મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આજે દરેક દેશ પોતપોતાની રીતે કોરોનાની વેક્સીન શોધી રહ્યા છે. જેમાં એમ કહી શકાય કે, હજુ સુધી પૂરી સફળતા નથી મળી. પણ મહદંશે સફળતા જરૂર મળી છે. જેને કારણે હાલ વેક્સીન શોધાઈ ગઈ છે એવી આશા બંધાણી છે. તેથી જ પીએમ મોદીએ ગુજરાત તેમજ હૈદરાબાદ અને પુણેની મુલાકાત લઈ વેક્સીનની તૈયારી તેમજ તેના વિતરણ અંગે વાત કરી છે. ચાલો તો અંગે વિસ્તારથી વાત કરીએ.
આજે આખા દેશને કોરોના વેક્સીનની રાહ છે. સીરમ, ભારત બાયોટેક અને જાયડસ કૈડીલા સહીત 3 અન્ય દેશ મળીને કુલ 6 કોરોના વેક્સીનનું ટ્રાયલ કરે છે. એવી ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે, આવતા વર્ષે એટલે કે માર્ચ 2021 સુધીમાં કોઈ એક વેક્સીન આવી જશે. જ્યારે હાલમાં જ પીએમ મોદીએ વેક્સીનના ત્રણ પ્રમુખ દાવેદારો સાથે ટીકાની ચર્ચા કરી છે. હવે એવી ખબર મળી રહી છે કે, સરકાર પ્રાથમિકતા વાળા સમુહની જ વેક્સીનનો ખર્ચ ઉઠાવશે.
આ સિવાય સુત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું છે કે, વિદેશની સરખામણીએ ભારતમાં વેક્સીન ખુબ સસ્તી હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર પ્રાથમિકતા વાળા સમૂહનો જ વેક્સીન ખર્ચ ઉઠાવશે. આ સિવાય જેની હાલત વધુ ગંભીર હશે તેમજ જેનો ડેટા કોવિડ દર્દીના રૂપે દાખલ હશે તેમના માટે વેક્સીન ફ્રી હશે. આ સિવાય સુત્રોએ એવું જણાવ્યું છે કે, કુલ 8 ટીકાની વાત થઈ રહી છે, જેમાંથી ઘણા ત્રીજા સ્ટેજ પર નથી પહોંચ્યા.આ ઉપરાંત સર્વદલીય બેઠકમાં પ્રધાનમંત્રીએ એવો વિશ્વાસ આપ્યો છે કે, દેશના વૈજ્ઞાનિકો ટીકા વિકસિત કરવામાં સફળ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ભારતીય વૈજ્ઞાનિક કોવિડ-19 ના ટીકા વિકસિત કરવામાં જરૂર સફળ થશે. આ સિવાય તેમણે જણાવ્યું કે, હવે કોવિડ-19 ના ટીકા માટે વધુ રાહ જોવાની જરૂર નથી, બસ થોડા અઠવાડિયામાં તે તૈયાર થઈ જશે.
પીએમ મોદીએ જણાવ્યું કે વિશેષજ્ઞઓની મંજુરી પછી ભારત કોવિડ-19 માં ટીકાકરણ કરવાનું શુભ કાર્યક્રમ શરૂ કરી દેશે. આ સિવાય ટીકાકરણની કિંમતની વાત છે આ અંગે પીએમ મોદીએ જણાવ્યું કે કોવિડ-19 ના ટીકાની કિંમત લોક સ્વાસ્થ્યને પ્રમુખ પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યોને પૂરી રીતે સામેલ કરવામાં આવશે.
કોરોના વાયરસ પર સર્વદલીય બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે, ઘણી વખત અફવાઓ ફેલાય જાય છે, જે જનહિત અને રાષ્ટ્રહિત માટે યોગ્ય નથી. અમારી જવાબદારી જાગૃતતા ફેલાવવાની છે. તેમને સર્વદલીય બેઠકમાં બધા પ્રતીનીધીયો પાસે લેખિતમાં પોતાના વિચારો મંગાવ્યા છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google