સાબુદાણા માંથી બનતી બે સૌથી બેસ્ટ અને લોકપ્રિય વાનગી  “વડા અને ભજીયા”….ગમે તો બીજાને શેર કરજો.

👩‍🍳👨‍🍳 સાબુદાણા માંથી બનતી બે સૌથી બેસ્ટ અને લોકપ્રિય વાનગી  “વડા અને ભજીયા” 👩‍🍳👨‍🍳

Image Source :

મિત્રો જ્યારે ઉપવાસ હોય ત્યારે ફરાળમાં શું લેવું તેના માટે ઘણા બધા વિચારો આવતા હોય છે. પરંતુ આજે અમે સાબુદાણા માંથી અવનવી ફરાળી વાનગી લઈને આવ્યા છીએ.

આ વાનગી બાળકો અને વડીલો અને મહિલાઓ પોતાના ઉપવાસ દરમિયાન લઇ શકે છે. આ વાનગીના ભજીયા તમને ચોમાસામાં બનતા બીજા ભજીયા કરતા પણ ટેસ્ટી લાગશે અને અન્ય તમારા બાળકો અને પતિને એક નવો ટેસ્ટ પણ મળશે. અને ખાવાના શોખીન પતિદેવો તમારા વખાણ જરૂરથી કરશે.

Image Source :

આ વાનગી બનાવવી એકદમ સરળ અને વધુ અટપટી વસ્તુઓથી નથી બનતી. પણ સરળ અને ઘરગથ્થું વસ્તુઓથી જ બને છે માટે શહેરની તેમજ ગામડાની બંને ગૃહિણીઓ માટે એકદમ આસન રહેશે.

તો ચાલો વધુ સમય ન વ્યર્થ કરતા સીધા વાનગીઓની બનાવવાની કળાની મજા માણીએ. હા, જો તમને આ વાનગી ગમે તો મહેરબાની કરીને વાનગી તમારી પુરતી સીમિત ના રાખતા શેર પણ કરજો જેથી અન્ય મહિલાઓ પણ હોટેલની વાનગી પર વધુ ખર્ચ ના કરે અને ઘરે જ બનાવે જેથી તેમનું બજેટ પણ જળવાઈ રહે…… અને તમામ બહેનોને મહિના ના બજેટની કેટલી ચિંતા હોય એ ખાલી બહેનો જ જાણે છે…તો શેર કરવાનું ભૂલતા નહિ….

Image Source :

👩‍🍳 (૧)  સાબુદાણા વડા :

👨‍🍳બનાવવા માટે જોઈતી સામગ્રી :

👩‍🍳 4 કપ પલાળેલા સાબુદાણા,

👨‍🍳6 નાના બટેટા બાફેલા,

👩‍🍳1 ચમચી આદુની પેસ્ટ,

Image Source :

👨‍🍳 4 થી 5 જીણી સમારેલી કોથમીર,

👩‍🍳 4 ચમચી જેટલા મગફળીના બી અધકચરા પીસેલા અને શેકેલા,

👨‍🍳 કાળા મરીનો ભૂકો સ્વાદ અનુસાર,

👩‍🍳 1 ચમચી લીલા મરચા જીણા સમારેલા,

👨‍🍳 1 ચમચી ધાણાજીરું પાવડર,

Image Source :

👩‍🍳1 લીંબુનો રસ,

👨‍🍳1 ચમચી આમચૂર પાવડર,

👩‍🍳 તળવા માટે તેલ.

👩‍🍳👨‍🍳 બનાવવાની રીત :

👩‍🍳સૌથી પહેલા તો કાચા સાબુદાણા ધોઈને 5 કલાક સુધી પલાળી રાખો.

👨‍🍳ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા ઉમેરી બંને ને બરાબર ક્રશ કરી લો.

Image Source :

👩‍🍳તે મિશ્રણમાં આદુની પેસ્ટ, શેકેલો મગફળીનો ભૂકો, ધાણાજીરું પાવડર, લીલા મરચા અને કોથમીર સમારેલી ઉમેરો.

👨‍🍳ત્યાર બાદ તેમાં આમચૂર પાવડર અને લીંબુનો રસ પણ ઉમેરી હલાવી લો.

👩‍🍳ત્યાર બાદ તે મિશ્રણમાંથી નાની ગોળ  ટીક્કી બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

👨‍🍳તેલ ગરમ થાય ત્યાર બાદ સાબુદાણાની બનાવેલી ટીક્કી તળો.

Image Source :

👩‍🍳ટીક્કી લાલ થઇ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.

👨‍🍳તમે વડાને ચટણી તથા ચા સાથે ખાઓ.

👩‍🍳આ ઉપરાંત તમે વડાને પ્લેટમાં કાઢો અને ઉપરથી મીઠું દહીં નાખો અને કોથમીર થી સજાવો તેમજ જરૂરિયાત મુજબ આંબલીની ચટણી ઉમેરો જેથી એકદમ સ્વાદિષ્ટ અને લાજવાબ વડા બને.

Image Source :

👩‍🍳👨‍🍳(૨)  સાબુદાણાના ભજીયા :

બનાવવા માટે જોઈતી સામગ્રી :

👩‍🍳 સાબુદાણા 2 કપ,

👨‍🍳૩ બટેટા,

👩‍🍳  મગફળીના દાણા 4 મોટી ચમચી,

👨‍🍳એક કપ રાજગરાનો લોટ,

Image Source :

👩‍🍳આદુ દોઢ ચમચી,

👨‍🍳લીંબુનો રસ 2 ચમચી,

👩‍🍳 ધાણાભાજી 1 કપ,

👨‍🍳મીઠું સ્વાદ અનુસાર,

👩‍🍳 લીલા મરચા ઝીણા સમારેલા,

👨‍🍳 તેલ તળવા માટે.

Image Source :

👩‍🍳👨‍🍳 બનવવાની રીત :

👨‍🍳સાબુદાણાને બરાબર ધોઈ તે રાત્રે 4 થી 5 કલાક સુધી પલાળી રાખો.

👩‍🍳બટેટા બાફી તેને બરાબર ક્રશ કરી લો.

👨‍🍳સિંગદાણા ને શેકીને ઠંડા થયા બાદ તેના ફોતરા કાઢી અધકચરો ભૂકો કરી લો.

👩‍🍳સાબુદાણાને અને બટેટાને મિક્સ કરી લો.

Image Source :

👩‍🍳 હવે તે મિશ્રણમાં રાજગરાનો લોટ અને પીસેલા સિંગદાણાનો ભૂકો ઉમેરો.

👨‍🍳ત્યાર બાદ તેમાં લીલા મરચા, આદુ, લીંબુનો રસ, ધાણાભાજી મિક્સ કરી બરાબર  હલાવી લો.

👩‍🍳 મીઠું સ્વાદ અનુસાર નાખી હલાવો.

👨‍🍳આ મિશ્રણમાંથી બટેટા વડાની જેમ નાના નાના ગોળાકાર બનાવી લો.

Image Source :

👩‍🍳એક કડાઈમાં તેલ ગરમ કરો.

👨‍🍳તેલ બરાબર ગરમ થાય ત્યાર બાદ તેમાં સાબુદાણાના બનવેલા બોલ તળવા માટે નાખો.

👩‍🍳લાલ રંગના થાય ત્યારે ટીશ્યુપેપરમાં કાઢી લો.

👨‍🍳સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાના ભજીયા તૈયાર છે ચટણી સાથે ગરમા ગરમ ભજીયા પીરસો.

Image Source :
👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment