આપણે બધા જ જાણીએ છીએ કે, બદામ ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. બદામ આપણા મગજને તંદુરસ્ત રાખે છે. તેમજ માનસિક શક્તિ વધારવામાં બદામ ખુબ જ ઉપયોગી છે. પણ શું તમે જાણો છો કે, બદામની જેમ જ ચણા પણ એટલા જ ફાયદાકારી છે. તેથી જો તમે પોતાના ખોરાકમાં ચણાને સામેલ કરો છો તો તેનાથી અગણિત ફાયદા થાય છે. ચાલો તો જાણી લઈને ચણાના આ અદભુત ફાયદા અંગે.
મિત્રો તમે કદાચ દરરોજ સવારના સમયે પલાળેલી બદામ ખાતા હશો. તેના ઘણો ફાયદો થાય છે. પણ જો તમે પલાળેલા ચણા ખાવ છો તો તેના ફાયદા પણ બદામથી થોડા પણ ઓછા નથી. ખુબ જ સસ્તા ભાવે મળતા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, નમી, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આર્યન, અને વિટામીનથી ભરપુર છે. ચણા તમારા મગજને તેજ કરે છે. આ સાથે તે સુંદરતા પણ આપે છે. ચણા ખાવાથી તમારી તંદુરસ્તી હંમેશા બની રહે છે. ઉગાવેલા ચણામાં ક્લોરીફિલ, વિટામીન એ, બી, સી, ડી, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમને મિનરલ્સ રહેલ છે. આમ રાતે ચણાને પલાળીને સવારે હેલ્થ સારી રહે છે.
રોગ પ્રતિકારક શક્તિ વધે છે : ચણાની અંદર વિટામીન, મિનરલ્સ, ક્લોરોફિલ, અને ફોસ્ફરસ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. જેને કારણે જો દરરોજ સવારે પલાળેલા ચણા ખાવામાં આવે તો ઇમ્યુનિટી સિસ્ટમ મજબુત બને છે અને આમ આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે.ડાયાબિટીસમાં ફાયદાકારી : જો તમને ડાયાબિટીસ છે તો તમારે દરરોજ સવારે 25-30 ગ્રામ પલાળેલા ચણા ખાવા જોઈએ. આમ ખાલી પેટે તેને ખાવાથી ખુબ સારું રહે છે.
કબજિયાતની સમસ્યા દુર થાય છે : ચણામાં રહેલ ફાઈબરની માત્રા પાચન માટે ખુબ સારી છે. જો તમને કબજિયાતની અને પેટ દર્દની સમસ્યા છે તો દરરોજ સવારે ચણાને આદુ, જીરું અને મીઠું મિક્સ કરીને તેને ખાવા. તેનાથી પેટ દર્દની ઘણી સમસ્યામાં રાહત મળે છે.
શરીર સ્વસ્થ બને છે : પુરુષોને થનાર કોઈ પણ કમજોરી માટે ચણા ખુબ ફાયદાકારક છે. દરરોજ સવારે પલાળેલા ચણા ખાવ તેનાથી તમારું શરીર સ્વસ્થ રહે છે અને એનર્જી પણ વધે છે.
આયર્નની કમી પૂરી થાય છે : જો તમને એનેમિયાની તકલીફ છે તો તમારે દરરોજ સવારે પલાળેલા ચણા ખાવા જોઈએ. કારણ કે ચણામાં આયર્ન ભરપૂર માત્રમાં રહેલું હોય છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી