સમય પહેલા જ ડીલીવરી થાય તો બાળકને નુકશાન થઇ શકે છે.. તે રોકવાના ઉપાયો, દરેક સ્ત્રી જરૂર વાંચે.

🤰🤱 સમયથી પહેલા બાળકનો જન્મ થવો.. તેનાથી થતી તકલીફો અને તે રોકવાના ઉપાયો 🤰🤱

Image Source :

🤰સામાન્ય રીતે ૪૦ અઠવાડિયા બાદ એટલે કે ૨૮૦ દિવસ, નવ મહિના અને સાત દિવસ પણ કહી શકો છે. આ સમય બાળકના જન્મનો યોગ્ય સમય છે. અને આ સમય પહેલા જો બાળક જન્મે તો તેને પ્રીમેચ્યોર ડીલેવરી તથા પ્રીટાર્મ  બર્થ કહે છે. તેમાં બાળકનો જન્મ નવ મહિના પહેલા થઇ જાય છે.

🤱સમયથી પહેલા જન્મતા બાળકને થતી સમસ્યાઓ.🤱

Image Source :

🤰 જેટલી બાળકની પ્રિમેચ્યોર ડીલીવરી થાય તેની સમસ્યા પણ તેટલી વધારે હોય છે. ૨૫ અઠવાડિયા પહેલા જન્મ લે તો તેની જીવવાની તક નહિ બરાબર હોય છે. ત્યાર બાદ ૨૬ અઠવાડિયા પછી બાળકના જન્મની સંભાવના છે. યોગ્ય  સમય બાદ વિકાસ ન થવાથી સંભાવનાની ક્ષમતા તેમજ દ્રષ્ટિ દોષની સંભાવના રહે છે.

Image Source :

🤰સમયથી પહેલા જન્મ લેતા બાળકને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. તે બાળકના વિવિધ તંત્ર ઓછા વિકસિત થાય છે. કારણ કે ગર્ભાશયમાં પૂરો સમય ન વિતાવવાથી તેના કારણે તેનો વિકાસ પુરતો થતો નથી. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, મગજમાં રક્તસ્ત્રાવ, હૃદયની જટિલતા, લોહીમાં સુગરની ઉણપ વગેરે ખાસ સમસ્યાઓ રહે છે. આવા બાળકોને નાના આંતરડામાં ઘાવ જેવી બીમારી થવાની સંભાવના રહે છે. ત્યાર બાદ આ બાળકોને ફેફસાની સમસ્યા, પાચન સંબંધી સમસ્યા તેમજ ડાયાબીટીસ થવાનો ડર રહે છે.

Image Source :

🤱સમય પહેલા જન્મ લેતા નવજાત બાળકને લોહીની ઉણપ તેમજ કમળો થવાની સંભાવના વધારે છે. ન્યુમોનિયા તથા મૂત્ર પ્રણાલીનું સંક્રમણ પણ થઈ શકે છે.

🤰પરંતુ સવાલ એ થાય કે આખરે તેવું શા માટે ? શા માટે બાળકનો જન્મ સમય પહેલા થાય. તેના માટે નીચે જણાવેલી થોડીક વાતો છે જે બાળકનો જન્મ સમય પહેલા થાય તે વાત પર રોશની કરે છે.

ગર્ભમાં એક કરતા વધારે બાળકનું હોવું. જ્યારે માતા જુડવા બાળકોની માં બનવાની હોય છે. ત્યારે તે સ્થિતિમાં બાળકનો જન્મ સમય પહેલા જ થઇ જાય છે.

Image Source :

🤱વધારે માત્રામાં બ્લીડીંગ થવાથી. જ્યારે કોઈ મહિલાને વધારે બ્લીડીંગની સમસ્યા હોય તેવી સ્થિતિમાં પણ બાળકનો જન્મ નિયત સમય પહેલા થાય છે. પરંતુ આ સ્થિતિમાં ડોક્ટરની મદદ લેવી પડે છે.

🤰 એમનીયોટીક થેલીના ફાટવાથી બાળકનું સુરક્ષા કવચ કહેવાતી પાણીની કોથળી જો કોઈ કારણવશ ફાટી જાય છે ત્યારે બાળકનો જન્મ સમય પહેલા થાય છે. બાળક તે કોથળીમાં લાપાયેલા હોય છે. તે કોથળી ફાટવી મતલબ કે બાળકનો જન્મ થાય.

Image Source :

🤱કોઈ પણ મહિલાનું વધારે પડતું વજન હોવાથી અથવા વજન સાવ ઓછું હોવાથી પણ સમય પહેલા બાળક જન્મે છે. માટે ખાન પાન પર વ્યવસ્થિત ધ્યાન આપવું.

🤰માતા દ્વારા માનસિક તણાવ તેમજ ધુમ્રપાન કરવાથી પણ તેવું થાય છે. માટે ગર્ભવતી મહિલાએ હંમેશા ખુશ રહેવું જેથી માનસિક તણાવ દુર રહે છે.

🤱 કંઈ રીતે સમય પહેલા પ્રસવથી બચવું 🤰

Image Source :
😤 ગર્ભધારણ કર્યા બાદ ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. ખાસ કરીને ખાન પાનમાં ધ્યાન રાખવું પડે છે. તેમજ ધુમ્રપાન છોડી દેવું. સૌથી પહેલા ચેકપ કરાવવું અને યોગ્ય સમયાંતરે ડોક્ટર પાસે ગર્ભવતી મહિલાએ ચેકપ કરાવતા રહેવું.
💊 ફોલિક એસીડની ગોળી સમય પહેલા પ્રસુતિની પીડાની માત્રા ઘટાડે છે.
💊 ગર્ભાવસ્થામાં કેલ્શિયમ, વિટામીન C અને E લેવાથી આ સમસ્યાની સંભાવના દુર કરી શકાય છે.Image Source :
🤰 ગર્ભાવસ્થા દરમિયાન યોની સંક્રમણનો ઈલાજ થાય તો તેની સંભાવના રહેતી નથી.
🤰 ગર્ભના ૨૪ માં અઠવાડિયામાં પહેલા જો ગર્ભાશય ગ્રીવાની લંબાઈ ૨૫ મીલીમીટર તથા તેનાથી ઓછી હોય તો તેનો ઉપચાર ગર્ભાશય ગ્રીવાની ચારે બાજુ ટાંકા લગાવી રોકવામાં આવે છે.
💊  આ ઉપરાંત દવાઓ જેવી કે એન્ટીબાયોટીક્સ અને પ્રોજેસ્ટેરાન પણ સમય પહેલા થતી પ્રસુતિ અટકાવે છે.Image Source :

 

🤱 સમય પહેલા જન્મતા બાળકની સંભાળ નીચે પ્રમાણે સંભાળ લેવી.🤱 

🤱 જો નવજાત બાળક નબળું હોય તો તેને સંભાળ માટે NICU માં રાખવામાં આવે છે. જ્યાં તાપમાન, પોષણ, ઓક્સીજન અને અન્ય તંત્રોની સંભાળ લેવાય છે. ત્યાં બધા તંત્રોનું ધ્યાન રાખવા માટે વિવિધ ઉપકરણો હોય છે. જ્યારે બાળક પોતાની જાતે ઓક્સિજનની માત્રા અને તાપમાન નિયંત્રિત રાખી શકે ત્યારે તેને NICU માંથી બહાર કાઢવામાં આવે છે.

Image Source :

🤱 બાળકને ખુબ જ તકલીફ હોય ત્યારે તેના પેટમાં ટ્યુબ નાખી તેના દ્વારા  નિશ્વિત સમયે દૂધ આપવામાં આવે છે. ત્યાર બાદ થોડા સમય બાદ તેને સ્તનપાન કરાવવામાં આવે છે.

🤱 આ ઉપરાંત બાળકને માં ના શરીર સાથે લપેટી એવી રીતે રાખવામાં આવે છે જેમ કાંગારું પોતાના બચ્ચાને રાખે છે. તેમાંથી બાળકનો વિકાસ થાય છે. તેમજ આ ક્રિયાને “કાંગારું કેયર” કહેવામાં આવે છે.

🤱 નવજાત બાળકના સમય પહેલા જન્મવાના લક્ષણો દેખાય તો તેની યોગ્ય સારવાર લેવી.

Image Source :
👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment