મિત્રો ઘણા લોકોનો નાનો અથવા તો મોટો બિઝનેસ કરતા હોય છે. જ્યારે ઘણા લોકો સરકાર સાથે બિઝનેસ કરવા માંગતા હોય છે. પણ સરકાર સાથે કોઈ પણ બિઝનેસ કરતા પહેલા તેના વિશે બધું જ જાણી લેવું ખુબ જરૂરી છે. આથી જો તમને સરકારની સ્કીમ વિશે બધી જ જાણકારી હોય તો આગળ જતા કોઈ પરેશાની ન થાય. તેથી જો તમે નવા વર્ષમાં સરકાર સાથે કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ લેખ જરૂર વાંચી જુઓ.
જો તમે સરકાર સાથે બિઝનેસ કરવા માંગો છો તો આ ખબર તમારા માટે ખુબ અગત્યની છે. હવે કેન્દ્ર સરકારે બધા સરકારી વિભાગોને ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ સાથે જોડી દીધા છે. હવે સરકાર પણ પોતાના ઉપયોગ માટેની વસ્તુઓ અને સેવાઓ ઈ-પોર્ટલ દ્વારા ખરીદશે. એટલે કે હવે બધી ખરીદી ઓનલાઈન થશે. તમે પણ આ પોર્ટલમાં જોડીને સરકાર સાથે બિઝનેસ કરી શકો છો.
શું ઈ-પોર્ટલ GeM : તમને જણાવી દઈએ કે મોદી સરકારે હવે ઈ-પોર્ટલ દ્વારા Gem (ગવર્મેન્ટ એ માર્કેટ) એટલે કે ઓનલાઈન બજાર તૈયાર કરી દીધું છે. તેથી જ હવે તમારે Gem માં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તમારા રજિસ્ટ્રેશન પછી તમે સરકારી વિભાગોની ડિમાંડ પર સપ્લાઈ કરી શકો છો. આવું કરવા માટે તમારે મેન્યુફેક્ચર્સ સાથે કોન્ટેક્ટ કરવો પડશે અને માંગ આવે ત્યારે તમે ત્યાંથી માલ આગળ સપ્લાઈ કરી શકો છો. સરકારી વિભાગ પોતાના માટે 50 હજાર રૂપિયાનો સામાન ઈ-પોર્ટલ દ્વારા ખરીદી શકે છે.Gem પર કોણ કરી શકે છે વેંચાણ : આ માટે તમને જણાવી દઈએ કે, કોઈ પણ વિક્રેતા જે ઉત્પાદન કરે છે અને યોગ્ય અને પ્રમાણિત ઉત્પાદન વેંચે છે. જેમ કે જો તમે કોમ્પ્યુટર વેંચો છો તો તમે Gem પર જઈને રજિસ્ટ્રેશન કરાવો, ત્યાર પછી જ્યારે સરકારી વિભાગમાં જ્યારે કોમ્પ્યુટર ખરીદવા માટે ટેન્ડર નીકળે છે ત્યારે તમને તેની જાણકરી આપવામાં આવશે અને તમે આ ટેન્ડર માટે બોલી લગાવી શકો છો.
કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન : Gem પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખુબ જ સહેલી છે. એપ્લાઇ કરનારે Gem પર પોતાનું ફોર્મ અને બાયોડેટા ભરવાની હોય છે અને Gem પર આઈડી તેમજ પાસવર્ડ દાખલ કરવાનો છે. એક વખત રજિસ્ટ્રેશન કર્યા પછી સરકારની કોઈ પણ ખરીદીના ટેન્ડરની જાણકારી તમને SMS અથવા ઈ-મેઈલ દ્વારા આપવામાં આવે છે. તમે આ પોર્ટલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સરકારી કંપનીઓમાં પોતાની સર્વિસ પણ આપી શકો છો.ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે : Gem પર રજિસ્ટ્રેશન માટે આવેદન કરનાર વ્યક્તિએ પોતાનું પાન, કાર્ડ, ઉદ્યોગ આધાર કાર્ડ, એમસીએ 21 પંજીકરણ, વેટ/ટીન નંબર, બેંક એકાઉન્ટ, અને કેવાઈસી દસ્તાવેજ જેવા ઓળખપત્ર, રહેઠાણ પ્રમાણપ્રત્ર, કેન્સલ ચેક.
હાલ જોડાયેલા છે લાખો વિક્રેતા : આ વિશે તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં Gem માં 8,61,625 વિક્રેતા અને સર્વિસ પ્રોવાઈડર જોડાઈ ચુક્યા છે. જેમાંથી 3,47,401 સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ છે. આમ આંકડા અનુસાર 2020 માં પ્રતિ માસિક 486 નવા ઉત્પાદ શ્રેણીઓને Gem પોર્ટલમાં જોડવામાં આવ્યા છે. આમ વધુ જાણકારી માટે gem ની વેબસાઈટ www.gem.gov.in પર ક્લિક કરી શકો છો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી