શું તમે આ બિમારી વિશે સાંભળ્યું છે કે, જે મોટાભાગના લોકોને હોય છે…પણ તેમને પણ ખબર નથી હોતી.

😵 ટોરેટ સિન્ડ્રોમ. 😵

Image Source :

હાલમાં જ થોડા દિવસ પહેલા “હિંચકી” નામનું એક ફિલ્મ રીલીઝ થયું હતું. જેની અભિનેત્રી હતી રાણી મુખર્જી. તેમાં તેની ભૂમિકા એક શિક્ષકની હતી. તે ફિલ્મમાં રાણી મુખર્જી ટોરેટ સિન્ડ્રોમથી પીડિત હતી. તે ફિલ્મમાં વિશે તમને આ લેખ દ્વારા જણાવશું કે ટોરેટેટ સિન્ડ્રોમ શું છે. તેના લક્ષણો અને તેના ઈલાજ  રૂપે તમે શું કરી શકો.

Image Source :

“હિંચકી” ફિલ્મમાં તે મહિલાને વાત કરતી વખતે મુશ્કેલી થતી હતી. અને વ્યવસ્થિત રીતે પોતાની વાત રાખવા તે  અસક્ષમ રહેતી. તે કોઈ રોગી જેવી નહિ પરંતુ સામાન્ય માણસ જેવી જ દેખાતી હોય છે. પરંતુ અચાનક તેને સંકોચન અનુભવાય છે ત્યારે તેને બોલવામાં તકલીફ થતી હોય છે.

તે ખુબ જ સરસ ફિલ્મ હતી. જોવા જેવી છે. આ ફિલ્મ પહેલા ઘણા ઓછા લોકોને આ બીમારી વિશે ખ્યાલ હતો. આજે આ લેખ દ્વારા જાણો કે શું છે ટોરેટ સિન્ડ્રોમ ? શા માટે તે થાય છે કેવા લક્ષણો જોવા મળે છે.

Image Source :

ટોરેટ સિન્ડ્રોમ એક NEUROPHYCHIATRIC DISORDER છે. જેની શરૂઆત સામાન્ય રીતે નાનપણથી જ થાય છે. આ બીમારીમાં માણસને તંત્રિકા તંત્રમાં સમસ્યા હોય છે. જેના કારણે રોગી અનિયંત્રિત ગતિવિધિ કરે છે. અચાનક અજીબ પ્રકારના અવાજો તથા વિચિત્ર પ્રકારની હરકતો કરે છે. જેને tics કહેવામાં આવે છે જેમ કે અચાનક વધારે વખત શબ્દો રીપીટ કરવા, આંખના પલકારા વારંવાર થવા, હાથને હલાવ્યા કરવા, કારણ વગર ગળું સાફ કર્યા કરવું. વારંવાર કોઈ પણ વસ્તુને સુંઘ્યા કરવું, હોઠ હલવા વગેરે જેવી હરકતો કરે છે તે લોકો જાણી જોઈએ આવું નથી કરતા. પરંતુ પોતાની હરકતો પર તેમનું નિયંત્રણ નથી રહેતું તેથી આવું વર્તન આપ મેળે થાય છે.

Image Source :

ટોરેટ સિન્ડ્રોમ બીમારીનું કોઈ સટીક કારણ તો નથી મળ્યું. પરંતુ ચિકિત્સકોના કહ્યા પ્રમાણે તે આનુવાંશિક અને પર્યાવરણીય કારકના લીધે થાય છે.

એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું કે માતા પિતાને આ બીમારી હોય તો તેની આગળની પેઢીમાં કોઈને આ બીમારી થવાની સંભવાના રહે છે.

Image Source :

ઉપરાંત મગજના ભાગમાં basal gangliaમાં સમસ્યા થવાને કારણે પણ ટોરેટ સિન્ડ્રોમના લક્ષણો વિકાસ પામે છે. basal ganglia મગજનો એવો ભાગ છે જ્યાં માણસની ગતિવિધિઓ આંખનું હલનચલન, ભાવનાઓ અને શિક્ષણ કૌશલ્યનું નિયંત્રણ થતું હોય છે. જો આ ભાગમાં કોઈ સમસ્યા થાય તો તેના કારણે વ્યક્તિ ટોરેટ સિન્ડ્રોમનો શિકાર બની શકે છે.

તેમજ મગજના રસાયણોમાં અસંતુલન જોવા મળે છે ત્યારે આ સમસ્યા ઉદ્દભવી શકે છે. તેમાં ખાસ કરીને ડોપોમાઈન અને સેરોટીનમુખ્ય છે. શોધકર્તાઓ મુજબ જાણવા મળ્યું છે કે મસ્તિષ્કના નેટવર્કમાં ગડબડ થવાને કારણે ટોરેટ સિન્ડ્રોમની બીમારી થાય છે. અને કારણ સૌથીઓ પ્રમુખ કારણ માનવામાં આવે છે.

Image Source :

હકીકતમાં ડોકટરો પણ તેનું સચોટ કારણ નથી જાણતા પરંતુ અનુમાન અનુસાર આ બીમારી પાછળ જીનની ભૂમિકા અહેમ છે.

જો પરિવારમાં કોઈ વ્યક્તિને ટોરેટ સિન્ડ્રોમ હોય તો આનુવાંશિક રીતે તે અન્ય સદસ્યને થવાની સંભાવના છે. પરંતુ ટોરેટ સિન્ડ્રોમથી પીડિત એક જ પરિવારના બે સદસ્યની બીમારીના લક્ષણ અલગ અલગ હોય છે.

Image Source :

ટોરેટ સિન્ડ્રોમમાં થતી ટીક્સના બે પ્રકાર છે. 1] મોટર ટીક્સ અને વોકલ ટીક્સ.

😵 1] મોટર ટીક્સ

મોટર ટીક્સમાં દર્દી સામાન્ય રીતે હાથ અથવા માથું વાળવું, આંખના પલકારા મારવા, મોઢું બગડવું, મોઢું હલાવવું, તેમજ ખભા ઊંચા કરવા વગેરે જેવી હરકતો કરે છે.

😵 2] વોકલ ટીક્સ

વોકલ ટીક્સમાં અચાનક મોટા અવાજે બોલવું, ગળું સાફ કરવું, એકને એક વાત વારંવાર કરવી, બરાડા પાડવા, વારંવાર કોઈ વસ્તુને સુંઘવી વગેરે હરકતો જોવા મળે છે.

Image Source :

સામાન્ય રીતે માણસ ક્યારેક તો આવી હરકતો કરતો જ હોય છે. પરંતુ દર્દીઓને આ હરકતો વિચિત્ર રીતે અચાનક જ વારંવાર થાય છે. તેની હરકતો તેના નિયંત્રણમાં નથી રહેતી તેથી કોઈ સામાન્ય ટીક્સ ક્યારેક થાય તો તેનો તે મતલબ ન કાઢવો કે તમે ટોરેટ સિન્ડ્રોમનો શિકાર થઇ ગયા.

😵 ટોરેટ સિન્ડ્રોમનો ઈલાજ 😵

ઘણી વાર ટોરેટ સિન્ડ્રોમની ટીક્સ સામાન્ય હોય છે. જ્યાં કોઈ ઈલાજની જરૂર નથી રહેતી. પરંતુ તે સમસ્યા વધવાથી ડોક્ટર તેને દવાની સલાહ આપે છે.

Image Source :

ટોરેટ સિન્ડ્રોમની ટીક્સને નિયંત્રિત કરવા માટે હાલોપેરીડીલ ફ્લુફેનાજીન સહીત બીજી દવાઓ પણ અપાય છે જે મગજના રસાયણ માટે કાર્ય કરે છે. જેથી ટીક્સને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે.

દવા ઉપરાંત દર્દીને ટોક થેરેપી પણ આપી શકાય છે. સાઇકોલોજીસ્ટ તેમજ કાઉન્સેલરદર્દીને જણાવવામાં મદદ કરે છે. કે આ પ્રકારની સમસ્યા સામે કઈ રીતે લડી રહ્યા છે. આ ઉપરાંત દર્દીને બિહેવિયર થેરીપીની મદદ પણ અપાય છે. જેમાં દર્દીને સમજાવવામાં આવે છે કે ટીક્સ આવે ત્યારે શું કરવું, ક્યાં અટકી જવું વગેરે.

Image Source :

મિત્રો આશા છે કે આજનો લેખ તમારા માટે ઉપયોગી બનશે તેમજ તમારા જ્ઞાનમાં વધારો.

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment