માટે તે કામ કરે છે. જે લોકોને શ્વસન સંક્રમણ અને શ્વાસની કોઈ તકલીફ હોય તેમણે ગોળ જરૂર ખાવો જોઈએ. તલની સાથે ગોળનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમ ગોળ અને તલ સાથે ખાવાથી શ્વાસને લગતી તકલીફ દુર થાય છે.બ્લડ પ્રેશર કંટ્રોલ : ગોળની અંદર પોટેશિયમ અને સોડિયમ મળે છે જે શરીરમાં એસીડના સ્તરને બનાવી રાખે છે. જેને કારણે બ્લડ પ્રેશરનું સ્તર સામાન્ય રહે છે. જે લોકોને બ્લડ પ્રેશર ઓછું રહે છે, તેને ગોળ જરૂર ખાવો જોઈએ.

સાંધાના દુઃખાવામાં મદદ કરે છે : ગોળ એ સાંધાના દુઃખાવામાં આરામ આપે છે. જે લોકોને આવી કોઈ પ્રોબ્લેમ હોય, તેમણે દરરોજ ગોળ ખાવો જોઈએ. આમ આદુની સાથે ગોળ ખાવાથી તેની અસર જલ્દી થાય છે.એનેમિયાને રોકે છે : એનેમિયાને રોકવા માટે શરીરમાં RBC નો પર્યાપ્ત સ્તર, આર્યન, અને ફોલેટની જરૂર હોય છે અને ગોળમાં આર્યન અને ફોલેટ હોય છે. જે એનેમિયાને રોકે છે. એનેમિયાના દર્દીને ડોક્ટર પણ ગોળ ખાવાની સલાહ આપે છે. આ સિવાય ગોળ લોહીને પણ સાફ કરે છે.

ઇમ્યુનિટી વધારે છે : ગોળની અંદર સેલેનિયમ અને ઝિંક જેવા એન્ટીઓક્સીડેંટ ભરપુર માત્રામાં હોય છે. આ શરીરને ફ્રી રેડિકલ્સને સંક્રમણથી બચવામાં મદદ કરે છે. આથી જ ગોળનો ઉપયોગ શિયાળામાં વધુ થાય છે.પીરીયડ્સના દર્દને ઓછું કરે છે : પીરીયડ્સના દર્દને ઓછું કરવા માટે ગોળ એ એક પ્રાકૃતિક ઉપચારનું કામ કરે છે. જે લોકોને પીરીયડ્સમાં મુડ સ્વીંગની ફરિયાદ રહે છે, તે લોકોએ પણ ગોળ ખાવો જોઈએ. તેનાથી મુડ સારો રહે છે અને આરામ પણ મળે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment